• Gujarati News
  • કોળિયાકમાં ઋષિ પાંચમનું સ્નાન કરવા ગયેલી બે મહિલાના મોત

કોળિયાકમાં ઋષિ પાંચમનું સ્નાન કરવા ગયેલી બે મહિલાના મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર.ભાવનગર. 18 સપ્ટેમ્બર

ઋષીપાંચમનાં પવિત્ર દિવસે સમુદ્ર સ્નાનનું મહત્વ ખાસ કરીને સ્ત્રીઓમાં વિશેષ રહેતું હોય છે. ખાસ કરીને ભાવનગર િજલ્લામાં કોળીયાક દરીયાકાંઠે ભાદરવી અમાસના સ્નાન પછી સ્નાન માટે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જામે છે. ત્યારે આજે પાંચમ નિમીત્તે સ્નાન માટે ઘોઘા તાબેનાં વાળુકડ અને ભાવનગર શહેરની મહિલાઓ કોળિયાકનાં દરિયામાં ગઈ હતી. તે વખતે ડૂબી જતાં બે મહિલાનાં મોત િનપજ્યા હતા. જ્યારે 6થી વધુ મહિલા અને સગીરાઓને ગંભીર હાલતે સારવાર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઘટનાની મળતી િવગતો મુજબ શુક્રવારે ઋષિપાંચમનાં સમુદ્ર સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે ભાવનગર િજલ્લાનાં કોળીયાકનાં દરિયામાં ભાવનગર, વાળુકડ સહિતનાં અનેક ગામો, શહેરોમાંથી અંદાજીત એકાદ લાખ મહિલાઓ સમુદ્ર સ્નાન માટે ઉમટી હતી. ત્યારે અચાનક દરિયામાં હાઈરાઈટનાં લીધે 15 જેટલી વ્યક્તિઓ દરિયાનાં પાણીમાં દળવા લાગેલ. જેને ભાવનગર, ઘોઘા અને અલંગ મરીન પોલીસે તુરંત દરિયામાંથી બહાર કાઢેલ.

જ્યારે ઘટનામાં ભાવનગરનાં આનંદનગર િવસ્તારમાં રહેતા વૃદ્ધા પાલુબેન જેઠાભાઈ પરમાર (ઉં.વ.70) તથા વાળુકડ ગામે રહેતા માયાબેન મેઘજીભાઈ ખોડીફાડ (ઉં.વ.20)નાં કરૂણ મોત નિપજ્યા હતા. ઉપરાંત વાળુકડ ગામે રહેતા પાટલીયા જાગૃતિબેન મોહનભાઈ ખરક (ઉં.વ.17), ગૌરીબેન મોહનભાઈ ખરક (ઉં.વ.15) બન્ને સગ્ગી બહેનોને ગંભીર હાલતે સારવાર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. જ્યારે અન્ય 4 મહિલાઓની હાલત પણ ગંભીર હોવાનું હોસ્પિટલ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ભાવનગરના દરિયામાં લોપ્રેશરને કારણે સવારથી ઉંચા મોજા ઉછળતા હતા અને સલામતી માટે કોળીયાકમાં કોઇ પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી નહીં હોવાથી દુર્ઘટના સર્જાઇ હોવાના આક્ષેપો પણ થઇ રહ્યા છે.

વાળુકડની આઠ મહિલાઓ પૈકી બે સગીર વયની સગ્ગી બહેનો સહિત 6 વ્યક્તિ ગંભીર

કરૂણાંતિકા| શહેરની આનંદનગરની વૃદ્ધા સહિત