જન્મદિનની ઉજવણી રક્તદાનથી કરવાનો સમાજ સેવાકીય અભિગમ
હેલ્થ રિપોર્ટર.ભાવનગર. 5 જુલાઇ
જન્મદિવસની ઉજવણી શબ્દ કાને પડતાં સામાન્ય રીતે આપણાં ચિત્ત પર કેક કટીંગ અને ભવ્ય કે વિશિષ્ઠ પાર્ટીનું દ્રષ્ય ઊભું થાય છે. પણ એવું યે નથી કે બધા પ્રકારે જન્મ દિવસ ઉજવે છે. આપણે ત્યા એક વિશાળ વર્ગ એવો છે જે પોતાના જન્મ દિવસની ઉજવણી કોઇ સારૂ કાર્ય કરીને ઉજવે છે. અને સારા કાર્યમાં પણ હવે પોતાની પસંદગી રક્તદાન પર ઉતારી રહ્યા છે. ભાવનગર બ્લડ બેન્કના ડો. નીલુભાઇ વૈશ્ણવના જણાવ્યા અનુસાર નવી અને જૂની એમ બન્ને પેઢીમાં સદ્કાર્ય સાથે બર્થ-ડે સેલીબ્રેટ કરવાનો એક અનોખો-અલબેલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાવનગર શહેરમાં શહિદ ભગતસિંહ સોસાયટીમાં રહેતા જીઇબી કર્મચારી ઇશ્વરભાઇ પંડ્યા અને તેમના પત્ની પોતાના તેમ પોતાની દિકરીના જન્મદિનની ઉજવણી રક્તદાન કરીને કરે છે. તખ્તેશ્વરમાં રહેતા એમઆર નિરવ ડેલીવાલા અગાઉ જન્મદિનની ઉજવણીના ભાગ રૂપે કોઇ સેવા કરતી સંસ્થામાં પૈસા લખાવતા. વખતે તેમણે સ્યંભૂ વિચારથી રક્તદાન કર્યું. તળાજાના પાદરગઢ ગામના પ્રતાપ મોરીએ વર્ષે સ્વયં પ્રેરણાથી પોતાના જન્મદિને જીંદગીમાં પ્રથમવાર રક્તદાન કરવાનો રોમાંચક સેવા-અનુભવ લીધો. ભાવેણામાં શૈલેષ ગોવિંદભાઇ ગોહિલ, આકાશ નરેશભાઇ બાંભણિયા, અજીત મુળજીભાઇ ડોડીયા, કાર્તિક જયસુખભાઇ સોરઠીયા, દિનેશ વિઠ્ઠલભાઇ ચૂડાસમા, ચિંતન કરશનભાઇ જોરા, પ્રશાન્ત દિપકભાઇ ચૌહાણ, ફારૂક બચુભાઇ લોડીયા નિહાર ચંદ્રકાન્ત દવે અને એવા એવા તો અનેક અનેક વિરલાઓ છે જે પોતાના જન્મ દિનની ઉજવણી રક્તદાન કરીને કરે છે.
રક્તનું દાન નહીં પણ સમર્પણ
પોતાનાજન્મદિવસે વર્ષોથી રક્તદાન કરતા હિલડ્રાઇવ રહીશ ઇન્ટીરિયર ડેકોરેટર દિર્ઘાયુ દવે કહે છે કે દાન તો વસ્તુનું કરી શકો જેની કમાણી તમે પોતે કરી હોય. અને રક્ત તો ઇશ્વરે આપેલી વસ્તુ છે. માટે ઇશ્વરે આપેલી એક અમુલ્ય વસ્તુ અમે એને અર્પણ અથવા સમર્પણ કરીએ છીએ.
જન્મદિને કરીએ એક સારૂ કામ
ડો.અભિષેક અોઝાને આજથી પાંચ વર્પ પૂર્વે પોતાના જન્મ દિવસે વિચાર આવ્યો કે કોઇ સારું, સુદર કામ કરીને જન્મ દિવસ ઉજવીએ. થયું કે સશક્ત છીએ તો કોઇને મદદ કરીએ. ને એમણે નિર્ણય કર્યો રક્તદાનનો.
10 વર્ષથી આવી રીતે ઉજવણી
ભાવનગરનાકાળિયાબીડમાંરહેતા અને રેફ્રીજરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રતીક દવે 10 વર્ષથી પોતાના જન્મ દિનની ઉજવણી રક્તદાન કરીને કરે છે. પ્રતીકભાઇ વિશુદ્ધાનંદ વિદ્યાવિહારમાં અભ્યાસ કરતા ત્યારથી ટ્રસ્ટી દેસાઇની પ્રેરણાથી રક્તદાન કરે છે.
ઉમદા ઉજવણીની કોઇને કોઇએ આપી પ્રેરણા, તો કોઇના હૃદયમાં સ્વયંભૂ ઊગી નીકળ્યો અલબેલો વિચાર