તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિહોરમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાતા રાહત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિહોર : તળાજા તાલુકાના દિહોર ગામમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન હતો જેથી ગ્રામજનોને પણ મુશ્કેલી વેઠવી પડતી હતી દિહોરની આસપાસના ગામ કુવાઓમાં ખારૂ પાણી અને કેટલાક કુવામાં પીવા લાયક પાણી હતુ. આવા સંજોગોમાં મહી પરીએજ યોજના નર્મદાનુ મીઠુ પાણી મળતા ગ્રામજનોમાં રાહતની લાગણી જન્મી છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ગામમાં પાણી માટે લોકોને હેરાનગતિ વેઠવી પડતી હતી. તો રાજકીય પ્રતિનિધિઓ માત્ર વચનો આપતા હતા. આવા સંજોગોમાં મીઠા પાણીની વ્યવસ્થા થવાથી ગ્રામપંચાયતના પ્રતિનિધિ પ્રત્યે ગ્રામજનોએ આભારની લાગણી વ્યકત કરી હતી. ગ્રામપંચાયત દ્વારા હાલમાં અનેકવિધ કાર્યો પૂર્ણ કરવામાં આવતા ગ્રામજનોમાં રાહતની લાગણી જન્મી છે.

અન્ય સમાચારો પણ છે...