તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પાિલતાણા તાલુકાનાં સોનપરી નં.2 ગામે રહેતા અને મજુરીકામ કરતા કોળી

પાિલતાણા તાલુકાનાં સોનપરી નં.2 ગામે રહેતા અને મજુરીકામ કરતા કોળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાિલતાણા તાલુકાનાં સોનપરી નં.2 ગામે રહેતા અને મજુરીકામ કરતા કોળી જીવરાજભાઈ િવઠલભાઈ ચૌહાણ પોતાની ત્રણેય િદકરીઓને મોટર સાયકલ ઉપર બેસાડી સોનપરીથી વિરપુર ગામે જવા નીકળેલા તે વખતે તળાજા રોડ ઉપર વડલીનાં ઢાળ પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે મોટર સાયકલ નંબર જી.જે. 5 એબી 4922ને અડફેટે લેતા અને બાઈક ફંગોળાઈ જતાં રીંકલબેન જીવરાજભાઈ ચૌહાણ (ઉં.વ.16), નયનાબેન જીવરાજભાઈ ચૌહાણ (ઉં.વ.14)નાં ઘટના સ્થળે કરૂણ મોત નીપજયા હતા. જ્યારે તેની નાની બહેન આરતીને ગંભીર ઈજા પહોંચતા સારવારાર્થે ભાવનગર સર ટી. હોિસ્પટલમાં ખસેડવામાં આવેલ છે.

જીવરાજભાઈ િવઠલભાઈ ચૌહાણે ટ્રક ચાલક િવરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી અકસ્માત કરી નાસી છૂટેલ ટ્રક અને તેના ચાલકને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી.

જ્યારે બીજી ઘટનામાં ઢસાથી ભાવનગર આવતી ઈક્કો મોટર કાર નંબર જી.જે. 3 ડી.એન. 4293, િસહોરનાં ભુતિયા નજીક પહોંચી તે વખતે કારનું ટાયર ફાટતાં કાર પલ્ટી ખાઈ જતાં કારમાં મુસાફરી કરતાં અજયભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (ઉં.વ.35) અને મંજુલાબેન ગોવિંદભાઈ ચૌહાણ (ઉં.વ.59) એમ માતા-પુત્રનાં કમકમાટીભર્યા મોત નીપજયા હતા. જ્યારે ધીરજલાલ અને િદવ્યન અજયભાઈને ઈજા થતાં સારવારાર્થે રંઘોળાની 108નાં ડો.રાજેશ વાઘાણી અને પાયલોટ પીયુષભાઈ દ્વારા ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગર . િસહોર બ્યુરો.17 જાન્યુઆરી

ભાવનગર િજલ્લાનાં પાિલતાણા તાલુકાનાં વડલી પાસે ટ્રક ચાલકે ટ્રીપલ સવારી બાઈકને અડફેટે લેતા બે સગ્ગી બહેનોનાં અને િસહોર તાલુકાનાં ભુિતયા ગામ નજીક ઈકો કારનું ટાયર ફાટતાં માતા-પુત્રનાં એમ ચાર વ્યક્તિઓનાં ઘટનાસ્થળે કરૂણ અને કમકમાટીભર્યા મોત િનપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થતાં સારવાર્થે ભાવનગર હોિસ્પટલમાં ખસેડાયા હતા.

વડલી અને ભૂિતયા પાસે અકસ્માતમાં 4ના મોત

ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બે સગી બહેનો અને કારનું ટાયર ફાટતા માતા-પુત્ર કાળનો કોળિયો બન્યા

કરૂણાંતિકા| ચારથી વધુ ઈજાગ્રસ્તોને સારવારાર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા