• Gujarati News
  • RTIમાં 70,000 ફાઇલની નકલ માંગી!!

RTIમાં 70,000 ફાઇલની નકલ માંગી!!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રા. રિપોર્ટર. ભાવનગર, 10 જુલાઇ

માહિતીઅધિકારનો નિયમ લાગુ પડ્યો ત્યારથી સરકારી ખાતાની કોઇ પણ માહિતી મેળવવી અરજદારો માટે સરળ અને સહેલંુ થઇ ગયંુ છે, પણ કયારેક નિયમનો કેટલાક આશ્વર્ય જન્માવે તેવો પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. મ્યુ. કોર્પોરેશનમાં એક અરજદારે આરટીઆઇ કરીને લગ્ન નોંધણીની 70,000 ફાઇલોની નકલ માંગતા તંત્ર અવાક્ થઇ ગયંુ છે.

ભાવનગર મ્યુ. કોર્પોરેશનમાં માહિતી મેળવવા મહિને સરેરાશ 80થી 85 આરટીઆઇ થઇ રહી છે, જેમાં કોઇ આરટીઆઇ કરનાર પોતાને થયેલા અન્યાયમાં અન્યાય માંગવા કે પછી તંત્રને ભિડવવાના હેતુસર અથવા તો પોતાનો સ્વાર્થ સાધવા કે, પછી જાહેર જનતાના હીતમાં આરટીઆઇનંુ હાથ વગંુ હથિયાર ઉગામી રહ્યા છે.

આવી એક આરટીઆઇ તળાજાના નાગરિક અસરફ ચાૈહાણ નામના વ્યક્તિએ કોર્પોરેશનના જન્મ મરણ નોંધણી વિભાગમાં કરી છે. જેમાં તેણે 8 વર્ષના તમામ રેકર્ડની નકલ માંગી છે, અરજી જોઇને તંત્રએ પહેલા તો ફાઇલોનો સરવાળો માંડ્યો એટલે તે 70,000 પહોંચ્યો.વાત રહી તેની નકલ કરવાની, તેનો સરવાળો માંગ્યો તો તેની રકમ રૂપિયા 25,00,000 થયા.

આવી પરિસ્થિતિ જોઇને તંત્રને કહ્યંુ જે તમારે ડોક્યુમેન્ટ જોવે તે તમે જોઇ લ્યો વિના મૂલ્યે. પણ તેમા તે અસંમત થતા કેસ અપીલમાં ગયો, તેમાં પણ એવો નિર્ણય લેવાયો કે, અરજદારને જે વિગતો જોવે તે ફાઇલ કચેરીમાં જોઇ લ્યે, અથવા તો તે કહે તે ફાઇલનંુ તમામ રેકર્ડ આપવામાં આવે, તેની કોઇ ફી પણ નહીં વસુલવામાં અાવે.

નિર્ણય પણ અરજદારને માન્ય નથી. નિર્ણય જૈસે થૈ હાલતમાં પડ્યો છે, તો તંત્રએ ગાંધીનગર ખાતેની વડી કચેરીમાં બાબતે અભિપ્રાય માંગ્યો હોવાનંુ સૂત્રોએ જણાવ્યંુ છે. નોંધનિય છે કે, સરકારી ખાતામાં આવા કેસો પણ આવતા હોય છે, જેમાં આટલી માહિતી માંગવાનો હેતું શંુ હશે તે માત્ર અરજદાર અને તંત્ર બે જાણતા હોય છે.

મ્યુ. કોર્પોરેશનમાં લગ્ન નોંધણીની નકલોનો ખર્ચ રૂ. 25 લાખ થતા મહાપાિલકાના તંત્રએ કહ્યંુ જે ફાઇલ જોવી હોય તે જોઇ લ્યો