• Gujarati News
  • બોરડીમાં ટ્રક પલ્ટી ખાતા અનેક રાહદારીઓ ઘવાયા

બોરડીમાં ટ્રક પલ્ટી ખાતા અનેક રાહદારીઓ ઘવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા-મહુવા નેશનલ હાઇવે પરના બોરડા ગામના બસસ્ટેન્ડ પાસે બુધવારે સવારે ભરચક ટ્રાફિક વરચે પસાર થતા ટોરસ ટ્રકનુ ટાયર ફાટતા ખાડામાં પડેલા પથ્થરો ઉડતા ત્યાંથી પસાર થતા પાંચેક શખ્સોને પથ્થરો વાગતા ઇજા થઇ હતી. જયારે ત્યાંથી પસાર થતી મહિલાએ સમયસુચકતા દાખવતા બચી જવા પામી હતી. આથી દુકાનમાં પથ્થર ઉડતા ફ્રીઝ તુટી ગયુ હોવાનુ વેપારીએ જણાવ્યુ હતુ.
અહિંથી પસાર થતા માલવાહક વાહનોના કારણે છાશવારે પથ્થરો ઉડે છે. તેથી તંત્ર દ્વારા તાકીદે ખાડાઓ પુરી રીપેરીંગ કરવામાં નહિ આવે તો વેપારીઓ દ્વારા રસ્તા રોકો આંદોલનના મંડાણ કરાશે તેવી ચિમકી ઉરચારાઇ છે.
ભાવનગર . ૨૮ મે
તળાજા તાલુકાના બોરડા ગામના બસસ્ટેન્ડમાં બુધવારે સવારે ટ્રકનુ ટાયર ફાટતા અનેક શખ્સો ઘવાયા હતા. અહિંના ખાડાઓ બુરવામાં તંત્ર દ્વારા વિલંબ થશે તો ઉશ્કેરાયેલા વેપારીઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરાશે.