તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| ધીરજલાલ જગન્નાથ ઉપાધ્યાય (ઉ.વ.76)તા.26ને શુક્રવારે સ્વર્ગવાસ થયેલ છે. તે પારૂલબેન, ગાયત્રીબેનના પિતાશ્રી, અરવિંદકુમાર બાલાશંકર ભટ્ટ, ભરતકુમાર બાબુલાલ જોષીના સસરા, લાભુબેન રેવાશંકર જોષી, મંગળાબેન મગનલાલ જોષીના નાના ભાઇ, પ્રભાબેન મગનલાલ ઉપાધ્યાયના ભત્રીજા, મૌલીક, હિતેન, ચાંદની, બિંજલ, મિત, મહેશ્વરી નાના થાય. તેનું બેસણું તા.29ને સોમવારે સાંજે 4 થી 6 તેના નિવાસસ્થાન ગાયત્રીનગર, શિવ શક્તિ સોસાયટી, બ્લોક નં.11-એમ, રૂમ નં.6414 ખાતે રાખેલ છે.

ભાવનગર| સવિતાબેન વૃજલાલ િત્રવેદી વિરડીવાળાહાલ ભાવનગર તે દિનકર (ભગત)ભાઇ વી. િત્રવેદી, ધનવંતભાઇ વી., રશ્મિનભાઇ વી. િત્રવેદી, સ્વ.કમળાબેન કે. દવે, મુકતાબેન પી. િત્રવેદી, ઉષાબેન પી. િત્રવેદી, જયાબેન કે. િત્રવેદી, વિમળાબેન એમ. િત્રવેદી, હંસાબેન ડી. જોષી, ભાવનાબેન એ. જોષી, નયનાબેન એ. િત્રવેદીના માતુશ્રી, હસમુખભાઇ ડી. િત્રવેદી, સંજયભાઇ ડી. િત્રવેદી, જનક ડી. િત્રવેદી, દીપક ડી. િત્રવેદીના દાદી તા.27ને શનિવારે કૈલાસવાસી થયેલ છે. તેની સાદડી તા.29ના સાંજે 4 થી 6 રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે આકાશગંગા ફલેટ, એચ/2/3466, સમર્પણ ચોક, ગાયત્રીનગર ખાતે રાખેલ છે.ઝાંઝમેર,તા.તળાજા | ઘનશ્યામભાઇ જાદવજીભાઇ ભટ્ટ (ઉ.વ.75)તે સ્વ.નટવરલાલ જાદવજીભાઇ (અમેરિકા), બટુકરાય જાદવજીભાઇ (ઝાંઝમેર), સ્વ.ચંદુલાલ જાદવજીભાઇ (પીથલપુર), સ્વ.ભાનુશંકર જાદવજીભાઇ, સ્વ.માનશંકર જાદવજીભાઇ, નૌતમભાઇ જાદવજીભાઇ (નિવૃત્ત આચાર્ય) (તમામ ઝાંઝમેર), ગં.સ્વ.જયાબેન ગુણવંતરાય જોષી (મોરંગી)ના નાના ભાઇ, ભાસ્કરભાઇ (મ.શી. દક્ષિણામૂર્તિ ભાવ.), ચારૂબેન અરવિંદકુમાર િત્રવેદી (ભાદ્રોડ), કિશોરીબેન ચેતનકુમાર જોષી (મહુવા)ના પિતાશ્રી, હેમાલીબેન (સિદસર), માધવભાઇના દાદાજી, અરવિંદકુમાર ભગવાનભાઇ િત્રવેદી (ભાદ્રોડ) (તા.પં. મહુવા), ચેતનકુમાર હરિશચંદ્ર જોષી (ના.મામલતદાર મહુવા)ના સસરા તા.27ને શનિવારે ઝાંઝમેર મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તેનું ઉત્તરકારજ તા.9/3ને બુધવારે સવારે 10 કલાકે ઝાંઝમેર મુકામે રાખેલ છે.ભાવનગર| ગામધારડી હાલ ભાવનગર નિવાસી ગોહિલ વિક્રમસિંહ બાપલભાના જમાઇ પ્રતાપસિંહરણજીતસિંહ જાડેજા હાડાટોડા(ધ્રોલ) તા.26ને શુક્રવારે સ્વર્ગવાસ થયેલ છે. તે ગોહિલ વખતસિંહ, મેઘરાજસિંહ, મહાવિરસિંહ (પીડબલ્યુડી, તળાજા), ચંદુભા, ટેમુભા, વિજયસિંહના જમાઇ, નરેન્દ્રસિંહ (દેવુભા), કૃષ્ણદેવસિંહ (કાનભા), જગદીશસિંહ (આરપીએફ, ભાવનગર), રવિરાજસિંહ, પૃથ્વીરાજસિંહના બનેવી થાય. તેનું બેસણું તા.3/3ને ગુરૂવારે સાંજે 4 થી 6 મિલ્ટ્રી સોસાયટી, પ્લોટ નં.11, માધુભાની ઘંટીની સામેના ખાંચામાં, ભાવનગર મુકામે રાખેલ છે.ભાવનગર| પટેલ દિનેશભાઇ પોપટભાઇ (વડશક,ઉ.વ.62) તે મધુબેન જેન્તીભાઇ વાડીયાના પતિ, વિરલભાઇ (લાલો)ના પિતાશ્રી, પરષોતમભાઇ પોપટભાઇ પટેલ, નારણભાઇ, શાંતિભાઇ, સ્વ.રમેશભાઇ, સ્વ.ભરતભાઇ, સ્વ.હિંમતભાઇના નાના ભાઇનો સ્વર્ગવાસ તા.27ને શનિવારે ભાવનગર મુકામે થયેલ છે. તેનું બેસણું તા.29ને સોમવારે સાંજે 4-30 થી 6 લેઉવા પટેલ જ્ઞાતિની વાડી, ધજાગરાવાળી શેરી, કણબીવાડ ખાતે રાખેલ છે.

