તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર ટી.હોસ્પિ.માં 2 નવજાત શિશુના મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર.ભાવનગર.27 ફેબ્રુઆરી

ભાવનગરસર ટી હોસ્પિટલમાં આવેલા ગોપનાથ મેટરનીટી હોમમાં આજે એક દિવસમાં બે નજાત શીશૂ�ઓના મોત થતાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં છેલ્લા એક માસમાં 18 જેટલાં નવજાત બાળકોના મોત થયાં છે. વિભાગના વડા ડો. જે.આર. ગોહિલને પૂછતાં તેમણે કહ્યું કે આજે બે બાળકોના મૃત્યુ થયાં હતા અને મોટી સંખ્યામાં બાળકો દાખલ થતાં હોઇ અહિ સરેરાશ મહિનામાં 15થી 22 બાળકોના મોત થાય છે. ઉલ્લેખનિય છે કે આજથી ચારેક મહિના પહેલા આંકડો 42 સુધી પહોંચી ગયો હતો. લોકો ઇચ્છી રહ્યા છે કે હોસ્પિટલ તંત્ર ડેથ રેશિયો વધે નહીં તે માટે જરૂરી પગલાં લે.

અન્ય સમાચારો પણ છે...