તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક નોંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક નોંધ

}રંગ-દત્ત પરિવાર દ્વારા દત્તબાવનીના પાઠ

શ્રીરંગ અવધૂત મહારાજની પુણ્યતીથી તથા અમાસ નિમિતે દત્તબાવનીના પાઠ આજે રાત્રે 8-15 થી 9-30 ભદ્રેશભાઇ દવે ડાયમંડ ચોક બ્લડ બેંક પાછળ મહિલા કોલેજ ખાતે રાખેલ છે.

}આનંદનગરજલારામ મંદિરે અમાવાસ્યા ધૂન

અન્નક્ષેત્રતિથી દાતાના સહયોગથી તા.29 મંગળવારના રોજ રાત્રે 8 થી 10 પૂ.જલારામ બાપાની ધુન, ભજન, અને પ્રસાદનુ આયોજન કરેલ છે. સર્વે ભકતજનોએ પધારવુ.

}અષ્ટવિનાયકસિદ્ધિ વિનાયક મંદિર

ભગવતીસર્કલ પાસે કાળીયાબીડ ખાતે મંગલ મહોત્સવ આજે સવારે 8 કલાકે મંગળા આરતી દર્શન, બપોરે 11-31 કલાકે રાજભોગ આરતી દર્શન, સાંજે 4 થી 6 સુધી બહેનોનો સત્સંગ, સાંજે 6-35 કલાકે ઉત્સવ આરતી દર્શન, રાત્રે 8-31 કલાકે શયન આરતી દર્શન દર્શન થશે.

}સુખડીયામહિલા મંડળના જાપ, સામાયિક

મંડળનાબહેનો તરફથી તા.29-11 સાંજે 4 થી 5 સામાયિક, જાપ જ્ઞાતિની વાડીમાં રાખેલ છે.

}રામદરબાર

સ્વ.ચંપકલાલભાનુશંકર વ્યાસના સ્મરણાર્થે ભરતકુમાર ચંપકલાલ વ્યાસના નિવાસે ત્રાપજ જિ.ભાવનગર ખાતે આજે રાત્રે 9 થી 12 રામદરબારનુ આયોજન કરવામાં આવેલ છે.

}શિવયોગધ્યાન સત્સંગ કાર્યક્રમ

પ.પૂ.અવધૂતબાબા શિવાનંદજી પ્રેરિત શિવયોગ ધ્યાન સત્સંગ આજે રાત્રે 9 થી 10-30 મામાના ઓટલે સાઇ દર્શન પાર્ક પાસે સુભાષનગર ખાતે રાખેલ છે.

વિવિધકાર્યક્રમ

}વિપશ્યના સામુહિક સાધના

જુનાસાધકો માટે સવારે 7 થી 8, નવા સાધકો માટે સવારે 8 થી 8-30 તા.30 બુધવારે સૂચક મેડીકલ સેન્ટર જલારામ દર્શન કાળુભા રોડ ખાતે રાખેલ છે.

}તુલસીસિવણ કલાસમાં તાલીમ અપાશે

તુલસીશિવણ કલાસ દ્વારા ટેકનીકલમાં ચાલતા સિવણ ભરત ફેશન ડીઝાઇનના વર્ગો ચાલે છે. ભાઇઓ માટે જુદી બેંચ છે. 9 થી 11 પ્રાગજીદવેની શેરી બાર્ટન લાઇબ્રેરીની પાછળ દરેક વર્ગો ચાલે છે.

