વીસ વર્ષ પહેલા તળા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો . 12 સપ્ટેમ્બર

તળાજાતાલુકાના શહેર અને 118 ગામડાઓની ઉતારૂ સેવા માટે ભારે અગત્યતા ધરાવતો તળાજા એસટી ડેપો ગ્રેડ ધરાવતો હોવા છતાં તેની ઉતારૂ પરિવહન સી ગ્રેડ જેવી ઉતરતી કક્ષાની હોઇ તળાજા તાલુકાની આમ જનતાને એસટીના વિભાગીય અને રાજય તંત્ર સામે પ્રબળ રોષની લાગણી પ્રવર્તી રહી છે.


વીસ વર્ષ પહેલા તળાજાને રેલવેથી વંિચત કર્યા બાદ તળાજાને ફાળવાયેલ ગ્રેડના એસટી ડેપોની સ્થિતિ કદી પણ સુધરી નથી. હાલ તળાજા ડેપોના વાહનોની ભંગાર હાલતથી વારંવાર બ્રેકડાઉન કે રૂટ કેન્સલ થવાથી મુસાફરો હાલાકીમાં મુકાઇ જાય છે. વાહનોના સંપુર્ણ સમારકામની સ્થિતિ નબળી છે.

નવા વાહનો સ્લીપીંગ કોચ કે લકઝરી સેમી લકઝરી, સીએનજી વાહનો માટે તંત્ર દ્વારા તળાજાનો ઉપેક્ષા સેવીને ભારોભાર અન્યાય કરવામાં આવેલ છે. ડેપોના પ્રારંભથી તળાજાથી મુંબઇ, શીરડી, નાસીક તથા દ્વારકા, જામનગર, ગાંધીનગર, શંખેશ્વર, વાપી, બાલાસીનોર સહીતના ઉતારૂલક્ષી રૂટ આપવાની માંગણી સ્વિકારવામાં આવતી નથી. અને ડેપોને યેન કેન પ્રકારે બંધ કરવાની પેરવી થઇ રહી હોય તેવી એસટીના ઉચ્ચ અધિકારીઓની ભારોભાર ઉપેક્ષાથી આમ પ્રજામાં પ્રબળ રોષની લાગણી છે.

અત્યંત ભંગાર હાલતની બસો : લાંબા રૂટો શરૂ કરવાની માંગણી

તળાજા તાલુકાની જનતાને એસ.ટી. સુવિધામાં અન્યાય

આક્રોષ | ગ્રેડ ધરાવતો એસટી ડેપોમાં વધેલી અસુવિધાઓ