તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

}દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગઉપાશ્રયેપૂ.નમ્રતાબાઇ મ.સ.ની નિશ્રામાં રોજ સવારે 7-15 થી 8 જ્ઞાન શિબિર રાખેલ છે. આજે ઉમેદગુરૂ જૈન પાઠશાળા સાંજે 6-30 થી 7-30 રાખેલ છે. રવિવારે અરિહંત આયંબિલ મંડળનુ આયંબિલ તપની આરાધના સાથે તપ આરાધના સપ્તાહ શરૂ થશે. રવિવારે સાધર્મિક સહાય અંગે માસનુ અનાજ વિતરણ બપોરે 3 થી 5 ભકિતબાગ ઉપાશ્રયે રાખેલ છે.

}રામાયણપાઠ

સદભાવનાસીનીયર સીટીઝન મંડળ બાલા હનુમાન મંદિર રૂવાનો રામાયણ પાઠ આજે સવારે 9-15 કલાકે બાલા હનુમાન મંદિર રૂવા એરપોર્ટ રોડ ખાતે રાખેલ છે.

}ગોળીબારરામદરબાર પરિવારના સંકિર્તન

આજેરાત્રે 9થી સંગીતમય સંકિર્તન ધર્મેન્દ્રભાઇ જસવંતરાય લંગાળીયા પ્રેમલ ફલેટ ક્રેસંટ ઘંટાકર્ણ મહાવીર વાળો ખાંચો દેરાસર પાછળ રાખેલ છે.

}દાદાસાહેબમાંબાળકોની સામાિયક

નવખંડાપાર્શ્વનાથ સામાયિક મંડળ તરફથી રવિવાર તા.27ના રોજ સવારે 10 કલાકે સમસ્ત ભાવનગરના બાળકોની સામાિયક, પ્રભાવના દાદાસાહેબમાં

રાખેલ છે.

}નંદાલયહવેલી સરદારનગર

હવેલીમાંઆજે સાંજે 6 કલાકે હઠડીના મનોરથના દર્શન થશે.

}સુંદરકાંડનાપાઠ

સેવારામઆશ્રમ ખાતે આજે સાંજે 4 થી 6 સુઁંદરકાંડના પાઠ રાખવામાં આવેલ છે.

}ગબ્બરનાહિંડોળાના દર્શન

ગબ્બરનાહિંડોળાના દર્શન અને હાથમાં દિવડાની આરતી 9 સ્વરૂપના દર્શન તા.27 રવિવારે 160 અર્બન અંબાજીનો ચોક રૂમ નં.3877 કાચના મંદિર પાછળ તળાજા રોડ ભરતનગર.

}શિવયોગધ્યાન સત્સંગ

આજેસાંજે 8-30 થી 10-30 પટેલ યુવકની વાડી મેલડી માતાના મંદિર પાસે શેરી નં.1 ઓશ્યન પાર્ક કાળીયાબીડ ખાતે તથા રવિવારે સવારે 8-30 થી 10-30 પ્રોજેકટર દ્વારા ગુરૂઆશિષ સ્કૂલ મોખડાજી સર્કલ પાસે રાજારામના અવેડા પાસે ઘોઘારોડ રાખેલ છે.

}બાપાસીતારામ રામદરબાર પરિવારના કિર્તન

સંકિર્તનસ્વ.શામજીભાઇ ભીખાભાઇ દેત્રોજાના આત્મકલ્યાણઅર્થે રેખાબેન શામજીભાઇ રેલ્વેવાળા માધવાનંદ સોસાયટી નં.2 સિદસર રોડ ચિત્રા પ્લોટ નં.17/18 સિદસર રોડ ચિત્રા રાખેલ છે.

}સમર્પણધ્યાન કેન્દ્ર ભાવનગર સમુહ ધ્યાન

કેન્દ્રદ્વારા સમુહ ધ્યાન ઘરશાળા સ્કૂલ હોલ ખાતે તા.27 સવારે 7 થી 8 રાખેલ છે.