}બહેનોનેવિનામૂલ્યે એક્યુપ્રેશર સારવાર

ડો.ચંદ્રીકાબેનસોની થેરાપી સેન્ટર તથા મહિલા એક્યુપ્રેશર હોસ્પિટલ, ભગવતિ સર્કલ, કાળિયાબીડમાં આજે સાંજે 4 થી 7 બહેનોને હાથ, પગ,સાંધા સાયટીકા, ઘુટણ, સાંધાના દુ:ખાવા, કીડની,લીવરની તકલીફ તથા સંતાન પ્રાપ્તી માટે માટે વિનામૂલ્યે એક્યુપ્રેશર પોઈન્ટથી સારવાર અપાશે

}ભાવનગરમહિલા મંડળ

ભાવનગરમહિલા મંડળ વિદ્યાનગર દ્વારા મહિલાઓ માટે 6 માસના સર્ટીફીકેટનો કોર્સ જેમા ભરતકામ, શિવણકામ, ફેન્સીવર્ગના વર્ગો ચલાવવામાં આવે છે. જેનો લાભ લેવા આવવુ.

}શ્રીમાળીસોની જ્ઞાતી

બાલમુકુન્દ ધરાઇ મુકામે તા.11 રવિવારના રોજ છાક મનોરથ લોટી ઉત્સવ પ્રસંગે જે વૈષ્ણવોની જવાની ઇચ્છા હોય તેણે સોની કિશોરભાઇ વાવડીવાળા પીરછલ્લા શેરી ખાંઇવાળા ખાંચામાં તા.1-12 સુધીમાં નામ નોંધાવી પાસ મેળવી લેવા.

}ભાવનગરજૈન સમાજ

તા.7-2નાચિંતામણી (શંખેશ્વરા) પાર્શ્વનાથ ભગવાન ભરતનગર વિભાગ પ્રથમ પ્રવેશ, પ્રતિષ્ઠાને 25મુ રજત જયંતી વર્ષની ઉજવણી નિમિતે સ્નાત્રપુજા, કોઇપણ પુજા, પુજન, ભાવના, સામાયિક, ભાગ્યભકિત ડ્રો, શેષ વિતરણ (સોસાયટી) સ્વામીવાત્સલ્ય, નવકારશી વિ.કાર્યનો લાભ લેવા સોમથી શનિ સાંજે 7 થી 8 ભરતનગર પાઠશાળાનો સંપર્ક કરવો.

}શ્રીન્યુ રિધ્ધિ સિદ્ધિ જૈન સોસાયટી ભરતનગર

તલાટીપાલીતાણા તા.4-5 ડીસે, તા.13 કંદમગીરી પંચતીર્થી યાત્રા, તા.17-18 શંખેશ્વર યાત્રાનુ બુકીંગ તા.30,1,2ના સાંજે 7 થી 8 ભરતનગર પાઠશાળા ખાતે કરવામાં આવશે.

}તદ્દનવિનામૂલ્યે ટયુશન

તમામવિદ્યાર્થીઓ માટે સ્પોકન ઇંગ્લીશ, જનરલ નોલેજ, ઇન્ટરનેશ શિખવાના વર્ગો 2 સુંદરમ ફલેટ સેન્ટ્રલ સોલ્ટ સામે સુરભી મોલ પાસે વાઘાવાડી ખાતે ચાલે છે.

}બાવનગામભાવસાર સ્થાનિક જ્ઞાતિ સમાજ

અડદીયાપાકનાવિતરણનુ આયોજન કરેલ છે. બુકીંગ એકટીવ સ્કૂલ પાસે સરદારનગર જ્ઞાતિની વાડીએ કરવામાં આવશે.

