તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ મરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણદાઠા/મહુવા| સ્વ.ચંપાબેનતથા સ્વ. ડાયાલાલ રામકૃષ્ણ પંડયાના પુત્રી ગં.સ્વ.સરોજબેન લાભશંકર બધેકા (ઉ.વ.78)તે ગિરીશચંદ્ર ડી.પંડયા (નિવૃત્ત ચીફ ઓફિસર, મહુવા નગરપાલિકા), સ્વ.મધુબેન વી. ભટ્ટ (ભાવનગર), જનકભાઇ ડી. પંડયા (નિવૃત્ત શિક્ષક, શેઠ મ.ન. હાઇસ્કુલ, મહુવા)ના મોટાબેન, જાગૃતિબેન એમ. ભટ્ટ (રાજકોટ), કેતન પંડયા (તાલુકા હેલ્થ ઓફીસ, મહુવા), નીતિબેન પી. જોષી (રાજકોટ), વિપુલ જે. પંડયા (વડોદરા)ના મોટાફઇ તા. 24/11 ને શુક્રવારે કૈલાસવાસી થયેલ છે. તેની પિયર પક્ષની સાદડી તા.30/11ને ગુરૂવારે સાંજે 4 થી 6 કલાકે પ્રશાંત સોસાયટી, બ્લોક નં.3/4, ટેલીફોન એકસચેન્જ પાસે મોટા જાદરા રોડ, મહુવા મુકામે રાખેલ છે.ભાવનગર| ભડીભંડારીયા િનવાસી હાલ ભાવનગર જોષી લાભશંકર ભાઈશંકરના પત્ની સુલોચનાબેન(ઉં.વ.60)નોતા.26-11ને રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. તે કિરીટભાઈ, સંજયભાઈ, મીતાબેનના માતુશ્રી, સ્વ.વૃજલાલભાઈ, સ્વ.પ્રતાપરાય, સ્વ.હર્ષદરાય, સ્વ.મુક્તાબેન જટાશંકર ત્રિવેદીના ભાઈના પત્ની, સ્વ.અનંતરાય ઈચ્છાશંકર જાની (ઘાંઘળી હાલ પુના), સ્વ.કૈલાસબેન, તરલાબેન, પ્રેમીલાબેન, મધુબેનના બહેન, મનોજકુમાર ભટ્ટ (વડોદરા), સરોજબેન, આરતીબેનના સાસુ, ડો.ભાગ્યશ્રી, પ્રથમ, જયમીલ, રૂત્વી, હેલીના દાદી/નાની થાય. તેની સાદડી તા.30-11ને ગુરૂવારે સાંજે 4થી6 અમારા િનવાસસ્થાને સી/196, કેશરીયા હનુમાનજી રોડ, કાળિયાબીડ, ભાવનગર રાખેલ છે.ભાવનગર| ભીમનાથનિવાસી હાલ અણીંન્દ્રા લક્ષ્મીશંકરઉમિયાશંકર દવે (BMCપેન્શનર) તા.23/11નાં કૈલાસવાસી થયેલ છે. તે કિશોરભાઇ (NTC, મહાલક્ષ્મી મીલ), જયેન્દ્રભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. જીવુબેન, ચંદ્રીકાબેન, જ્યોતિબેન (પ્રોફેસર), નિતાબેનનાં પિતાશ્રી, મનીષ, જય, શિલ્પાબેન, ભાવિકાબેનનાં બાપુજી, શારદાબેન, રાજેશ્રીબેનનાં સસરા, નિધીનાં મોટાસસરા, મહેશભાઇ, વિનુભાઇનાં કાકા, સ્વ. યોગેશભાઇ, અશોકભાઇનાં દાદા થાય. તેનું બેસણું તા.30/11ને ગુરૂવારે સાંજે 4 થી 6, ફ્લેટ નં.H/201, લીલા નાનો ટોપ-થ્રી પાસે, તળાજા રોડ, અધવાડા મુકામે રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.4/12ને સોમવારે અણીંન્દ્રા, તા. વઢવાણ, જી.સુરેન્દ્રનગર રાખેલ છે.મહુવા| ચંપકલાલ રેવાશંકર જોષી (ઉ.વ.80)તે સ્વ.જયસુખલાલ, સ્વ.ધીરજલાલ, સ્વ.પ્રસન્નબેન ચુનિલાલ જોષી (વડલી), સ્વ.ભાનુબેન બાલાશંકર રાવળ(પીપળવા સરકારી), ગં.સ્વ.સવિતાબેન ગોવિંદભાઇ જોષી(ચાવડ-અમરેલી)ના ભાઇ, મુકેશભાઇ (સાધના ચા), સ્વ.રામદેવ, આશાબેન વિનોદરાય વ્યાસ (માંડવા), હસાબેન રાકેશકુમાર રાવળ(તરેડ), ગીતાબેન વિપુલકુમાર પંડ્યા (શિહોર)ના પિતાશ્રી, ભુપેન્દ્રભાઇ, સ્વ.