તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તળાજા બ્યુરો : ભાવનગરિજલ્લાનાં મોટા ગોપનાથજી તિર્થનાં સાનિધ્યમાં ઝાંઝમેર નજીકનાં

તળાજા બ્યુરો : ભાવનગરિજલ્લાનાં મોટા ગોપનાથજી તિર્થનાં સાનિધ્યમાં ઝાંઝમેર નજીકનાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો : ભાવનગરિજલ્લાનાં મોટા ગોપનાથજી તિર્થનાં સાનિધ્યમાં ઝાંઝમેર નજીકનાં અરબી સમુદ્રનાં શાંત, રમણીય અને પ્રદૂષણ રહિતનાં િકનારે આવેલ ‘મસ્તરામ ધામ’નું આદર્શ ધર્મક્ષેત્ર સમુદ્રતટનાં પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે હરવા-ફરવા માટેનું આદર્શ સ્થળ િસદ્ધ થયેલ છે.

ગોપનાથ િતર્થનાં સાનિધ્યમાં સમુદ્રતટે આવેલું મસ્તરામધામ

પ્રવાસ| ધાર્મિક પ્રાકૃતિક-પર્યટન તરીકે અવિરત િવકાસ

ગોપનાથ િતર્થની પશ્ચિમે રાજપરા અને ઝાંઝમેર વચ્ચે આવેલ પાવન ભૂિમ પર પૂ.મસ્તરામાપાનાં નામે જાણીતા અલગારી સંતએ એક આસને િબરાજી વર્ષો સુધી ટાઢ, તડકો, વર્ષાને ગણકાર્યા વિના તપ-અનુષ્ઠાન કરેલ જેનાં કારણે ભૂિમ પાવન થયેલ છે.

અરબી સમુદ્ર તટની પાવન ભૂિમ પર શ્રી ખોડીયાર માતા, મહાકાળી માતા અને બલાડદેવ માતાનાં બેસણાં છે અને પંચમુખી હનુમાનજીનું િદવ્ય મંદિર છે છેલ્લા દસ વર્ષોમાં જગ્યાનો ધાર્મિક, પ્રાકૃતિક અને પર્યટન હેતુસર ખૂબજ િવકાસ થવાથી જગ્યાનાં ટ્રસ્ટીઓ, સેવક સમુદાય દ્વારા યાત્રિકો-પ્રવાસીઓ માટે ભોજન-પ્રસાદની-સુચારૂ ઢબે નિયમિત વ્યવસ્થા કરેલ છે. જેથી મસ્તરામધામ નજીકના તટ પ્રદેશનું જીવંત ક્ષેત્ર હરવા-ફરવા માટે પ્રકૃતિ પ્રેમીઓ માટે આદર્શ થતું જાય છે.

મસ્તરામધામ નજીકનો તટ પ્રદેશ પ્રકૃતિપ્રેમીઓ માટે આદર્શ સ્થળ