}વિનામૂલ્યેમેડીકલ કેમ્પ તથા અનાજ વિતરણ

મંગલચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેશભાઇ માવજીભાઇ લખાણી મારૂતી ઇમ્પેક્ષના સહયોગથી તા.4 રવિવારે સવારે 10 કલાકે એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસે આનંદનગર ખાતે સંસ્થાના ગુલાબી કાર્ડ ધારકોને અનાજ વીતરણ તથા ધનસુખભાઇ પટેલ એલઆઇસીના સહયોગથી પ્રસાદ વિતરણ તેમજ સદગૃહસ્થોને ત્યાથી આવેલ કપડા, ધાર્મિક મેગેઝીન, પગરખા, ડબલા વિતરણ કરાશે તથા ડોકટર દર્દીને તપાસી વિનામૂલ્યે દવા અપાશે એકયુપ્રેસરની સેવા પણ અપાશે રૂા.30ના ટોકન દરે ચશ્મા વિતરણ કરાશે. તેમજ પી.એન.આર. સોસા.ના સહયોગથી આંખોના મોતીયા, ઝામર,વેલ ઓપરેશન કરાવી અપાશે. તાપીબાઇ હોસ્પીટલના સહયોગથી હરસ, મસા, ભગંદરના ઓપરેશન કરાવી અપાશે.

}ભાવનગરથિયોસોફિકલ લોજમાં વકતવ્ય

આજેસાંજે 6 થી 7 કલાકે સભાખંડમાં કર્મની ગતિ ન્યારી પર અવંતિકાબેન મહેતા વકતવ્ય આપશે.

}શ્રીન્યુ રિધ્ધિ સિદ્ધિ જૈન સોસાયટી ભરતનગર

સમાજઉપયોગી થવા જૈન સમાજના વરરાજા થનારને મેરેજ પ્રસંગ પુરતો સુરવાલ સેટ તદ્દન વિનામૂલ્યે પરત આપવાની શરતે અપાશે. સંપર્ક નલીન વોરા 9374727297

શૈક્ષણિકનોંધ

}અનમોલ બાલઘર, પ્રાથમિક શાળા

શાળામાંઅર્બન હેલ્થ સેન્ટર ભાવનગર મહાનગર પાલિકા આરોગ્ય વિભાગના સહયોગથી આરોગ્ય તપાસણી કાર્યક્રમ તા.25, 28ના યોજાયેલ જેમા 360 બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવેલ.

}મુકતાલક્ષ્મીમહિલા વિદ્યાલય

ઉમરાળાખાતે જિલ્લાકક્ષાના ગણિત, વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 16માં મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલયની ધો.9ની વિ.ની પંડયા ધ્રૃતિ, પીઠડિયા તસ્લીમ રહીમભાઇએ વિભાગ-4માં ઉત્સાહભેર ભાગ લીધેલ તેમણે કચરાનુ વ્યવસ્થાપન અંગે સુંદર પ્રોજેકટ તૈયાર કરેલ.

મીિટંગ-બેઠક

}ભાવનગર શહેર બાબર જ્ઞાતિ યુવક મંડળ

ભાવનગરશહેર બાબર જ્ઞાતિ યુવક મંડળની માસીક મીિટંગ તા.29 મંગળવારે રાત્રે 9 કલાકે હાદાનગર ઉતાવળા હનુમાનજી મંદિર રસીકભાઇ બાબરની દુકાન પાસે હાદાનગર મેઇન રોડ ભાવનગર પરા ખાતે રાખેલ છે.

}સ્ત્રીનિકેતન

સ્ત્રીનિકેતનની સામાન્ય સભા તા.30 બુધવારે સાંજે 4 કલાકે સરોજબેન મહેતા મહિલા ઉદ્યાન રૂપમ ચોક ઘોઘા દરવાજા પાસે મળશે. જેમા સમયસરની રમત, વન મીનીટ ગેઇમ, મોબાઇલના ઉપયોગની માહીતીનો વાર્તાલાપ કરાશે.

િજલ્લાનોંધ

}સર પી.પી.ઇન્સ્ટીટયુટ અોફ સાયન્સ

એફવાયબીએસસી(એટીકેટી)ના વિદ્યાર્થીઓ તેની પ્રાયોગીક પરીક્ષાના ટાઇમ ટેબલ જે કોલેજમાં મોકલાવેલ છે. પ્રાયોગીક પરીક્ષા તા.3-12થી શરૂ થનાર છે.

