તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • દર્પણ ચેરીટેબલ ઇન્સ્ટીટયુટ મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉમદા કાર્ય કરે છે

દર્પણ ચેરીટેબલ ઇન્સ્ટીટયુટ મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉમદા કાર્ય કરે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાજીક કાર્ય જેવા કે સામાજના નબળા અને પછાત વર્ગના મહિલા અને બાળકોના સર્વાગીં વિકાસના મુખ્ય ધ્યેય જેવા કામ મહુવા દર્પણ ચેરીટેબલ ઇન્સ્ટીટયુટ ટ્રસ્ટ નિયામક શ્રી કાન્તાબેન જે બઢીયાની માર્ગદર્શ નીચે થઇ રહ્યા છે.

દર્પણ ચેરીટેબલ ઇન્સ્ટીટયુટ ટ્રસ્ટની સ્થાપના તા.14/10/1989ના રોજ શ્રી મોરારી વી. હરીયાણીએ કરેલ હતી. સંસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ ખાતાઓ, વિભાગોનું અનુદાન મેળવી ભાવનગર અને અમરેલી જીલ્લાના મહુવા, તળાજા, રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકામાં વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો, કુટુંબ કેન્દ્ર, બક્ષીપંચ કુમાર/કન્યા છાત્રાલય અને ગ્રામ્ય કક્ષાએ મહિલા જાગૃતિ સહિત અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે.

દર્પણ ચેરીટેબલ ઇન્સ્ટીટયુટ ટ્રસ્ટ દ્વારા મહિલાને સિવણ, એમ્બ્રોડરી, ઉનનું ગુંથણ, હાથ ભરત અને રમકડા બનાવવાની સ્વરોજગારલક્ષી તાલીમ આપવાનું અને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પછાત વર્ગના તાલીમાર્થીઓને આજીવિકા મળી રહે તેવા વ્યવસાયલક્ષી કાર્યક્રમ યોજવાનું તેમજ સામાજીક અને આર્થીક ક્ષેત્રે પછાત મહિલાઓના આર્થીક વિકાસ માટેના તથા મહિલા જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહેલ છે.

સને 2006/07થી દર્પણ ચેરીટેબલ ઇન્સ્ટીટયુટ ટ્રસ્ટએ વિધવા લાભાર્થીઓના પુન:સ્થાપન તાલીમ કાર્યક્રમ અન્વયે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લામાં કામગીરી કરે છે. દર્પણ ચેરીટેબલ ઇન્સ્ટીટયુટ ટ્રસ્ટ મહિલાને અને બાળવિકાસ, સમાજ સુરક્ષા ખાતુ, સમાજ કલ્યાણ, વિકસીત જાતી કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગરના અને સેન્ટ્રલ સોશ્યલ વેલ્ફર બોર્ડ દિલ્હી દ્વારા અનુદાન સહીત વિવિધ સહકાર પ્રાપ્ત કરે છે.

અન્ય સમાચારો પણ છે...