• Gujarati News
  • કાર્બેટથી કેરી પકવતા 17 વેપારી, રસના પાંચ માંડવા ધારકો દંડાયા

કાર્બેટથી કેરી પકવતા 17 વેપારી, રસના પાંચ માંડવા ધારકો દંડાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રીપોર્ટર, ભાવનગર.29 મે

નગરજનોનુંઆરોગ્ય જળવાય અને સચવાય રએ તે માટે ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કેરીના ગોડાઉન અને રસ બનાવતા માંડવા ધારકોની સ્થળ તપાસ કરીને દંડ ફટકાર્યો હતો.

ભાવનગર શહેરના ગંગાજળિયા તળાછ, જમાદાર શેરી, મહેતા શેરી, મોટા ફળિયા, પાનવાડી વિગેેરે વિસ્તારમાં કેરીના ગોડાઉનોમાંથી 550 કિલો સડેલી કેરીનો નાશ કરાયો હતો. વધુમાં11,450 રૂપિયા દંડ વસુલીને 3.5 કિલો કાર્બેટ જપ્ત કરીને નાશ કરાયો હતો.

ઉપરાંત કેરીના રસના માંડવા નાખીને બેઠેલા મુની ડેરી રોડ પર બે, શિવાજી સર્કલ, તળાજા રોડ ટોપ થ્રિ સામે અને દુ:ખી શ્યામ સર્કલ પાસે સહિત 5 માંડવા ધારકોને ખુલ્લામાં ફ્રૂટનો કાપેલો જથ્થો રખવા બદલ રૂપિયા 1100 દંડ વસુલ કરવામાં આવ્યો હતો.