ગુનેગારોને આકરી સજા કરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુનેગારોને આકરી સજા કરો

તળાજાનાં શોભાવડ ગામે ગભરૂ દલિત બાળાઓનાં શારિરીક શોષણ કર્યાની ઘટનાનાં ગ્રામ્ય વિસતાર સહિત તાલુકાનાં વિવિધ ગામોમાંથી દલિત યુવાસંઘ-દલીત અધીકાર સંઘ સહીત વિવિધ સંસ્થા અને સંગઠનોએ સામુહીક રીતે સ્વયં ઘટના અંગે જનજાગૃતિ કેળવવા રેલી યોજવામાં આવી હતી, ત્યારબાદ તળાજા મામલતદાર કચેરી અને પ્રાન્ત અધીકારીની કચેરીએ આજે આવેદન પત્ર આપ્યુ હતું. ઘટનાની તલસ્પર્શ તપાસ કરી સંડોવાયેલ હોય તે તમામ સામે સઘન કાર્યવાહી કરવા ઉગ્ર માંગ રજુ કરવામાં આવી હતી જયારે વલભીપુર દલીત સમાજ દ્વારા તેમજ ભાવનગર જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ દ્વારા પણ આવેદન પત્ર પાઠવી આકરી સજાની માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...