મઢડા,તા.સિહોર | ભગવાનભાઇ દીયાળભાઇ ભાયાણી (ઉ.વ.83)તા.25ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે ભાયાણી રામજીભાઇ, પરશોતમભાઇના મોટા ભાઇ, શંભુભાઇ, સુરેશભાઇ, અશોકભાઇ, ભરતભાઇના પિતાશ્રી થાય. તેનું બેસણું તા.29ને સોમવારે સવારે 8 થી સાંજના 5 સુધી મઢડા મુકામે રાખેલ છે. સુરત ખાતે તા.29ને સોમવારે સાંજે 8 થી 10 જૂની શક્તિ વિજયની વાડી ખાતે રાખેલ છે.

વલભીપુર| વેલજીભાઇ નાગજીભાઇ જાદવાણી (ઉ.વ.55)તા.26ને શુક્રવારે અવસાન પામેલ છે. તે સ્વ.નાગજીભાઇ ગણેશભાઇ જાદવાણીના પુત્ર, પરશોતમભાઇ નાગજીભાઇ, વલ્લભભાઇ નાગજીભાઇ, ચંદુભાઇ નાગજીભાઇ જાદવાણીના ભાઇ થાય. તેનું બેસણું તા.29ને સોમવારે વલભીપુર મુકામે રાખેલ છે. તા.3/3ને ગુરૂવારે ગોવિંદજી હોલ, ડભોલી રોડ ખાતે સાંજે 8 થી 10 સુરત મુકામે રાખેલ છે.

રોહિશાળા| ડાવરાથોભણભાઇ જેરામભાઇના પત્ની કડવીબેન(ઉ.વ.85)તા.26ના સ્વર્ગવાસી થયેલ છે. તે ભરતભાઇ, હર્ષદભાઇ, પ્રવિણભાઇ (પી.ટી.), હંસાબેન (મુળધરાઇ), ઇન્દુબેન (ઉગામેડી)ના માતુશ્રી, લખમણભાઇ, ગગજીભાઇ, ભીમજીભાઇ, અશોકભાઇના કાકી, ધીરૂભાઇ અરવિંદભાઇના મોટા બા થાય. તેનું બેસણું રોહિશાળા મુકામે તા.29ને સોમવારે તથા ઉત્તરક્રિયા તા.6/3ને રવિવારે રાખેલ છે.બોટાદ| રોજીદવાળાકોંઢિયામહેશભાઇ રમણીકલાલ (સોની,ઉ.વ.59) તા.27ને શનિવારે ગૌલોકવાસી થયેલ છે. તે હર્ષદભાઇના મોટા ભાઇ, કલ્પેશભાઇ, રાજેનભાઇ, રવિભાઇ, વૈશાલીબેન જીજ્ઞેશકુમાર માંડલીયા, માધુરીકાબેન ભાવિનકુમાર માંડલીયાના પિતાશ્રી, પ્રશાંતભાઇ, અવનીબેનના ભઇજી, દીપકભાઇ, ચેતનભાઇ, દેવાંગભાઇના પિતરાઇ ભાઇ થાય. તેનું બેસણું તા.29ને સોમવારે બપોરે 3 થી 5 શ્રીમાળી સોનીની વાડી, પીપળાવાળી શેરી, બોટાદ મુકામે રાખેલ છે.લાખાવાડ,તા.પાલિતાણા | મોરી ઘેલાભાઇ કાનાભાઇ (ઉ.વ.42)તા.26ના રામચરણ પામેલ છે. તે કાનાભાઇ ફાવાભાઇ મોરીના પુત્ર, રામશંગભાઇ ફાવાભાઇ મોરીના નાના ભાઇના દીકરા, મનુભાઇ કાનાભાઇના નાના ભાઇ, ઉદયભાઇ, વનરાજભાઇના મોટા ભાઇ, વરતેજ નિવાસી હાલ અમદાવાદ પરમાર અર્જુનસિંહ રૂપસિંહ (નિવૃત્ત ડી.વાય.એસપી.)ના ભાણેજ, વલભીપુર નિવાસી સ્વ.કાળુભાઇ ભીખાભાઇ રાઠોડના જમાઇ, વિક્રમભાઇ કાળુભાઇ રાઠોડના બનેવી થાય. તેનું બેસણું તેમજ ધાર્મિકવિધિ લાખાવાડ તેના નિવાસસ્થાને રાખેલ છે.

