તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Talaja
 • મહુવામાં મેલેરિયા અને ડેન્ગ્યુના સૌથી વધારે કેસ નોંધાવા પામ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં મેલેરિયા અને ડેન્ગ્યુના સૌથી વધારે કેસ નોંધાવા પામ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર | ભાવનગર | 16 જુલાઈ

જીલ્લામાંગત વર્ષની સરખામણીમાં મેલેરિયા અને ડેન્ગ્યુની સ્થિતિમાં સુધારો થયો હોવાનું ચિત્ર જાણવા મળી રહ્યું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મળીને ભાવનગર જીલ્લામાં વર્ષ 2015માં મેલેરિયાના 734 કેસ નોંધાયા હતા. જેની સરખામણીમાં ચાલુ વર્ષે આજની તારીખ સુધીમાં માત્ર 113 કુલ નોંધાયા છે. ચાલુ વર્ષે જીલ્લામાં સૌથી વધુ કેસ મહુવા તાલુકામાં નોંધાયા છે. જો કે ડેન્ગ્યુના સૌથુ વધુ કેસ નોંધાવા મામલે જીલ્લામાં તળાજા અને ભાવનગર જીલ્લો મોખરે છે.

આરોગ્ય સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચાલુ વર્ષમાં ઉમરાળા અને ગારિયાધાર તાલુકા એવા છે કે જ્યાં મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ મહુવા તાલુકો એવો છે કે જ્યાં સૌથી વધારે 27 કેસો નોંધાયા છે. ડેંગ્યુની સ્થિતિ જોઇએ તો વર્ષમાં અત્યાર સુધીમાં 16 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 7 કેસ મહુવામાં નોંધાયેલા છે. આમ ડેન્ગ્યુ અને મેલેરિયાની સ્થિતિમાં મહુવા તાલુકો સૌથી વધુ રોગગ્રસ્ત છે. ઉમરાળા અને વલ્લભીપુર તાલુકા એવા પણ છે કે જ્યાં ડેંગ્યુનો એક પણ કેસ નોંધાયો નથી. ભાવનગર જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ.પટેલે કહ્યું કે જીલ્લામાં કોઇ સ્થળે રોગચાળાની કોઇ સ્થિતિ નથી એનું એક મહત્વનું કારણ છે કે અહીં દર મંગળવારે આરોગ્ય ખાતું ડ્રાય ડે ઉજવે છે. અને ઉજવણીના ભાગ રૂપે પોરાનાશક કામગીરી કરે છે.

રોગચાળો| ઉમરાળા, વલ્લભીપુર ડેન્ગ્યુથી દૂર

ગારીયાધાર, ઉમરાળામાં મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો