તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

}ક્રિષ્ના મહિલા મંડળના ભજન કિર્તન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}ક્રિષ્ના મહિલા મંડળના ભજન કિર્તન

મંડળનાભજન કિર્તનનો કાર્યક્રમ બેસતા મહિના નિમિતે તા.30 બુધવારે સાંજે 5 થી 6-30 કલાકે ભીમદીયાદાદાની દેરી ક્રિષ્ના ટાઉનશીપ સુભાષનગર ભાવનગર ખાતે રાખેલ છે.

}સોનીમહિલા મંડળનો માસિક સત્સંગ કાર્યક્રમ

મંડળનોમાસિક સત્સંગ તા.30 બુધવારે સોનીની હવેલી મેઘાણી સર્કલમાં સાંજે 4-30 થી 6-30 સુધી યોજાશે. સર્વો બહેનોએ ઉપસ્થિત રહેવુ.

}દિવ્યજીવન સંઘ આયોજીત જ્ઞાનયજ્ઞ

દિવ્યજીવન સંઘ શિવાનંદ આશ્રમના ઉપક્રમે સ્વ.પ્રભાબેન દિનમણીશંકર ભટ્ટની સ્મૃતિમાં ઉત્તરકાશીના યુવા સંત તથા આદિશંકર બ્રહ્મ વિદ્યાપીઠના આચાર્ય પ.પૂ.સ્વામી હરિબ્રહ્મેન્દાનંદજી સરસ્વતીનો જ્ઞાનયજ્ઞ તા.30-11થી તા.4-12 સુધી રોજ સાંજે 5-30 થી 7-15 શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય 16 દૈવાસુરસંપદ વિભાગ યોગ પર અને તા.1-12 થી 5-12 સુધી રોજ સવારે 7 થી 8 શિવસંકલ્પ સૂત્ર પર શિવાનંદ આશ્રમ શિવાજી સર્કલ સામે સુભાષનગર રીંગ રોડ પર રાખેલ છે.

}કુળદેવીવળાવડીમાંનો નવરંગ માંડવો

કુળદેવીવળાવડીમાંનો નવરંગ માંડવો 24 કલાકનો તા.4 રવિવારે સવારે 9-30 કલાકે થાંભણી રોપણ સવારે 10 કલાકે માતાજીનુ સમૈયા ભોજન પ્રસાદ 1 કલાકે માતાજીના મંદિરે રાખેલ છે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગઉપાશ્રયે પૂ.નમ્રતાબાઇ મ.સ.ની પુનિત નિશ્રામાં સવારે 7-15 થી 8 જ્ઞાન શિબિર તપ આરાધના સપ્તાહમાં આજે એકાસણા તપની આરાધના થશે.

}અધ્યાત્મવિદ્યામંદિરમાં પ્રવચન

પ.પૂ.સ્વામીનીતત્પરાનંદજી તા.30,1 સાંજે 5 થી 6 અનુભૂતિ પ્રકાશ અંતર્ગત છાન્ગ્યોપનિષદ પર પ્રવચન કરશે. અધ્યાત્મ વિદ્યામંદિર વિદ્યાતીર્થ આશ્રમના હોલમાં તળાજા રોડ સંસ્કાર મંડળ પાસે ભાવનગર રાખેલ છે.

}હ.વિ.ગોસળિયાસ્થાનકવાસી જૈન પૌષધશાળા

પૂ.હંસાબાઇમ.સ.ની નિશ્રામાં આજે બુધવારે સ્વ.હીરાલાલ હરગોવિંદદાસ શાહની પુણ્યતીથી નિમિતે હરેશભાઇ હીરાલાલ તરફથી સવારની પ્રાર્થના, પ્રવચન બપોરના બહેનોના જાપ સાંજે પ્રતિક્રમણની પ્રભાવના આપવામાં આવશે.

