તળાજા તા.પં.માં વિકાસલક્ષી કામોમાં ગેરરીતિની તપાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાતાલુકા પંચાયતના ઇરીગેશનની ગ્રાન્ટ અને સ્વભંડોળમાં 30 લાખ રૂપિયાની ગ્રાન્ટના કામોમાં કારોબારી દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખની જાણ બહાર બારોબાર દલા તરવાડીની વાડી કરીને ચુંટાયેલ કારોબારી સભ્યો તથા પ્રજાના પ્રતિનિધિઓને લાભાર્થે કામની વહેંચણી કરીને આચરેલ ગેરરીતિ અને હોબાળો થયો હતો. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી. અને તાલુકા પંચાયત સભ્યોની તાજેતરની સભામાં પણ અંગે તપાસ કરવા માંગણી થતા જીલ્લા પંચાયત બાંધકામ વિભાગના અધિકારીઓની ટીમ બાબતે સઘન તપાસ કરવા મુલાકાત લઇ રહી હોવાના અહેવાલ ચર્ચામાં છે. તળાજા તાલુકાના સખવદર, પીથલપુર, ભુંગર, બોડકી, બોરડી સહિત 20 જેટલા ગામોમાં ઉપરોકત કામો અંગે થયેલ ગેરરીતિ અને અનિયમિતતાની તપાસનો ધમધમાટ શરૂ થયાના ખબરથી રાજકિય વગદારો, અને લાગતા વળગતા લાભાર્થીઓ દોડધામ કરવા પ્રકરણનો ઢાંકપીછોડો કરવા ચક્રો ગતિમાન કર્યા હોવાની પણ ચર્ચા સંભળાય છે.

બાબતે તાલુકા વિકાસ અધિકારી માર્કન્ડ પંડયાએ ટેલીફોન વાતચીતમાં હું આજે બહાર ગામ છુ. અને આવતીકાલે તપાસ કરીશ એવુ જણાવી ભાવનગર જિલ્લા પંચાયત બાંધકામ શાખાના અધિકારીઓ તપાસમાં આવેલ હોવાના અહેવાલને પુષ્ટી આપી હતી. પરંતુ કયા કયા ગામોના કામો અંગે તપાસ ચાલુ થયેલ છે તેની ચોકકસ જાણકારી માટે તે અંગેના હુકમો અંગે તપાસ કરીને કહી શકાય તેમ જણાવેલ છે.

30 લાખ રૂપિયાની ગ્રાન્ટના કામોમાં

તપાસ શરૂ થવાના પગલે પ્રકરણનો ઢાંકપિછોડો કરવા ચક્રો ગતિમાન

અન્ય સમાચારો પણ છે...