• Gujarati News
  • ભાવનગર શહેરના ભરતનગર પછી શોભાવડનો જિલ્લામાં બીજો બનાવ

ભાવનગર શહેરના ભરતનગર પછી શોભાવડનો જિલ્લામાં બીજો બનાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર . ભાવનગર . 27 મે

ભાવનગરશહેરના ભરતનગર વિસ્તારમાં અંદાજીત બે વર્ષ પૂર્વે બનેલી દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. અને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારે તળાજાના શોભાવડ ગામે બનેલી ઘટનાએ પણ ચકચાર મચી જવા પામી છે.

શહેરના ભરતનગર વિસ્તારમાં અંદાજીત બે વર્ષ પૂર્વે દુષ્કર્મની ઘટના બનેલી જેના ભારે પ્રત્યાઘાત પડયા હતા. અને આરોપીઓ પ્રત્યે ફીટકારની લાગણી વરસી હતી. અને ભારે હોબાળો મચી ગયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી તેજ વિસ્તારમાં જાહેરમાં આરોપીની સરભરા કરી દાખલારૂપ સજા કરી હતી.

ત્યારે શોભાવડ ખાતે બનેલી ઘટના પણ ઘણી ગંભીર હોય જીલ્લા, રાજય અને સમગ્ર દેશમાં ઘટનામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. અને તમામ લોકોનો એકજ સૂર છે કે ઘટનામાં સામેલ આરોપીઓ અને તેની મદદગારી કરનારાઓને કડકમાં કડક અને દાખલારૂપ સજા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે.

પોલીસ ફરિયાદ કરવા વધારેમાં વધારે લોકો આવે તેવો પોલીસે લોકોને વિશ્વાસ બેસે તેવુ વાતાવરણ ઉભુ કરવુ જોઇએ જેથી આવી કે સામાન્ય ઘટનામાં પણ લોકો નિર્ભય પણે પોલીસ સ્ટેશને આવી આરોપીઓ સામે ફરિયાદ કરી શકે.

ઘટનામાં પોસ્કો અને એટ્રોસિટીની કલમ ઉમેરાઇ

શોભાવડખાતેદલિત કન્યાઓ ઉપરના દુષ્કર્મની ઘટનામાં પોલીસે કલમ 376, 506/2, 114 ઉપરાંત પોસ્કો ધારા 4 મુજબ અને એટ્રોસીટી એકટ 3(1) 10/12, 3(2)5 મુજબની કલમો ઉમેરી છે. તેમજ એક કન્યા માત્ર 15 વર્ષની હોવાથી 376 (ડી) ની કલમ મુજબ ફરિયાદનો ગુનો નોંધવામાં આવ્યો છે. કલમ સાવ નાની બાળાથી લઇને 16 વર્ષ સુધીની કિશોરી સાથે શારીરિક શોષણની ઘટનામાં લગાડાતી હોય છે.

પોલીસ ફરિયાદ કરવા માટે લોકોને વિશ્વાસ બેસે તેવુ વાતાવરણ રચવા ઉઠેલી લોકલાગણી