તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અષાઢ માસમાં શ્રાવણી સરવડા ગોહિલવાડમાં મેઘો જામતો નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર | 16 જુલાઇ

અષાઢજેવા ચોમાસાના મુખ્ય માસમાં મેઘમહેર જામતી નથી. ગોહિલવાડ પંથકમાં અષાઢના 12 દિવસમાં સરેરાશ માત્ર 6 મી.મી. વરસાદ વરસ્યો છે. આજે ગારિયાધાર અને આસપાસના વિસ્તારોમાં બપોરના સમયે અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે તળાજા, ઉમરાળા, વલ્લભીપુરમાં હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. બાકી ભાવનગર શહેરમાં માત્ર એકાદ હળવું ઝાપટું બપોરના સમયે વરસ્યુ હતુ.

ભાવનગર જિલ્લામાં વર્ષે અષાઢ માસમાં મેઘરાજા સાવ રિસાઇ ગયા હોય તેમ 12 દિવસના સમયગાળામાં માત્ર 6 મી.મી. વરસાદ નોંધાયો છે. આજે બપોરના 12 વાગ્યાના સમયે ગારિયાધાર અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી અને લગભગ અડધો ઇંચ વરસાદ વરસાદ વરસ્યો હતો. વરસાદથી રોડ પર અને ખાસ તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. આજના અડધા ઇંચ વરસાદથી વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી વળી

...અનુસંધાનપાના નં.12





હતી.ધીમી ધારે વરસેલા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી પ્રસરી હતી.

ભાવનગર જિલ્લામાં આજે ઉમરાળામાં 4 મી.મી. વરસાદ વરસી ગયો હતો તો વલ્લભીપુરમાં હળવા ઝાપટા સાથે 2 મી.મી. અને તળાજામાં 3 મી.મી. વરસાદ બપોરના સમયે વરસી ગયો હતો.

બોટાદમાં વરસાદી ઝાપટા

બોટાદમાંસવારથી વાદળછાયું વાતાવરણ થયું હતું જેમાં બપોરના સમયે વરસાદના હળવા ઝાપટા આવ્યા હતા. બોટાદમાં પડેલા વરસાદના હળવા ઝાપટાના કારણે બોટાદના ભાવનગર રોડ રેલ્વે પાટા સામે તો તળાવ જેમ પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. બોટાદ પંથકના ખેડૂતો હજી પણ ધોધમાર વરસાદની રાહ જઈ રહ્યા છે.

મેઘરાહ| તળાજા,ઉમરાળા અને વલ્લભીપુરમાં ઝાપટા

ગારિયાધારમાં બપોરના સમયે અડધો ઇંચ વરસાદ વરસી ગયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો