તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવાને 34માં જીલ્લા તરીકે ક્યારે મંજૂરી મળશે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાને જીલ્લાનો દરજ્જો આપવા સરકારમાં અનેકો રજુઆત બાદ આવેદનપત્રો અપાયા ત્યાંજ ચૂંટણી જાહેર થતા આંદોલનની ગતીવીધી આગળ વધતા લોકોમાં ભારે નિરાશા ઉભી થવા પામી છે.

ગત વિઘાનસભા ચૂંટણી પૂર્વે મહુવા નગપાલીકા જનરલ હોસ્પિટલને સીવીલ હોસ્પિટલ બનાવવાની જાહેરાત તત્કાલીન મુખ્ય મંત્રી અને આજના વડાપ્રધાને કરી હતી પરંતું વિકાસ મહુવા સુધી હજુ પહોચેલ નથી!તેમજ મહુવાની વર્ષો જુની જીલ્લાની માંગને સંતોષવા મહુવાને રાજ્યના 34માં જીલ્લાનો દરજ્જો આપવાની સૈધ્ધાંતીક જાહેરાત સરકાર દ્વારા કરશે તેવી આશા મહુવાની જનતામાં ઉભી થઇ હતી તે પણ ઠગરી નિકળી! આથી મહુવાની સાથે વર્ષોથી અન્યાય થઇ રહ્યોના ગાણા ગાવાની સાથે હવે મહુવાએ પણ અન્યાયના ગાણા ગાવાના છે કે આંદોલન ચલાવવાનું છે? તેવો પ્રશ્ન મહુવા શહેર અને તાલુકાની જનતામાં ઉભો થવા પામેલ છે.

મહુવા ને જીલ્લો જાહેર કરવા તથા અન્ય મોટા ગામોને તાલુકો બનાવવા મહુવા ખાતે શહેર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, કાર્યકરો અને લોકોનું સંમેલન ચૂંટણીની જાહેરાત થઇ તે પહેલા ક્રિષ્ના કોમ્યુનીટી હોલમાં મળેલ. જે સંમેલનમાં સર્વ સંસ્થાકીય, પક્ષકીય અને સર્વ જ્ઞાતિઓ દ્વારા જબરો પ્રતિસાદ મળતા મહુવાના પ્રતિનિધિ મંડળ રૂપી મહુવા, તળાજા, ગારીયાધારના ધારાસભ્ય સહિત રૂબરૂ ગાંધીનગર સચિવાલય ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદનપત્ર સુપ્રત કરેલ હતુ.

જિલ્લો બનાવો સમિતિ દ્વારા વિવિધ તબ્બકે આવેદનપત્રો અપાયા, એક લાખ નાગરીકોની સહીઓ જિલ્લા બનાવવા માટે સરકારમાં રજુઆત કરવામાં આવી. મહુવા, તળાજા, અને જેસર તાલુકામાં સમિતિ દ્વારા 3લાખ લોકો કાળી પટ્ટી ધારણ કરાવવાનો કાર્યક્રમ શરૂ થશે જે મતદાનની તારીખ સુધી ચાલુ રહેશે. તેવી જાહેરાત સમિતિ દ્વારા જાહેરાતો થઇ. પરંતું ચૂંટણી જાહેર થતા આંદોલનની ગતીવીધીમાં વિક્ષેપ પડતા આંદોલન હાલના તબ્બકે સ્થગીત થયાની સ્થિતીમાં આવી ચુક્યું હોય લોકો કહી રહ્યાં છે કે, લડત સમિતિની બુમરાણ શું ચૂંટણી અનુલક્ષી હતી?

મહુવા ભૌગોલિક દ્રષ્ટિએ તથા ભાવનગર થી ગીર સોમનાથ સુધીની દરયાઇ પટ્ટીમાં મહુવાથી ભાવનગર અને મહુવાથી સોમનાથ સુધીની દરીયાઇ પટ્ટી ખુલ્લી છે. સુરક્ષાની દ્રષ્ટિએ અને રોડ રસ્તે પણ 100-100 કી.મી.ના અંતરે જીલ્લા મથક હોય રાજયના લોકોની સુરક્ષાની ગંભીર સ્થિતિને દ્રષ્ટિએ પણ મહુવાને જીલ્લો બનાવવા રાજય સરકારે સકારાત્મક રીતે વિચારવું જરૂરી છે.

ધારાસભ્યો, અર્ધસરકારી સંસ્થા-વેપારી સંસ્થા-તમામ વર્ગનાં આમ જનતાની માંગણી પછી સરકાર તે માંગણી સ્વીકારે તેને શું કહેવું? મહુવાને જિલ્લો બનાવવા પૂ.મોરારીબાપૂ, સ્વામીનારાયણ સંતો, જૈન મુનિઓ, મૌલવીઓની માંગ છતાં આજ સુધી સરકાર નિર્ણય કરેલ હોય હવે ધારાસભાના વિવિધ પક્ષના કે અપક્ષ ઉમેદવારોએ મતદાતાને આપવાના થતા વચનોમાં ચૂ઼ટણી ઢંઢેરામાં મહુવાને સવિલ હોસ્પિટલ અને રાજ્યના 34માં જીલ્લાના દરજ્જાનું વચન આપે અને આપેલ વચન આગામી સરકાર પાસે પૂર્ણ કરે તેવી અપેક્ષા ઉભી થવા પામી છે.

સરકાર દ્વારા મહુવાને જીલ્લાનો દરજ્જો આપવા સબબ અભિપ્રાયનો અહેવાલ માંગતો જિલ્લો કલેકટર પાસે ગયો છે. જો કે હવે ચૂંટણી બાદ સરકાર રચાયા પછી માંગ બુલંદ બનાવી વચનબધ્ધ થયેલા ઉમેદવારોને પૂર્ણ શક્તિથી પરિણામ મેળવવા આગળ આવવું પડશે.

અન્ય સમાચારો પણ છે...