લાખણકા(ગો.), તા.ગઢડા | બાલુબા રવજીભાઇ પઢીયાર (ઉ.વ.95)તા.27ને શનિવારે રામચરણ પામેલ છે. તે વાઘજીભાઇ, જોરશંગભાઇ, પોપટભાઇના માતુશ્રી, દિપશંગભાઇ, નારણભાઇ, અરજણભાઇના ભાભી, શિવાભાઇ, પોપટભાઇ, અજીતભાઇના મોટા બા, શાંતુબેન નારશંગભાઇ પરમાર (કાનપર), કાશીબેન જાદવભાઇ ચૌહાણ (નવાણીયા), કાનુબેન જોરશંગભાઇ રાઠોડ (અડતાળા)ના માતુશ્રી, મોટી કુંડળ નિવાસી જાળીયા નારણભાઇ, માનશંગભાઇ, કરશનભાઇ, વિરશંગભાઇના બેન, પઢીયાર ભગવાનભાઇ, રણજીતભાઇ, કરણભાઇ, પ્રદિપભાઇ, વિક્રમભાઇ, રાજુભાઇ, નરેશભાઇના ગઢાબા થાય. તેનું બેસણું તા.29ને સોમવારે અમારા નિવાસસ્થાને લાખણકા ફકત એક દિવસ રાખેલ છે.ભાવનગર| સ્વ.દેવનમલવેડોમલ બાલાણીના પુત્રવધૂ, મહેશભાઇના પત્ની રેશ્માબેન(ઉ.વ.41)તા.26ને શુક્રવારે અવસાન પામેલ છે. તે હાસાનંદ, દિલીપભાઇ, મુકેશના ભાભી, સ્વ.ફગણમલ વેળોમલ, સ્વ.બસંતભાઇ સ્વ.ઉધારામ, હરીભાઇના ભત્રીજાના પત્ની, મનહરલા ફગણમલ, જીતેન્દ્ર બસંતભાઇ, સુનિલ ઉધારામ, ધર્મેન્દ્ર હરીભાઇના ભાભી થાય. તેનું બેસણું (પગડીયું) તા.28ને રવિવારે સાંજે 5-30 કલાકે દેરાલાલ સીતલદાસ મ્યુ. સિન્ધી સ્કૂલ સામે, રસાલા કેમ્પ, ભાવનગર ખાતે રાખેલ છે. સાંજે 4-30 થી 5-30 સતસંગ કિર્તન ભાઇઓ તથાબહેનોનો સાથે રાખેલ છે.ભાવનગર| ઇન્દુમતીબેન જોનીભાઇ હાલારી (ઉ.વ.77)તે ભોગીભાઇ કાનજીભાઇ હાલારીના પત્ની, કિશોરભાઇ, નીતાબેન, નયનાબેન, ક્રિષ્નાબેનના માતુશ્રી, નિરવ, કૃપા, દર્શનના દાદીમા તા.27ના અવસાન પામેલ છે. તેનું બેસણું તા.29ને સોમવારે અમારા નિવાસસ્થાને રાખેલ છે. તેનું ચક્ષુદાન કરેલ છે.ભાવનગર| સ્વ.શામજીભાઇભાણજીભાઇ સોંડાગરના દીકરા રજનીભાઇ શામજીભાઇના નાના દીકરા મનીષભાઇ(ઉ.વ.42)તા.26ને શુક્રવારે શ્રીજી ચરણ પામેલ છે. તે ભરતભાઇના નાના ભાઇ, સ્વ.અમૃતલાલ શામજીભાઇ, વ્રજલાલભાઇ શામજીભાઇ, સ્વ.બટુકભાઇ શમજીભાઇ, રમેશભાઇ શામજીભાઇના ભાઇના દીકરા, જગદીશભાઇ વ્રજલાલભાઇ, ઘનશ્યામભાઇ વ્રજલાલભાઇ, મનોજભાઇ અમૃતલાલ, કમલેશભાઇ અમૃતલાલ, હિતેશભાઇ બટુકભાઇ, ચિરાગભાઇ વ્રજાલભાઇ, કેવલ રમેશભાઇ, સ્વ.વિપુલ રમેશભાઇના કાકાના દીકરા, કેશા, શુભ, શારાના કાકા થાય. તેનું બેસણું તા.29ને સોમવારે બપોરે 4 થી 6 દેસાઇનગરની સામે, ચિત્રા પેટ્રોલ પંપની પાછળ, જૂનુ રૂષીરાજનગર, બ્લોક નં.138, સહજાનંદ ખાતે રાખેલ છે. તેની દશાશ્રાદ્ધ તા.7/3ને સોમવારે રાખેલ છે.ચણીયાળા,તા.ઘોઘા | રાવ દલસુખભાઇ હરીભાઇ (ઉ.વ.58)તા.26ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે હાર્દિકભાઇ, જયદીપના પિતાશ્રી, અશોકભાઇ, ગીરેશભાઇના મોટા ભાઇ, દેવીડના દાદા, કાંતિભાઇ ગોવિંદભાઇ, મનસુખભાઇ માવસંગભાઇ, રાયચંદ ખોડુભા, ઇન્દુભાઇ ભીખુભાના ભત્રીજા, રાજભા, વિરેન્દ્ર, મનસુખભાઇ ડી. રાવના મોટા ભાઇ, ગૌતમભાઇ એન., દર્શન નરેન્દ્રભાઇના મામા, ગૌતમ, તેજસના સસરા થાય. તેની ઉત્તરક્રિયા તા.6/3ને રવિવારે ચણીયાળા મુકામે રાખેલ છે.નાનીરાજસ્થળી ડુંગરની | નાથીબેન (ઉ.વ.80)તે વશરામભાઇ મારૂના પત્ની તા.25ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે મારૂ ઘુસાભાઇ વશરામભાઇના માતુશ્રી, સંજયભાઇ, તોગાભાઇના ગઢામા, સગુમભાઇ, ખોડાભાઇ, કરશનભાઇ, બાથાભાઇ, ગોબરભાઇના કાકી (ઠાડચ) ગલાણી બાલાભાઇ, હાવાભાઇ, કમાભાઇ, ચિથરભાઇના ફઇ થાય. તેનું ઉત્તરકારજ તા.4/3ને શુક્રવારે તેના નિવાસસ્થાને દિવસનું રાખેલ છે.

