સાવરકુંડલામાં છ’રિ પાલિત સંઘનો પ્રવેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા : સાવરકુંડલામાં છરિ પાલિત સંઘનો આજે પ્રવેશ થયો હતો. જેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંઘમાં 225 સાધુ, સાધ્વીઓ સાથે 400થી વધુ આરાધકોનું આગમન થયું હતું. સાવરકુંડલા જૈન સંઘ દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તળાજા તાલુકાના દાઠાથી નીકળી જૂનાગઢ જઈ રહેલા છરી પાલિત સંઘનું આજે સાવરકુંડલા ખાતે ભવ્ય પ્રવેશ કરાયો હતો. સાવરકુંડલા જૈન દેરાસર ખાતે દરેક યાત્રીઓ સાધુ, સાધ્વીઓએ ચેટાવંદન કરી માંગલિક સંભળાવી નેસડી રોડ પડાય ખાતે વાજતે - ગાજતે મુકામ કર્યો હતો. સાંજે 4 કલાકે યોગ તિલક સુરીસ્વરજી મહારાજે માંગલિક સંભળાવ્યું હતું.