વિવિધકાર્યક્રમ

}વિનામૂલ્યે સારવાર અને દવા અપાશે

સત્યસાઇમેડીકલ સેન્ટર શિવશકિત હોલમાં દર મંગળ, ગુરૂ, શનિના સવારે 10 થી 12 વિનામૂલ્યે સારવાર દવા અપાય છે. મહીનાના 2જા,4થા શનિવારે લેડી ડોકટર સ્ત્રીઓ તથા બાળકોને સારવાર દવા આપશે.

}ભાવનગરથિયોસોફિકલ લોજમાં વકતવ્ય

આજેસાંજે 6 થી 7 કલાકે સભાખંડમાં સંમોહન સંગીતની દિવ્યતા અને સાચી સમજ પર દિપકભાઇ શાહ વકતવ્ય આપશે.

}ભાવનગરશેર ઇન્વેસ્ટર્સ એન્ડ બ્રોકર્સ એસો.

અેસોસીએશનનીવાર્ષિક સાધારણ સભા તા.27-11 રવીવારના રોજ સાંજે 6 કલાકે હોટેલ એકસ જનરેશન ખાતે મળશે.

}હોમીયોપેથીવિભાગનો સારવાર કેમ્પ

જેરામગિરીબાપુ હોસ્પીટલ તળાજા રોડ ખાતે હોમયોેપથી વિભાગનો વિનામૂલ્યે નિદાન તથા

સારવાર કેમ્પ આજે સવારે 10 થી 12, સાંજે 5 થી 7 રાખેલ છે.

}હિમાલયનાઅનુભવો, સિધ્ધોની મુલાકાત વિશે વાર્તાલાપ

હીડનટ્રુથ દ્વારા આજે સાંજે 5 થી 6-30 કે.આર.દોશી કોલેજ (વૃધ્ધાશ્રમની સામે ઘોઘાસર્કલ) ખાતે ડો.સુભાષ ભટ્ટનો હિમાલયના અનુભવો અને સિધ્ધોની મુલાકાત વિશે વાર્તાલાપ યોજાશે. સુભાષભાઇ ભટ્ટ તંત્રવિદ્યા, પંચ મહાવિદ્યા જેવા અભ્યાસ ગ્રંથ,પુસ્તકોના લેખક અને હિમાલયના સમાયંતરે પ્રવાસ ખેડી અધ્યાત્મક ક્ષેત્રે ઉંડુ ખેડાણ ધરાવે છે. સભ્યો તથા જીજ્ઞાસુઓએ ઉપસ્થિત રહેવુ.

}લોહાણાજ્ઞાતિ જોગ

નિ:શુલ્કરઘુવંશી ચાઇલ્ડ પ્લે ટાઇમ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના ભાવનગર મહિલા મંડળ સંચાલીત તથા લોહાણા વિઘાર્થી ભવનના સહયોગથી જ્ઞાતિના 3 થી 13 વર્ષ સુધીના બાળકો માટે જ્ઞાન વર્ધક રમકડા રમવા લોહાણા વિદ્યાર્થી ભવન દર શનિ,રવિ સાંજે 4 થી 6 આવવુ.

}માતંગીમંદિર સરદારનગર

ર્માંનીતેરસ તા.27ના હોવાથી દર્શન કરવા પધારવુ રવિસભામાં સવારે 8 કલાકે હર્ષિત ડી.જાની પરિવારના સહયોગથી પ્રસૃતા બહેનોને શિરા વિતરણ સાંજે 7 કલાકે મહાઆરતીના દર્શન , સ્તુતિ, ભજન, સંધ્યા છે.મહાપ્રસાદ છે.સાંજે 6 કલાકે માતાજીના પહેરાવેલ સાડી રાહતદરે વિતરણ થશે.

}ઇન્ડિયનરેડક્રોસ સોસા.દ્વારા વિવિધ સેવાઓ

ઇન્ડિયનરેડક્રોસ સોસાયટી દિવાનપરા ખાતે કાન, નાક, ગળાના , હાડકાના, બાળકોના રોગના ડોકટરની રાહતદરે માનદસેવા મળશે. ફોન 2424761,2430700 પર સંપર્ક કરવો.

