તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા પંથકમાં વીજ ચેકિંગ 25 લાખની ચોરી ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો . 26 ફેબ્રુઆરી

પીજીવીસીએલદ્વારા આજે વહેલી સવારથી તળાજા શહેર તથા તળાજા-ત્રાપજ સબ ડીવીઝન વિસ્તારના ગામડાઓમાં જુદી જુદી જગ્યાએથી કુલ 46 જેટલી ચેકીંગ સ્કોર્ડ દ્વારા વ્યાપક વીજ ચેકીંગ આદરતા વીજ ગેરરીતિ કરનારામાં સોપો પડી ગયો હતો.

અંગે પીજીવીસીએલ સુત્રોના જણાવ્યા મુજબ આજ સવારથી વીજ ચેકીંગનો કાફલો તળાજા ત્રાપજ સબ ડીવીઝનના લાઇટીંગ કનેકશન ચેકીંગમાં ઉતરી પડી તળાજા શહેર ઉપરાંત રોયલ, હબુકવડ, ટીમાણા, ભદ્રાવળ, મોટી માંડવાળી, નેશીયા, દેવલી, તરસરા, વેળાવદર, પાદરી (ગો), પાવઠી, સરતાનપર, ખંઢુેરા, મહાદેવપરા, કઠવા, મણાર, ભારાપરા, મથાવડા સહીતના ગામોમાં કુલ 620 કનુેકશનોમાં ચેકીંગ આદરી તે પૈકી કુલ 206 કનેકશનોમાં વિવિધ રીતે ગેરરીતિ ઝડપી પાડી કુલ 25 લાખ ઉપરનુ બીલીંગ કરવામાં આવ્યુ હતુ.

વીજ કંપની દ્વારા અવાર નવાર ચેકીં કરી વ્યાપક દરોડા પાડવામાં આવતા વિવિધ રીતે વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.

206 કનેકશનોમાંથી ગેરરીતિ પકડી પાડી

તળાજા-ત્રાપજ સબ ડિવિઝનમાં 46 ટીમોનુ 620 કનેકશનોમાં ચેકિંગ

અન્ય સમાચારો પણ છે...