• Gujarati News
  • ઝાંઝમેર સીમમાંથી િવદેશી દારૂ જબ્બે

ઝાંઝમેર સીમમાંથી િવદેશી દારૂ જબ્બે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો : દાઠાતાબેનાં ઝાંઝમેર ગામની સીમમાં આવેલ ઉદેશંગભાઈ રામશંગભાઈ પરમારની વાડીમાં પી.એસ.આઈ. ડી.જે. ચોયાએ બાતમીનાં આધારે દરોડો પાડી િવદેશી દારૂની 336 બોટલ તથા મોબાઈલ મળી કુલ રૂા.98,000/-નાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધા હતા. દારૂની ખેપમાં સંડોવાયેલા અન્ય શખ્સ જગદિશ લખમણભાઈ હોવાનું જણાતા તેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.