વિવિધકાર્યક્રમ

}સમસ્ત રામી માળી જ્ઞાતિ સમુહ લગ્ન સમિતિ

સમસ્તરામી માળી સમુહ લગ્ન સમિતિ ભાવનગર દ્વારા સમુહ લગ્નનુ આયોજન તા.5-2ને રવિવારે ભાવનગર મુકામે હોય લગ્નમાં જોડાવા ઇચ્છતા જ્ઞાતિજનોએ નામ નોંધાવવા પ્રકાશભાઇ જે ડોડીયા વિષ્ણુ ટ્રેડર્સ કાળીયાબીડ, નિતિનભાઇ એચ.સાવડીયા કાળીયાબીડ, વિરેશભાઇ પી.ડોડીયા શ્રી શકિત મીકેનિકલ વર્કસ પશુ દવાખાના સામે નવાપરા, નરેશભાઇ ડોડીયા શ્રી ચામુંડા ટાયર્સ તળાજા રોડ ખાતે લખાવવા.

}મહિલાસેવા સમાજ આંબાવાડી

સંસ્થામાંતા.1/12ને ગુરૂવારથી સવારે 8 થી 9 એરોબીક કસરતો સાથે ફીટનેશનો વર્ગ શરૂ થશે. સાંજે 4-30 થી 6 ચાલે છે. સવારે 7 થી 8 યોગ, ધ્યાન, પ્રાણાયામ વિ.ચાલે છે. બાળકો માટે સાંજે 5 થી 6 યોગીક કસરતો સાથે યોગ ચાલે છે. સંસ્થાના બીજા વર્ગો માટે સાંજે 3 થી 5માં સંપર્ક કરવો.

}સરટી.હોસ્પી. બાળકો વિભાગમાં સુખડી વિતરણ

મંગલચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોસંભ મલ્ટીટ્રેડ પ્રા.લિ વડોદરાના સહયોગથી સર ટી.હોસ્પીટલમાં બાળકોના વિભાગમાં બાળકોને દર સોમવારે સુખડી વિતરણ કરવામાં આવશે.

}PNRસોસાયટીના સહયોગથી નેત્રયજ્ઞ

મંગલચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પી.એન.આર.સોસાયટી વિઘાનગરના સહયોગથી તા.4/12ના રોજ આંખો તપાસ કરી મોતીયાના ઓપરેશન કરાવી આપવામાં આવશે. સમય સવારે 10 થી 12 સ્થળ એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસે આનંદનગર.

}પ્રશ્નોરાબ્રાહ્મણ

અંબાજીમંદિર ભોળાદ મુકામે તા.18-12 રવિવારના પાટોત્સવનુ આયોજન કરેલ છે. જે જ્ઞાતિજનોને પાટોત્સવમાં આવવાની ઇચ્છા હોય તેણે પોતાના નામ તા.10 સુધીમાં જયંતભાઇ એમ.ભટ્ટ (સંસ્થા ઉપર સાંજે) તથા આસુતોષભાઇ એ.આવસત્થીનો સંપર્ક કરી નોંધાવી દેવા આવવા, જવાની બસની વ્યવસ્થા કરેલ છે.

}પૂ.જલારામબાપાધ્યાન, યોગનો કાર્યક્રમ

પૂ.જલારામબાપાધ્યાન તથા યોગનો નિશુલ્ક કાર્યક્રમ ગુરૂવારે તા.1-12 સવારે 7 થી 8 લોહાણા વિદ્યાર્થી ભવન પીલગાર્ડન પાસે ભાવનગર ખાતે રાખેલ છે.

}યોગતથા પ્રાણાયામનો નિ:શુલ્ક વર્ગ

યોગતથા પ્રાણાયામનો િન:શુલ્ક વર્ગ તા.30-11, 1-12, 2-12 બુધવાર-ગુરૂવાર-શુક્રવારના સાંજે 6 થી 7-30 કલાકે ડો.ઉપેન્દ્રભાઈ દવે, પ્લોટ નં.1114, કુશ, તેલઘાણી પાછળ ભાણીમા કન્યા છાત્રાલય વાળી ગલી હનુમાનજીના મંદિર સામે રાખેલ છે.