વિનોદરાય, ગિરીશભાઇ (પોસ્ટ ઓફિસ, તળાજા), રમેશભાઇ (ખંઢેરા), શરદકુમાર, રાજેશકુમારના કાકા, સ્વ.ભાનુશંકર ભવાનીશંકર વ્યાસ(ત્રાપજ)ના જમાઇ, સ્વ.ચંપકલાલ, ગજાનંદભાઇ, સ્વ.મહેશભાઇ, અશોકભાઇ, સુભાષભાઇ ભાનુશંકર વ્યાસ (ત્રાપજ), દેવીબેન બિપીનચંદ્ર વ્યાસ (ઝરીયા)ના બનેવી, સ્વ.પ્રેમશંકર, સ્વ.રવિશંકર, સ્વ.ગુલાબરાય મહાશંકર પંડ્યા(પાદરી ગો)ના ભાણેજ તા.28/11ને મંગળવારે કૈલાસવાસી થયેલ છે. તેની સંયુક્ત સાદડી તા.30/11ને ગુરૂવારે સાંજે 3 થી 6 કલાકે 53, સ્વામિનારાયણ સોસાયટી, વિદ્યાનગર, રેલ્વે ફાટક પાસે, મહુવા મુકામે રાખેલ છે.ભાવનગર| કોળિયાકિનવાસી હાલ ભાવનગર સ્વ.ગણપતરામ ગૌરીશંકર પાઠકના પુત્ર િકશોરચંદ્રગણપતરામ પાઠક (શંભુભાઈ) (ઉં.વ.68)તા.25-11ને શનિવારે સ્વર્ગવાસ થયેલ છે. તે દમયંતિબેન કિશોરભાઈ પાઠક (િનવૃત્ત શિક્ષિકા ખડસલીયા પ્રા.શાળા)નાં પતિ તેમજ ભાવિકાબેન શૈલેષકુમારના પંડયાના પિતા, સ્વ.અશોકભાઈ ગણપતરામ પાઠક, અરૂણાબેન કનૈયાલાલ પંડયાના મોટાભાઈ, કૃષ્ણભાઈ, યોગેશભાઈ, સ્વ.લક્ષ્મીકાંતભાઈ, પ્રવિણાબેન, વિલાસબેન, પ્રેમગીતાબેનના કાકાના દિકરા ભાઈ, સ્વાતી, હિનલના દાદા, િનરાલી, કેદારના નાના, વૈભવ પંડયાના મામા, સ્વ.કનૈયાલાલ મગનલાલ પંડયાના વેવાઈ, સ્વ.શાંતિલાલ હરિલાલ પંડયાના જમાઈ, િદપકભાઈ, સરલાબેન, દક્ષાબેનના બનેવી, પ્રહલાદભાઈ, અરવિંદભાઈ, ભુપતભાઈ (દેવગાણા)ના ભાણેજ થાય. તેની સાદડી તા.30-11ને ગુરૂવારે સાંજે 4-30 થી 6-30 રૈકવ બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલય કકુરામના મંદિરની સામેના ખાંચામાં િસંધુનગર ખાતે રાખેલ છે. બન્ને પક્ષની સાદડી સાથે રાખેલ છે.શેવડીવદર,તા. જેસર | વાલુબા ઉનડભા ગોહીલ (ઉ.વ.82)તા.21/11ને મંગળવારે રામચરણ પામેલ છે. તે હમીરસિંહ ઉનડભા, પથુભા ઉનડભા, ઓઢભા ઉનડભા, વનરાજસિંહ ઉનડભાનાં માતુશ્રી થાય. તેની ઉત્તરક્રિયા તા.1/12ને શુક્રવારે તેના નિવાસે વાડી વિસ્તાર, શેવડીવદર મુકામે રાખેલ છે.સિહોર| સિહોરનિવાસી સ્વ.મણીલાલ પ્રભુદાસ પટેલ (નડિયાદ્રા)ના પુત્ર નાનાલાલમણીલાલ પટેલ (ઉ.વ.80)તા.26/11ને રવિવારે રામચરણ પામેલ છે. તે સ્વ.પ્રતાપરાય મણીલાલ પટેલ, ત્રિકમલાલ મણીલાલ પટેલના નાનાભાઇ, યોગેશભાઇ, નિલેશભાઇ (હરિઓમ ટ્રેડર્સ, સિહોર)ના પિતાશ્રી, હેમલ, હસ્તીના દાદા થાય. તેનું બેસણું તા.30/11ને ગુરુવાર સાંજે 4 થી 6, તેના નિવાસસ્થાન અમદાવાદ રોડ, જૈન દેરાસર પાછળ, સિહોર ખાતે રાખેલ છે.પીંગળી| વસનબા વનરાજસિંહ રાઠોડ (ઉ.વ.50)તા.26/11ને રવિવારે રામચરણ પામેલ છે. તે વનરાજસિંહ કરશનભાઇના પત્ની, હરિસિંહ, રાજેન્દ્રસિંહ, નીતાબાના માતૃશ્રી, હઠીસિંહ, ભરતસિંહ, ઉદયસિંહ, જુવાનસિંહ, કરણસિંહ, જૈલસિંહ, બહાદુરસિંહ, રણજિતસિંહ, અભયસિંહના કાકી, ભગીરથસિંહ, જયદીપસિંહના મોટાબા, ભરતસિંહ ચૌહાણ (દેવગાણા)ના સાસુ, વનરાજસિંહ ચૌહાણના બહેન થાય. તેની ઉત્તરક્રિયા તા.2/12ને શનિવારે રાખેલ છે.

