તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિહોર પંથકના ચેકડેમો નબળા કામથી ખાલીખમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાતાલુકાના દિહોર તથા આસપાસના ગામડાઓમાં છેલ્લા ઘણા વર્ષોમાં એક પછી એક સંખ્યાબંધ ચેકડેમો બન્યા છે. નાના મોટા વોંકળા તથા મોટી ગણાતી નદીઓમાં પણ અનેક ચેકડેમો બનાવાયા છે. પણ દરેક ચેકડેમના બાંધકામમાં ગેરરીતિ થઇ હોય એવુ પહેલી નજરે દેખાઇ આવે છે.

પંથકમાં જેટલા ચેકડેમ બન્યા છે. તે દરેક ચેકડેમ લગભગ તુટી ગયો છે. કાં તો આરસીસીનો મુખ્ય ચેકડેમ તુટી ગયો છે. અથવા ચેકડેમના મુખ્ય પાળાની બંને સાઇડ ધોવાઇ જવાથી પાણી ખાલી થઇ ગયા છે. પાણીના સંગ્રહના ઉમદા હેતુથી બનેલા ચેકડેમ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા પણ પાણી સંગ્રહનો હેતુ સિદ્ધ થયો નહિ પરિણામે લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળે છે.

બેલા ગામે છેલ્લા બે ત્રણ વર્ષમાં અનેક નવા ચેકડેમ બન્યા છે. બેલા ગામે બનેલા ચેકડેમો એવા મજબુત અને વ્યવસ્થિત છે કે તેમાં કયાંય તીરાડ જોવા મળતી નથી. આથી ઉપરવાસમાંથી પાણી આવતા બંધ થઇ જવા છતાં ચેકડેમો ખાલી થયા નથી. જયારે દિહોર પંથકના ચેકડેમો ઉપરથી પાણીની આવક શરૂ હોય ત્યાં સુધી ભરેલા રહે છે જેવુ ઉપરથી પાણી આવતુ બંધ થાય કે તરત ચેકડેમ ખાલી થઇ જાય છે. કારણ કે ચેકડેમની દિવાલો તીરાડવાળી હોય છે. જેથી પાણી વહી જાય છે. આમ દિહોર પંથકના ચેકડેમો ગેરરીતિનો તાદ્રશ્ય નમુનો બની ગયા છે.

પાણીના સંગ્રહના ઉમદા હેતુથી બનાવેલા ચેકડેમો પાછળ કરોડોનુ આંધણ પણ હેતુ સિદ્ધ થયો

અન્ય સમાચારો પણ છે...