ખડસલીયા ગામની સગીરાને હડકવાથી અસર થઇ જતા મોત
સાવરકુંડલા પંથકમાં દાઝી જવાથી તથા એસીડ પી જવાથી બેના મોત
ભાવનગર | 27 ફેબ્રુઆરી
ભાવનગર અને સાવરકુંડલા પંથકમાં હડકવાની અસર થતા, એસીડ પીવાથી, દાઝી જવાથી એક સગીરા સહિત ત્રણનું મોત િનપજ્યું હતું.
ઘોઘા તાલુકાના ખડસલીયા ગામે રહેતા દાદાભાઈ દેસાઈની પુત્રી વંદનાબેન (ઉં.વ.17)ને હડકવાની અસર થતા હોસ્પિટલમાં સારવાર બાદ મોત િનપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં સાવરકુંડલાનાં નેસડી ગામે રહેતા બેવુબેન ગીલાભાઈ કોટડીયા (ઉં.વ.40, મુ.ઝાંઝમેર તળાજા) પોતાના ઘરે રસોઈ બનાવતા દાઝી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ત્રીજા બનાવમાં સાવરકુંડલાના મણીનગર િવસ્તારમાં રહેતા ઈકબાલભાઈ અકબરભાઈ કાદરી (ઉં.વ.38)એ એસીડ પી જતા હોસ્પિટલમાં ખસેડાતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.