કેરાળા,હાલ ભાવનગર | લીલાબેન પ્રાગજીભાઇ પરમાર (ઉ.વ.55)તા.27/11ને સોમવારે રામચરણ પામેલ છે. તે પ્રાગજીભાઇ ભવાનભાઇ પરમાર (નિવૃત્ત શિક્ષક)નાં પત્ની, વલ્લભભાઇ ભવાનભાઇ પરમારનાં ભાભી, વિપુલભાઇ પ્રાગજીભાઇ (લેબ. આસી. એસ.એસ.એન્જિ. કોલેજ), ચિરાગભાઇ પ્રાગજીભાઇ (શિક્ષક, લાખણકા પ્રા. શાળા)નાં માતુશ્રી, હંસાબેન ભાયાભાઇ જાદવ (શિક્ષિકા, અધેવાડા પ્રા. શાળા), પારૂલબેન નારશંગભાઇ મોરીનાં સાસુ, હેમરાજભાઇ વલ્લભભાઇ (જેલ સિપાહી), હિરલબેન વલ્લભભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ વલ્લભભાઇનાં મોટા બા, દાનશંગભાઇ શંભુભાઇ ચૌહાણ, સ્વ. તખતશંગભાઇ શંભુભાઇ, ભરતભાઇ શંભુભાઇનાં બેન થાય. તેનો બંને પક્ષનો લૌકીક વ્યવહાર ગુરૂવાર-શુક્રવારે તેના નિવાસસ્થાને 62, પરમેશ્વર પાર્ક, ટોપ-થ્રી સર્કલ પાસે, ભાવનગર) રાખેલ છે. તેનું બેસણું તા.2/12ને શનિવારે સાંજે 4 થી 6, તેના નિવાસસ્થાને રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.7/12ને ગુરૂવારે રાખેલ છે.ભાવનગર| ભાવનગરનિવાસી હસમુખભાઇબાબુભાઇ ડોડીયા (ઉ.વ.56)તા.28/11ને મંગળવારે રામચરણ પામેલ છે. તે અલ્પેશભાઇ, નિતીનભાઇ, પ્રગતિબેન, ભાવનાબેનનાં પિતા, મફતભાઇ બાબુભાઇ ડોડીયાનાં નાનાભાઇ, દેવેશભાઇ, પરાગભાઇ, અરૂણાબેનનાં કાકા, વિશ્વરાજનાં દાદા, ભરતભાઇ, નિકુલભાઇ ચાવડાનાં સસરા, સ્વ. રતિલાલ નારણભાઇ જેઠવા, બાબુભાઇ નારણભાઇ જેઠવાનાં બનેવી, હકાભાઇ નાથુભાઇ, બુધાભાઇ નાથુભાઇનાં મોટાભાઇ, જેમલભાઇ, હરિભાઇનાં ભાણેજ થાય. તેનું બેસણું તા.30/11ને ગુરૂવારે સાંજે 4 થી 6, તેના નિવાસસ્થાન 159-બી, જુની પીપલ્સ સોસાયટી, શહેર ફરતી સડક, ભાવનગર ખાતે રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.8/12ને શુક્રવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર| ભાવનગરનિવાસી કરમચંદગોલારામ ઠક્કર (ઉ.વ.78)તે સ્વ. લોકુમલ, સ્વ. મોહનલાલ, હરેશભાઇનાં ભા, મહેશભાઇ, સુરેશભાઇ, વિશ્નુભાઇ, રાકેશભાઇનાં પિતા, જસવંતભાઇ, જેરામભાઇ, મનોજભાઇનાં કાકાનું તા.27/11ને સોમવારે અવસાન થયેલ છે. તેનું બેસણું-પગડીયું તા.29/11ને બુધવારે સાંજે 5 કલાકે ભાઇઓ તથા બહેનો માટે સંત કંવરરામ હોલ, રસાલા કેમ્પ, ભાવનગર રાખેલ છે.