}વળીયાઆટર્સ એન્ડ મહેતા કોમર્સ કોલેજ

ઇગ્નોસ્ટડી સેન્ટરની યાદીમાં જણાવાયુ છે. કે જે વિઘાર્થીઅઓ ડીસે.16માં પરીક્ષા આપવાના હોઇ અને હોલ ટીકીટ આવી હોય તેણે પોતાની હોલ ટીકીટ ઇગ્નોની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેવી.

}ગાંધીમહિલા કોલેજ

એમ.કોમ01 સેમે 01 અને એમ.એ 01 સેમે 01 (બધા વિષયો)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને પરીક્ષાની ફોર્મ તા.29-11ના 3 કલાકે ભરવામાં આવશે. તો દરેક વિદ્યાર્થીનીઓએ હાજર રહેવુ.

}કુકડીયાવાજા પરિવાર યુવા મિત્ર મંડળ

કુકડીયાવાજા પરિવારના યુવા મિત્ર મંડળની મીટિંગ તેમજ ચામુંડા માતાજીની મહાઆરતી તા.30-11 બુધવારના રોજ સાંજે 9 કલાકે ભુંભલી મુકામે ચામુંડા માતાજીના મઢે રાખેલ છે. દિપમાળ વાજા કાંતીભાઇ છગનભાઇની છે.

}એલ.આર.વળિયાકોલેજ

તા.5-12થીશરૂ થનાર બીએ, બીકોમ (ન્યુ સીબીએસસી) પધ્ધતિની પરીક્ષાના ફોર્મ જે વિઘાર્થીઓએ ઓનલાઇન ભર્યા હોય અને સાથે પરીક્ષા ફી પણ ઓનલાઇન ભરી હોય તેવા વિઘાર્થીઓ ની કોલેજ દ્વારા એલીજીબલ કર્યા હોય તેની એક યાદી કોલેજ નોટીસ બોર્ડ પર મુકેલ હોય વિદ્યાર્થીઓએ પોતાનુ નામ ચેક કરી જવુ.

}નંદકુંવરબામહિલા કોલેજ

અેફવાયબીએસસી (Pshysics Chemistry)ની લેવાનાર પ્રેકટીકલ પરીક્ષાના ટાઇમ ટેબલ આવી ગયેલ હોય કોલેજના નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે.

}શામળદાસઆર્ટસ કોલેજ

કોલેજનીબીજા સત્રની ફી એસવાયબીએ, ટીવાય બીએના વિઘાર્થીઓએ તા.29-11 થી 2-12 સુધીમાં 11-30 થી 2 સુધીમાં ભરવાની રહેશે.

}પરમેશ્વરીબેનસામનાણીનું ચક્ષુદાન કરાયુ

તા.27/11ના રોજ સ્વ.પરમેશ્વરીબેન રામભાઇ સામનાણી(ઉ.વ.85) નું અવસાન થતા તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્ય કાર્ય કરેલ છે. ઈન્ડીયન રેડક્રોસ વતી ડો.યોગેશભાઇ એસ ઉપાધ્યાયે ચક્ષુદાન સ્વીકારી અંધજનના લાભાર્થે ચક્ષુદાન સર ટી.હોસ્પીટલ ભાવનગર મોકલી આપેલ છે.

}હેતલબેનકાનાણીનું ચક્ષુદાન કરાયુ

તા.28/11ના રોજ સ્વ.હેતલબેન દિલીપભાઇ કાનાણી (ઉ.વ.30) નું અવસાન થતા તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્ય કાર્ય કરેલ છે. ઈન્ડીયન રેડક્રોસ વતી ડો.યોગેશભાઇ એસ ઉપાધ્યાયે ચક્ષુદાન સ્વીકારી અંધજનના લાભાર્થે ચક્ષુદાન સર ટી.હોસ્પીટલ ભાવનગર મોકલી આપેલ છે.અન્ય સમાચારો પણ છે...