• Gujarati News
  • મહુવાથી ગોપનાથ એસટી રૂટ પુન: શરૂ કરવા માંગણી

મહુવાથી ગોપનાથ એસટી રૂટ પુન: શરૂ કરવા માંગણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા ઘણા મહિનાઓથી મહુવા ડેપોએ તેમની ચાલતી અને સારી એવી કમાણી આપતી રૂટની બસ મહુવા કળસાર-ગોપનાથ તણસા બસ કોઇ કારણોસર છેલ્લા ઘણા મહિનાઓથી બંધ કરેલ છે. ચોમાસુ પુર્ણ થયા છતાં રૂટની તમામ એસટી બસો દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક શરૂ કરવાની વિસ્તારની જનતાની માંગણી છે.

રૂટમાં બે ડઝનથી વધુ ગામોના લોકોને બહારગામ જવા આવવામાં અને તાલુકા મથકે જવા આવવા અને તીર્થ સ્થાનોના દર્શને જવા માટે અને સદભાવના હોસ્પીટલ જવા માટે રૂટ ઉપયોગી અને અનુકુળ છે. આથી તાકીદે રૂટ શરૂ કરવા માંગ ઉઠી છે.