તળાજા બ્યુરો.29 મે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો.29 મે

તળાજા-મહુવાહાઇ-વે પર નાં ગામોમાં આજે સવાર થી પી.જી.વી.સી.એલ ની ચેકીંગ ટુકડી પચાસથી વધુ વાહનો, સીક્યુરીટી સ્ટાફ, અધીકારીઓ સાથે ત્રાટકી હતી.

બોરડા ગામે તાલુકા પંચાયતનાં સદસ્ય અને ગ્રામજનો આગેવાનોએ ચેકીંગ ટીમનો ઘેરાવ કરી વીજળીનાં બીલો અને કાગળો રજુ કરી ચેકીંગના નામે ગ્રામજનોને હેરાન પરેશાન કરતા હોવાની, એક વિસ્તારમાં વારંવાર ચેકીંગ કરી આસામીની જાણ બહાર એક તરફી નિર્ણય લઇ મસમોટી રકમનો દંડ કરાતો હોવાની તેમજ જેનાં નામે મીટર પણ હોય તેવાનેનામે દંડનીય કાર્યવાહી કરી ત્રાસ અપાતો હોવાની ઉગ્ર રજુઆતો કરી હતી. જો કે અધિકારીઓએ શાંતિપુર્ણ રજુઆત સાંભળી હતી.

બોરડાના ગ્રામજનોનું કહેવુ છે કે છેલ્લા કેટલાક સમયથી ખાસ ગામ અને વિસ્તારને વારંવાર નિશાન બનાવાતો હોય તે અંગે તે અંગે ઉચ્ચ અધીકારીઓ અને જરૂર પડે સબંધીત મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી ચેકીંગના નામે પ્રજાને હેરાન પરેશાન કરવાની નિતી સામે જરૂર પડે લોકશાહી રાહે અંદોલન કરવાની ચેતવણી આપી હતી.

વીજ ચેકીંગનાં નામે કરાતી હેરાનગતિ/ બી.કે.રાવળ

અન્ય સમાચારો પણ છે...