તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીપરલામાં 5109 મોતીયાના સફળ ઓપરેશન કરવામાં આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રણછોડદાસજીહોસ્પિટલ (રાજકોટ)ના સહયોગથી તાજેતરમાં કનુભાઇ બારૈયા દ્વારા તળાજાના પીપરલામાં સમગ્ર તળાજા શહેર તથા તાલુકાની જનતાના લાભાર્થે વિનામૂલ્યે 48માં નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

નેત્ર નિદાન કેમ્પનો તળાજા શહેર અને તાલુકાના 314 જેટલા આંખના દર્દી�ઓએ લાભ લીધો હતો. ઉપરાંત 82 જેટલા મોતીયાના �ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દી�ઓને રાજકોટની રણછોડદાસજી હોસ્પિટલ લઇ જઇ વિનામૂલ્યે �ઓપરેશન કરી નેત્રમણી બેસાડી દવા, ટીપા તથા ચશ્મા વગેરે આપવામાં આવ્યા હતા.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, આયોજક કનુભાઇ બારૈયા દ્વારા અત્યાર સુધીમાં 5109 જેટલા મોતીયાના સફળ ઓપરેશન થયેલ છે. જે નિમિતે સીતારામબાપુ તથા સંતો અને સ્વયંસેવકો તથા લાભાર્થી�ઓ દ્વારા કનુભાઇ બારૈયાનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

સ્વયંસેવકો અને લાભાર્થીઓની કરાઇ સરાહના

રણછોડરાયજી હોસ્પિટલના સહયોગથી

પૂ. સીતારામબાપુ તથા લાભાર્થીઓ દ્વારા આયોજક કનુભાઇ બારૈયાનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...