તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવુબાગના પરિવારની કારને અકસ્માત : 1નું મોત નીપજ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાંઇમ રિપોર્ટર | ભાવનગર | 28 નવેમ્બર

ભાવનગર-તળાજારોડ પર આવેલ સાણોદરનાં પાટીયા પાસે ભાવનગના પરિવારની કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનુ઼ મોત નીપજયું હતુ.જયારે અન્ય બે વ્યકીત�ઓને ગ઼ભીર ઇજા સાથે ભાવનગર હોસ્પીટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરનાં દેવુબાગ વિસ્તારમાં આવેલા સહયોગ ફલેટમાં રહેતા દિલિપભાઇ ઘનશ્યામભાઇ કાનાણી (ઉ.વ.35) તેમના પત્ની હેતલબેન (ઉ.વ.30)તેમજ અરવિંદભાઇ ખીમજીભાઇ પટેલ (ઉ.વ.50 રહે.વિજયરાજનગર)વાળા મહુવાના આસરાણા ગામેથી વ્યવહારીક કામ પુરૂ કરી પોતાની મારૂતિ કાર નં. એમ એચ 15 બી એચ 3344માં બેસી ભાવનગર પરત આવતા હતા.

દરમ્યાન આજે વહેલી સવારે તળાજા રોડ પર આવેલ સાણોદરના પાટીયા પાસે ટ્રક નં.જી.જે.09.ઝેડ-5785 સાથે કાર ઘડાકાભેર અથડાતા કારમાં મુસાફરી કરતાં હેતલબેન દિલિપભાઇ કાનાણીનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયુ઼ હતુ. જયારે દિલીપભાઇ અને અરવિંદભાઇને ગંભીર ઇજા પહો઼ચતા સારવાર માટે ભાવનગરની હોસ્પીટલમા ખસેડાયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ટ્રાફિકને ક્લીયર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને મૃતકની લાશનુ પી.એમ. સહીતની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર-તળાજા રોડ પરની ઘટનાં

સાણોદર પાટીયા પાસે કાર-ટ્રક ધડાકાભેર અથડાયા : મહિલાનું મોત, બે લોકો ગંભીર

અન્ય સમાચારો પણ છે...