તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કુંભારવાડામાં સ્ક્રેપધંધાર્થીઓને કાયદેસર વ્યવસાય કરવા માટે નંબર લેવા છે પરંતુ

કુંભારવાડામાં સ્ક્રેપધંધાર્થીઓને કાયદેસર વ્યવસાય કરવા માટે નંબર લેવા છે પરંતુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુંભારવાડામાં સ્ક્રેપધંધાર્થીઓને કાયદેસર વ્યવસાય કરવા માટે નંબર લેવા છે પરંતુ ધંધાની જગ્યાના આધાર નહીં હોવાથી સમસ્યા નડી રહી છે, તે અંગે કમિશનર પી.ડી.વાઘેલા જણાવ્યુ હતુકે વર્ષ 2006માં ખાડાને જે રીતે નંબરની ફાળવણી કરાઇ છે તેનો અભ્યાસ કરી અને તેના આધારે નંબર ફાળવાશે. શિપબ્રેકિંગ વ્યવસાયમાં પણ ઓઇલ પરના વેટ અંગે અભ્યાસ કર્યા બાદ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.

2006ના આધારે સ્ક્રેપના ખાડાને નંબર

વર્ષ 2006થી અમલી બનેલા વેટ કાયદા મુજબ બિલ્ડિંગ કન્સ્ટ્રકશન વ્યવસાયમાં લમસમ કરનો લાભ ટીન નંબર ધરાવનારાને મળતો હતો અને મોટી સંખ્યામાં બિલ્ડરો ટીન નંબર ધરાવતા નહીં હોવાથી તા.31 જાન્યુઆરી સુધીમાં તમામને લમસમ કર ચૂકવવાની છૂટ આપવામાં આવી છે અને 150 ટકા પેનલ્ટી તથા 18 ટકા વાર્ષિક વ્યાજમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

ભાવનગરના એન્જીનીયર એસો.ના પ્રમુખ ભુપતભાઇ પરમાર અને અન્ય 30 બીલ્ડર્સની અને એસોસીએશનના જાવેદભાઇની આગેવાની તળે 15 સભ્યોના પ્રતિનિધિમંડળની ધંધાના સ્થળ અંગેની રજુઆત સાંભળીને મામલે ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર પટેલ અને અેડી. કલેકટર સૈયદને યોગ્ય કરવા આશ્વાસન આપવામાં આવ્યુ હતુ.

જયારે શિપમાંથી નિકળતા ઓઇલ પર વસૂલાતા વેટ અંગે અલંગ શિપ રિસાઇકલીંગ એસોસીએશનના પ્રમુખ જીવરાજભાઇ તથા દિલીપભાઇ સહિતના ડેલીગેશનની રજુઆત અન્વયે વેટ કમિશનર વાઘેલાએ એસો.ને. સ્પર્શતા કસ્ટમ્સ સહિતના કેટલાક લીગલી ઇસ્યુ અંગે વિચારણા કરી અન્ય પ્રશ્નો સોલ્વ કરવાની ખાત્રી આપી હતી.તેમજ સેલ્સટેક્ષ બાર એસોસીએશનના પ્રમુખ દેવાંગભાઇ પારેખ અને ભરતભાઇ શેઠ સહિતના આગેવાનો દ્વારા સીસ્ટમ કનેકટીવીટી સહિતના પ્રશ્નોની રજુઆત કરતા બારામાં તેઅોને સાનુકુળ ઉકેલની હૈયાધારણા આપી હતી

ઉપરોકત ચાર વેપારી એસો.ની રજુઆતો સાંભળી તેઓના સજેશનો પણ લેવાયા હતા. અને ગેરરીતી કરનારાઓની સામે કડક કાર્યવાહી કરવાની પણ તેઓએ ચેતવણી આપી હતી. કાર્યક્રમમાં જોઇન્ટ કમિશનર લાડુમોરભાઇ, વી.કે અડવાણી, ગુર્જર અને પરાગભાઇ શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રજુઅાતના દોર બાદ તેઓ અલંગ જવા રવાના થયા હતા.

ભાવનગર : બિલ્ડરો,શિપબ્રેકરો અને સ્ક્રેપ ધંધાર્થીઓને મુંજવી રહેલા વેટ અંગેના પ્રશ્નો અંગે ભાવનગરની મુલાકાતે આવેલા ગુજરાત સેલ્સટેક્સ કમિશનર પી.ડી.વાઘેલાએ હકારાત્મક અભિગમ વડે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી છે.

2006ના આધારે સ્ક્રેપ ધંધાર્થીને નંબર

બિલ્ડરોને