Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અલંગના 5 શિપબ્રેકરો ECની માર્ગદર્શિકા માટે સક્ષમ બન્યા
{ યુરોપીયન કમિશન દ્વારા અલંગમાં પ્લોટનું નિરીક્ષણ કરી લિસ્ટમાં સામેલ કરાશે
ભાવનગર | 21 જુલાઇ
અલંગમાંઆવેલા 168 શિપબ્રેકિંગ પ્લોટ પૈકી 5 પ્લોટ દ્વારા યુરોપીયન કમિશન સમક્ષ યુરોપીયન યુનિયનના ફ્લેગ ધરાવતા જહાજોને અહીં ભાંગવા મોકલવા માટે એપ્લાય થયા છે. ડિસેમ્બર 2016 સુધીમાં વર્ષ 2013માં યુરોપીયન યુનિયન દ્વારા જારી કરવામાં આવેલા શિપબ્રેકિંગ અંગેના નિયમોને સક્ષમ તમામ શિપબ્રેકિંગ પ્લોટનું લિસ્ટ જાહેર કરવામાં આવશે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડના આર.એલ.કળથીયા શિપબ્રેકિંગ, પ્રીયા બ્લૂ ઇન્ડસ્ટ્રીઝ, લીલા શિપ રીસાયકલિંગ, શ્રીરામ ગ્રુપ, શુભ આર્યા સ્ટીલ પ્રા.લી., દ્વારા હોંગકોંગ કન્વેન્શનના નિયમો સ્વીકારી અને પોતાના પ્લોટમાં સલામત અને પર્યાવરણની દ્રષ્ટિએ સુરક્ષિત શિપબ્રેકિંગ માટે પ્રમાણિત બન્યા હતા અને તમામ યાર્ડ દ્વારા ઇસી સમક્ષ અરજી કરવામાં આવી હતી.
ઇસી દ્વારા સ્વતંત્ર રીતે શિપબ્રેકિંગની સવલતો અંગેનું નિરીક્ષણ કરાવવામાં આવશે. જો કે પાંચ શિપબ્રેકરો દ્વારા કરવામાં આવેલી અરજીથી યુરોપીયન કમિશન પણ અસમંજસતામાં પડી જશે. ઇસી એપ્રૂવ્ડ શિપ રીસાયકલર્સ યાર્ડ ચીન, તૂર્કિ, નોર્થ અમેરિકા અને યુરોપિયન યુનિયન છે, પરંતુ થોડા યાર્ડ દ્વારા આઇએમઓના નિયમોનું પાલન કરાતુ હોવા છતા દક્ષિણ એશિયાના શિપબ્રેકરોને તેમાં સામેલ કરવામાં આવ્યા નથી. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્રથમ ચાર, બાદમાં એક યાર્ડ ક્લાસ એનકે માટે એપ્રૂવ્ડ થયા બાદ વધુ 7 શિપબ્રેકરો એપ્લાય થયા છે.
બીચિંગ પધ્ધતિના થઇ રહેલા વિરોધ વચ્ચે