વરતેજ| મેહુલભાઇ હરીભાઇ સાટીયા (ઉ.વ.18)તા.26ના અવસાન પામેલ છે. તે હરીભાઇ પોપટભાઇ સાટીયાના પુત્ર, મેરાભાઇ રેવાભાઇના ભાઇનો દીકરો, હકાભાઇ પોપટભાઇના નાના ભાઇનો દીકરો, લખાભાઇ જોધાભાઇ સાટીયાના ભાઇ, કાળુભાઇ જોધાભાઇના ભાઇ, રાહુલભાઇ, મુન્નાભાઇ, લાલાભાઇના ભાઇ થાય. તેનું બેસણું વરતેજ ભરવાડ શેરી, પાણીની ટાંકી, નદી કાંઠે તેના નિવાસસ્થાને રાખેલ છે.

રાળગોન| ભકાભાઇ ટપુભાઇ મેર (ઉ.વ.70)તે બીજલભાઇ સામતભાઇના પિતાશ્રી, ભોપાભાઇ, પાંચાભાઇ, ચોથાભાઇ, ધનાભાઇ, ગોવિંદભાઇના મોટા ભાઇ, ગોરસવાળા કીહલા ગોબરબાપુ નાનબાપુના ભાણેજ, ગોરસવાળા ઘેલાભાઇ ભીખાભાઇ કિહલાના મામા તા.26ને શુક્રવારે રામચરણ પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.8/3ને મંગળવારે રાળગોન મુકામે રાખેલ છે.કંટાસર| વિજુબેન સોંડાભાઇ પરમાર (ઉ.વ.52)તા.26ને શુક્રવારે સ્વર્ગવાસ થયેલ છે. તે અશોકભાઇ પ્રવિણભાઇ, અરવિંદભાઇના માતુશ્રી, સ્વ.ધુડાભાઇ ચીથરભાઇ શિયાળ બાલાભાઇ, જીણુબેન, રંભાબેન, નાનીબેન, અજવાળીબેન, લીલુબેનના બેન, ઘનશ્યામભાઇ, ધરમશીભાઇ, હિંમતભાઇ, લાલજીભાઇ, જયંતીભાઇ, ભરતભાઇ, ટીણાભાઇના ફઇ, બાલાભાઇ સાદુડભાઇ પરમાર, કરમશીભાઇ મથુરભાઇ બારૈયા, ધુડાભાઇ પરમારના મામાના દીકરી બહેન થાય. તેનું કારજ તા.6/3ને રવિવારે કંટાસર મુકામે રાખેલ છે. પિયર પક્ષે બેસણું ઝાંઝમેર ખુબવાડીએ બાલાભાઇ ચીથરભાઇ શિયાળના ઘરે રાખેલ છે.

કંટાસર| સોડાભાઇજેરામભાઇ પરમારના પત્ની વિજુબેન(ઉ.વ.62)તે ડાયાભાઇ, ગેમાભાઇના ભાભી, અશોકભાઇ, પ્રવિણભાઇ, અરવિંદભાઇના માતૃશ્રી, ગોબરભાઇ ઓઘડભાઇના નાનાભાઇના પત્ની, જેન્તીભાઇ, વિપુલભાઇના મોટાબા, શિયાળ બાલાભાઇ ચીથરભાઇ (ઝાંઝમેર)ના બેન, ઘનાભાઇના ફઇબા તા.26ને શુક્રવારે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા (પાણીઢોળ) તા.6/3ને રવિવારે તેમના નિવાસ સ્થાને કંટાસર મુકામે રાખેલ છે.

નવીતરેડી | ચોથાભાઇ સામતભાઇ શિયાળ (ઉ.વ.60)તે કડવાભાઇના નાનાભાઇ, વલ્લભભાઇ, મનુભાઇ, જીવનભાઇના પિતાશ્રી, ખીમજીભાઇ, મથુરભાઇ, મગનભાઇના કાકા, વેલજીભાઇ, મગનભાઇ ધુંધળવા (બિલડી)ના બનેવી તા.25/2ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.4/3ને શુક્રવારે દિવસે નવી તરેડી તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