}દશાશ્રીમાળીમેશ્રી વણિક જ્ઞાતિજનો

અડદિયાપાક તથા ખજુરપાકનુ તદ્ન રાહત ભાવે વિતરણ કરવાનુ છે. તા.26-11 થી 15-12 સુધી સવારે 12-30 થી 1-30, સાંજે 4-30થી 6 દશાશ્રીમાળી જ્ઞાતીની વાડી ઘોઘાગેટ ખાતે

નોંધણી કરાશે.

}બહેનોમાટે તાલીમ વર્ગ

વિવિધલક્ષીમહિલાબાગ ખાતે સીવણ વર્ગ બ્યુટી પાર્લર, સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સ શરૂ કરેલ છે. તો ભાવનગરમાં રહેતા દરેક બહેનોએ વર્ગમાં

લાભ લેવા સોમથી શનિ 11 થી 6 નામ નોંધણી કરાવી જવી.

}વિપશ્યનાસામુહિક સાધના

જુનાસાધકો માટે સવારે 7 થી 8 સામુહિક સાધના તથા વિપશ્યના અાચાર્ય રાજુભાઇ મહેતાના સાનિધ્યમાં 8 થી 9 ધર્મચર્ચા તથા સ્નેહ મિલન અલ્પાહાર સાથે પી.એન.મહેતા આરાધના ટાવર મેઘાણી સર્કલ પાસે ખાતે રાખેલ છે.

}સમસ્તવણિક સમાજ શૈક્ષણિક ઇનામ વિતરણ

સમસ્તવણિક સમાજ ભાવનગરનો ઇનામ વિતરણ સમારંભ તા.15-1નાયોજાશે. જેમા ધો.10,12, ગેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ, એમબીબીએસ, સીએના વિઘાર્થીઓને ઇનામો આપવામાં આવશે.ભાવનગરમાં વસતા તમામ વણિક સંસ્થાઓના ફિરકાઓ જેમ કે જૈન, વૈશ્નવ, સ્થાનકવાસી, દિગંબર, જૈન વિ વિદ્યાર્થી ભાગ લઇ શકશે. ફોર્મ માયા મચ્છરદાની ખારગેટ, અજંટા ફોટો સેલ્સ દવા ગલી કાળાનાળાથી તા.1-12 સુધી મળશે.

}વિનામૂલ્યેહાડકા, શરીરના દુખાવાનુ નિદાન

શિવશકિત હોલ ક્રેસન્ટમાં તા.27 રવિવારે સવારે 10 થી 12 ગરીબ, આર્થિક રીતે નબળા લોકો માટે હાડકા તેમજ શરીરના સાંધાના દુખાવાના દર્દીને નિદાન સારવાર, એકસ રે વિ.ઓર્થોપેડીક સર્જન ફ્રીમાં કરી આપશે. જુના રીપોર્ટ,એકસ રે લાવવા.

}ભાવનગરજિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ

તા.27નાઅમદાવાદ ખાતે યોજાનાર ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના શૈક્ષણિક અધિવેશનમાં ભાગ લેવા જે શિક્ષકો બસમાં આવનાર છે. તેઓએ સવારે 5 કલાકે સેંટ ઝેવિયર્સ સ્કૂલ જેલ રોડ ભાવનગર પહોંચી જવુ.

}અંધશ્રધ્ધાઅને વ્યસન દહન

આજેસત્ય શોધક સેવક સંઘ દ્વારા જશોનાથ ચોકમાં ડો.બાબા સાહેબને સવારે 10 કલાકે ફુલહાર કરવામાં અવાશે. તેમજ સાંજે 4 કલાકે આનંદનગર આંબેડકર ઉદ્યાન સામે ડાયાભાઇ ઘડીયાળીના નિવાસે બાબા સાહેબને ફુલહાર કરીને અંધશ્રધ્ધા અને વ્યસનોનુ દહન કરવામાં આવશે.તેમજ બાબા સાહેબના ફોટાનુ મફતમાં વિતરણ કરાશે.