}પાર્કિન્સન્સઅંગે મળશે ફ્રી માર્ગદર્શન

રવિવારતા.3 સવારે 11 થી 1મા પીએનઆર હોિસ્પટલ, અંધશાળા કેમ્પસ, િવદ્યાનગરમાં પીએનઆર સોસા.ના થિઝિયોથેરાપિસ્ટો પાર્કિન્સન્સ બીમારી માટે કસરત, આહાર-વિહાર અંગે િવનામૂલ્યે માર્ગદર્શન આપશે.

}વિનામૂલ્યેમોતીયાના ઓપરેશન કરાશે

પીએનઆરહોસ્પીટલ અંધશાળા કેમ્પસ વિદ્યાનગર ભાવનગર ખાતે જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીના સહયોગથી રોજ મોતીયાના ઓપરેશન નિષ્ણાંત ડોકટરો દ્વારા મફત કરી આપવામાં આવશે.જાહેર જનતાએ લાભ લેવો. ફોન 0278 2431150

મીિટંગ-બેઠક

}કંસારા મહિલા મંડળ

તા.30બુધવારે સાંજે 5 કલાકે ઘોઘાસર્કલના બગીચામાં જનરલ મીિટંગ રાખેલ છે.દરેક સભ્ય બહેનોએ સમયસર હાજર રહેવુ.

}ધનેશમહેતા હાઇસ્કૂલ

ભા.કે.મંડળસંચાલીત ધનેશકુમાર જશવંતરાય મહેતા હાઇસ્કૂલમાં તા.24/11ના રોજ વિદ્યાર્થોઅો અને શિક્ષકોની વિશાળ હાજરી વચ્ચે સર્વધર્મ કોમી સપ્તાહની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી.

}નચિકેતાપ્રાથમિક, માધ્યમિક શાળા

શાળાનાવિદ્યાર્થીઓએ બંધારણ દિન નિમિતે શિયાળુ રમતોત્સવ કાર્યક્રમ ઉજવેલ જેમા શાળાના ધો.5 થી 10ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રમતોત્સવ ઉજવેલ જેમા સંગીત ખુરશી, લોટફૂંક, મમરા ખાંઉ, વિધ્નદોડ, ચાંદલા ચોડ અને કબ્બડી અને ખોખો તેમજ લીંબુ ચમચી જેવી રમતો રમી આનંદ કરેલ.

િજલ્લાનોંધ

}બ્રાહ્ય અભ્યાસક્રમ વિભાગ

બીએ,બીકોમ તેમજ એમ.એ 1,2, એમ.કોમ 1,2ના ઓનલાઇન રીપીટર પ્રવેશ તા.28/11 થી 7/12 સુધી www.mkbhavuni.edu.in પર સુચના મુજબ ભરવાના રહેશે.

}સ્વામીનારાયણકોલેજ

કોલેજનાબીસીએ 1, બીકોમ 1, બીબીએ 1, બીએસસીીઆઇટ 1ના વિદ્યાર્થી ધો.12 પરીક્ષામાં 80 પર્સન્ટાઇલ કે વધુ માર્કસ મેળવેલ હોય અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત સ્કોલરશીપનો લાભ લેવા મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઅોએ mysy.guj.nic.inપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અને વેરીફીકેશન માટે શિક્ષણશાસ્ત્ર ભવન એમ.કે.ભાવ.યુની.કાર્યાલય સામે સવારે 11 થી 5માં જવાનુ રહેશે. તેમજ અગાઉ જે વિદ્યાર્થીએ ઓનલાઇન ફોર્મ ભરેલ હોય અને વેરીફિકેશન કરાવવાનુ બાકી હોય તેણે વેરીફીકેશન કરાવી લેવુ. ફોર્મ ભરેલ છે તેઓએ દિ.3મા કોલેજમાં જાણ કરવી.

અન્ય સમાચારો પણ છે...