કળસાર| પરમાર માવજીભાઇ નોંઘાભાઇ (ઉ.વ.75)તા.26ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે જીવનભાઇ, પ્રાગજીભાઇ, ચકુરભાઇના પિતાજી, પરશોતમભાઇના મોટા ભાઇ, પ્રકાશભાઇના મોટા બાપુ થાય. તેનું ઉત્તરકારજ તા.8/3ને મંગળવારે તેના નિવાસસ્થાને કળસાર મુકામે રાખેલ છે.ભાવનગર| પ્રવિણભાઇ સોમાભાઇ ચૌહાણ તા.25નારામચરણ પામેલ છે. તે ઘુસીબેન સોમાભાઇ ચૌહાણના દીકરા, હરીભાઇ ભીખાભાઇ ચૌહાણના ભત્રીજા, અશોકભાઇ, ભરતભાઇ, બુધાભાઇના મોટા ભાઇ, જયેશભાઇ રામજીભાઇ, સોનલબેનના પિતાશ્રી, રાજેશભાઇના કાકા, દિલીપભાઇ, મનોજભાઇ, અલ્કેશભાઇ, રવિભાઇ, મનીષભાઇના કાકા, દીપકભાઇના સસરા થાય. તેના સુવાળા તા.29ને સોમવારે રાખેલ છે. બેસણું 4 થી 6 અમારા નિવાસસ્થાને પ્લોટ નં.147-એ, 50-વારીયા, ખેડૂતવાસ, ભાવનગર ખાતે રાખેલ છે.સણોસરા| નાનજીભાઇ કરશનભાઇ પરમાર (ઉ.વ.78)તા.26/2ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે બેચરભાઇ નાનજીભાઇ, મનસુખભાઇ, દિનેશભાઇ, નરેશભાઇના પિતાશ્રી, કાંતિલાલ રેવર, મનુભાઇ અણજારાના સસરા થાય. તેમની ઉત્તરક્રિયા તા.1/3ને મંગળવારે સણોસરા મુકામે રાખેલ છે.પીપરડી| ભીમજીભાઇ વીરાભાઇ ગોહિલ (ઉ.વ.95)તા.27/2ને શનિવારે રામચરણ પામેલ છે. તે ભૂપતભાઇ, પોપટભાઇ, કિશોરભાઇ, રાજુભાઇના પિતાશ્રી, મનજીભાઇ ત્રિકમભાઇ, ઝીણાભાઇ, નાનુભાઇ, લાભુભાઇ, દુલાભાઇ, સ્વ.કરશનભાઇ ઘુસાભાઇના કાકા થાય. તેમની ઉત્તરક્રિયા સરવણી તા.9/3ને બુધવારે પીપરડી મુકામે રાખેલ છે.

જૈનમરણમહુવા| દાઠાનિવાસી હાલ મહુવા કાંતિલાલ ગોપાળજીભાઇ દોશીના પત્ની સુભદ્રાબેન(ઉ.વ.74)તે શરદભાઇ, પંકજભાઇ, જીતુભાઇ, હિતેશભાઇ, મિનલબેન કૌશિકભાઇના માતૃશ્રી, પ્રતિભાબેન, મનિષાબેનના સાસુ, જેનીલ, યશ, કેનીલ, દેવાંશ, માનસી, નિરાલી, બંસી, ક્રિષાના બા, વોરા ઉમેદચંદ કલ્યાણજીભાઇ (ત્રાપજ)ના દિકરી તા.25/2ને ગુરૂવારે અવસાન પામેલ છે. તેમની સાદડી રાખેલ નથી. તેમની તિથી તા.11/3ને શુક્રવારે જૈન ભોજનશાળા, મહુવા રાખેલ છે.