}કુદરતીઉપચાર વિનામૂલ્યે કેમ્પ

જગદીશવરમફાઉન્ડેશન તથા પ્રાકૃતિક ચિકિત્સક સંઘના ઉપક્રમે તા.27,28ના સવારે 10 થી 1, સાંજે 4 થી 8 વિનામૂ્લયે કેમ્પ રૂદ્ર આરોગ્યમ જગદીશવરમ ફાઉન્ડેશન કાળીયાબીડ રામનગર ખાતે યોજાશે.

}બાળકોનારોગોનો ફ્રીમાં કેમ્પ

છબીલાજીહવેલી ભગાતળાવ દ્વારા બાળકોનના પેટના આંતરડાના રોગનો વિનામલ્યે કેમ્પ તા.27 સમય 1 થી 3-30 નામ નોંધાવા માટે કાર્યાલયમાં સાંજે 5 થી 7 મળવુ.

}ડાકડમરૂનો કાર્યક્રમ

કાળીયાબીડખાતે ડાભી પરિવાર આયોજીત ભાગવત સપ્તાહમાં આજે રાત્રે 9-30 કલાકે ડાક ડમરૂનો કાર્યક્રમ રાખેલ છે.

}આજેબંધારણ દિન નિમિત્તે વ્યસન મુક્તિ શપથ

દલિતઅધિકાર સંઘ ગુજરાત, ભાવનગર શાખા દ્વારા તા.26 નવેમ્બરને શુક્રવારે સાંજે 6 કલાકે બંધારણ દિવસ નિમિત્તે ગાંધી કોલોની કોમ્યુનીટી હોલ ખાતે ઉજવણી કરવામાં આવશે. પ્રસંગે મેયર નિમુબહેન બાંભણીયા, એસપી, સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે .આ અવસરે દલિત મહિલા એડવોકેટ તથા બેન્ક મેનેજરનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમમાં હાજર રહેવા નાનજીભાઇ બોરીચા સહિતના નિમંત્રણ પાઠવાયું છે.

મીિટંગ-બેઠક

}બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ

આજેસાંજે 4 કલાકે બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળની મીિટંગ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી સ્ટેશન રોડ ભાવનગર ખાતે રાખેલ છે. સભ્ય બહેનોએ હાજર રહેવુ.

િજલ્લાનોંધ

}વળીયા કોલેજ

વર્ષ16-17માં અભ્યાસ કરતા બી.એ., બીકોમ સેમે 1ના વિઘાર્થઓએ ડીસે.16ની પરીક્ષાના ફોર્મ તા.27-11 સુધી ભાવ.યુની.ની વેબસાઇટ પર ઓનલાઇન ભરવાના રહેશે. ફોર્મ ભર્યા બાદ એક કોપી તેમજ ધો.12ની માર્કશીટ અને શિક્ષણ ફી ભર્યાની એક પહોંચ સાથે કાર્યાલય ખાતે સવારે 8 થી 11માં જમા કરાવવાના રહેશે.

}વળીયાઆર્ટસ એન્ડ મહેતા કોમર્સ કોલેજ

એમ.બી.એઓપનમેટ પરીક્ષા માટેના ફોર્મ આવી ગયેલ હોય વિદ્યાર્થીઓએ તા.10-12 સુધીમાં સ્ટડી સેન્ટર પરથી મેળવી લેવા.

}વળીયાકોલેજ

વર્ષ16-17માં અભ્યાસ કરતા ફકત ટીવાય બીએ, બીકોમના રેગ્યુલર વિદ્યાર્થી કે જેઓએ પ્રથમ સત્રની ફી ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ બીજા સત્રની ફી સાથે અગાઉની પ્રથમ સત્રની ફી પહોચ, એફવાય, એસવાય બીએ, બીકોમની માર્કશીટની નકલ સાથે તા.30-11, 1-12ના કોલેજ કાર્યાલય ખાતે સવારે 8 થી 11 સ્વીકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...