તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા માર્કેટ યાર્ડમાં આજથી કપાસની હરરાજીનો થશે પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપાસનીખેડૂતો પાસેથી ખરીદીમાં ખરીદનારને જીએસટી અંતર્ગત રિવર્સ મિકેનિઝમના નામે ભરવા પડતા ટેકસ બાબતે વેપારીઓએ વિરોધ સાથે રાજયભરમાં કપાસ ખરીદી બંધ કરવાની જાહેરાત સંદર્ભે તળાજા જીનીંગ એસો. દ્વારા તળાજા માર્કેટ યાર્ડમાંથી કપાસ ખરીદવો બંધ કરેલ.

સંદર્ભે જીએસટી કાઉન્સીલ વચ્ચે સમાધાન સધાતા રાજયભરના જીનીંગ ઉદ્યોગના વેપારીઓએ હડતાલ પાછી ખેંચી લઇ કપાસ ખરીદીનો નિર્ણય કરતા આજ તા.27-11-17ને સોમવારથી તળાજા માર્કેટીંગ યાર્ડમાં કપાસની હરાજી રાબેતા મુજબ યોજાશે. જેની દરેક ખેડૂત ભાઇઓ વેપારીઓ અને વાહનમાલિકોને નોંધ લેવા તળાજા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખની યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...