ભાવનગર| સ્વ.દોશીકાન્તીલાલ ગોપાળજી (દાઠાવાળા) હાલ મહુવાના પત્ની શાંતાબેન(ઉ.વ.74)નુંમહુવા મુકામે તા.26ને શુક્રવારે અવસાન થયેલ છે. પિયર પક્ષે ત્રાપજવાળા હાલ ભાવનગર સ્વ.વોરા ઉમેદચંદ કલ્યાણજીના દીકરી, સ્વ.રમણીકભાઇ, કાન્તીભાઇ, ચંદુભાઇ, જયંતીભાઇ, સ્વ.ગજરાબેન અનંતરાયના બહેન, ઇચ્છાબેન સોમચંદભાઇ ટાણાવાળા, તારાબેન ખાન્તીલાલ કમળેજવાળાના ભાભી થાય. તેની સંયુકત સાદડી સાથે તા.28ને રવિવારે સવારે 9 થી 11 વોરા કાન્તીલાલ ઉમેદચંદ, કાળાનાળા, દાદાસાહેબ એપાર્ટમેન્ટ, દાદાસાહેબ દેરાસરની સામે, ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર| સ્વ.વલ્લભદાસવૃજલાલ મહેતાના પુત્ર પ્રફુલ્લભાઇવલ્લભદાસ મહેતા (ઉ.વ.62)તા.25ને ગુરૂવારે નવકારમહામંત્રનું સ્મરણ કરતા અરિહંતશરણ પામેલ છે. તે જયોતિન્દ્રભાઇ વલ્લભદાસ મહેતા, સ્વ.મંજુબેન ધનવંતરાય ભાયાણી, રમાબેન વિનોદરાય શાહ, હર્ષાબેન શૈલેશભાઇ શાહ (સોહાગ સિલેકશનવાળા)ના ભાઇ, સ્વ.નવિનચંદ્ર જમનાદાસ મહેતા (નવિનચંદ્ર એન્ડ કાું.) બારદાનવાળાના કાકાના દીકરા ભાઇ, સ્વ.પ્રવિણભાઇ, સ્વ.દિનેશભાઇ, સતીષભાઇના દાદાના દીકરા ભાઇ, મોસાળ પક્ષે નંદલાલ દુર્લભદાસ ડેલીવાળા, અમૃતલાલ દુર્લભદાસ ડેલીવાળા, ચીમનલાલ દુર્લભદાસ ડેલીવાળાના ભાણેજ થાય. તેની બન્ને પક્ષે પ્રાર્થનાસભા તા.28ને રવિવારે સવારે 9 થી 11 સાકળીબાઇ હોલ, કૃષ્ણનગર ખાતે રાખેલ છે.

મુસ્લિમમરણભાવનગર| કુતુબુદીનભાઇ એહમદઅલી ઝવેરી (ઉ.વ.82)તે જુબેદાબેનના શાૈહર, આસીફભાઇ, શબ્બીરભાઇ, ઇલ્યાસભાઇ, મુમીરાબેનના બાબાજી, મોઇજભાઇ મદ્રાસવાળાના સસરા, હુસૈનાબેન ઝવેરી, મ.નુરૂદીનભાઇ, મ.બદરૂદીનભાઇ, મ.સૈફુદીનભાઇ, નજમુદીનભાઇ, નફીસાબેન (જસદણવાળા)ના ભાઇ તા.27ને શનિવારે ખુદાતઆલાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેના જયારતના સીપારા તા.29ને સોમવારે 11 કલાકે મહમદી બાગ, જુની નાળીયેરવાળી વખાર, ભાવનગર મુકામે રાખેલ છે.ગઢડા(સ્વામીના) | ગઢડા(સ્વા.) નિવાસી મ.હાજીભાઇ તાજુભાઇ સોરા સંધિ (બરફવાળા)ના ઔરત જુબેદાબેન(ઉ.વ.63)તા.27ના ખુદાપાકની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે મરર્હુમા ઇનુસભાઇ, સિકંદરભાઇ, દિલાવરભાઇ, સલીમભાઇ, મુસ્તુફાભાઇના વાલીદા, કાળુભાઇ તાજુભાઇ સોરાના ભાભી, અબ્દુલ કરીમભાઇ, મહંમદભાઇ ટીંબીવાળાના બેન, રફીકભાઇ ઇબ્રાહીમભાઇ (નસીમ ઓટો, મહુવા), ઇસુબભાઇ ઇબ્રાહીમભાઇ (અમદાવાદ)ના સાસુ થાય. તેની જીયારત તા.29ને સોમવારે પુરૂષો માટે સવારે 9-30 થી 10-30 સુધી આમેના મસ્જીદમાં (મેમન કોલોની પાસે) તથા ઔરતો માટે તેના નિવાસસ્થાને મઘરપાટમાં રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...