તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેવાડાના ખેડૂત સુધી પહોંચી ચક્ષુદાન જાગૃતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હંમેશાબીજાને મદદરૂપ થવામાં કેટલાક લોકો આખું જીવન જીવી જાય છે, તો કેટલાક તેનાથીય ચડીયાતા હોય, પોતાની જીંદગી બુઝાઇ ગયા બાદ પણ બીજાના જીવનનો અંધકાર દુર દુર કરીને સમાજને પ્રેરણારૂપ બની જાય છે. આવો એક દાખલો તળાજાના છેવાડાના ગામના ખેડુતનો છે, યુવા ખેડૂતે ચક્ષુદાન કરીને ખેડુત સમાજને નવી પ્રેરણા આપી છે.

તળાજાના સાંખડાસર નં - 1 ગામના ખેડૂત પરીવારના ભુપતભાઇ બાધાભાઇ લાડુમોરનું તાજેતરમાં અવસાન થતા તેમની ઇચ્છા મુજબ તેમના પરીવારે ચક્ષુદાન કરીને એક પ્રજ્ઞાચક્ષુના જીવનમાં દ્રષ્ટીનો દિપ પ્રગટાવ્યો છે. સ્વ.ભુપતભાઇ 42 વર્ષની યુવા વયે એકાએક ગંભીર બીમારીનો ભોગ બનતા તેમણે પરીવારજનો સમક્ષ તેમના મૃત્યુ બાદ ચક્ષુદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેમનું તાજેતરમાં અવસાન થતા તેમના પરીવારે તળાજામાં ચક્ષુદાન - દ્રષ્ટીદાનની ઉમદા પ્રવૃત્તિ ચલાવતા ડો.એ.પી.મારડીયા અને ડો.મનહર બલદાણીયાને જાણ કરતા ડોકટર્સની ટીમે સ્વર્ગસ્થના નિવાસ સ્થાને જઇ સ્વ.ભુપતભાઇના પીતા બાધાભાઇ અને પુત્ર આકાશભાઇની હાજરીમાં દાતાના ચક્ષુનો સ્વિકાર કરી ભાવનગર રેડક્રોસ સોસાયટી દિવાનપરા, ભાવનગરને કાળજીપૂર્વક મોકલી આપેલ છે.

પોતાની જિંદગી ભલે બુઝાઇ, પણ બીજાના જીવનનો અંધકાર દૂર કર્યો

પ્રેરણા| તળાજાના સાંખડાસર-1ના યુવા ખેડૂતનું સ્તુત્ય પગલું

અન્ય સમાચારો પણ છે...