મુ.રૂપાવટી, તા. ગારિયાધાર | રૂપાવટીનિવાસી ગોસ્વામીરાણુબા હિરાગિરી (ઉ.વ.100)તા.28/11ને મંગળવારે કૈલાસવાસ પામલ છે. તે કૈ.વા.શ્યામગિરિ હિરાગિરિ, જયંતિગિરિ, હિરાગિરિ, કૈ.વા. શાંતિગિરિ હિરાગિરિ, હરદેવગિરિ હિરાગિરિનાં માતુશ્રી, પ્રવિણગિરિ, અલ્પેશગિરિ, ભરતગિરિ, સુખદેવગિરિ, કમલેશગિરિ, સંજયગિરિ, દિલિપગિરિનાં દાદા થાય. તેનો શક્તિપુજન ભંડારો તા.9/12ને શનિવારે સાંજે 4 કલાકે રૂપાવટી મુકામે રાખેલ છે.

અલંગ| બાબુગીરી કાળુગીરી ગોસ્વામી (ઉં.વ.40)તા.25-11ને કૈલાસવાસી થયેલ છે. તે કાળુગીરી શંકરગીરી ગોસ્વામીના પુત્ર, સ્વ.ધનગીરી શંકરગીરીના ભત્રીજા, જગદીશગીરી કાળુગીરીના નાનાભાઈ, ઉમેદગીરીના મોટાભાઈ, જસુબેન હરદેવગીરી (નાનાખોખરા)ના ભાઈ, પોપટગીરી ધનગીરીના મોટાબાપુના દિકરા ભાઈ, કૈલાસગીરી, અશ્વિનગીરી, ભાવેશગીરીના કાકા થાય. તેની શંખઢોળ વિધી, શક્તિપૂજન તા.1-12ને શુક્રવારે તેના િનવાસે અલંગ મુકામે રાખેલ છે.સિહોર| બાલુબેન સોંડાભાઇ મકવાણા (ઉ.વ.78)તા.27/11ને સોમવારે દેવલોક પામેલ છે. તે સોંડાભાઇ માત્રાભાઇના પત્ની, પ્રતાપભાઇ, અશોકભાઇ, સ્વ.પંકજભાઇના માતૃશ્રી, વાટલિયાવાળા રમેશભાઇ, પ્રવીણભાઇના મોટાબા, મહુવાવાળા હરેશભાઇ કમાણીના બહેન, જયંતીભાઇ, દિનેશભાઇ, હેમંતભાઇ, અનિલભાઇના ફઇ, દેવકૃષ્ણ મોરી (ભાવનગર), ભૂપતભાઇ કણબી (મોટી મેંગણી), મગનલાલ રાઠોડ (સાતપડા), ઘનશ્યામભાઇ મેળગિયા (વલભીપુર), ઘનશ્યામભાઇ મોરી (સિહોર)ના સાસુ થાય.તેનું કારજ (પાટપૂજન) તા.7/12ને ગુરૂવારે દિવસના તેમના નિવાસસ્થાન, મારૂતિનગર, સિહોર રાખેલ છે. તીરથ ભોજન તા.29/11ને બુધવારે રાખેલ છે.બોટાદ| ચડોતરા નાગજીભાઇ પરશોતમભાઇ (ઉ.વ.72)તા.26/11ને રવિવારે રામચરણ પામેલ છે. તે જયશ્રીબેન (સુરેન્દ્રનગર), પ્રકાશભાઇ, સુરેશભાઇ, પંકજભાઇના પિતાશ્રી, બાબુભાઇ, મનસુખભાઇ, ભીખાભાઇના મોટાભાઇ, દેવજીભાઇ મારૂ (સિહોર), રમણીકભાઇ પરમાર (અમરેલી)ના સાઢુભાઇ, ગોવિંદભાઇ કોશયા (સુરેન્દ્રનગર)ના સસરા, મયૂર, ધવલ, જય, ભાવિકના દાદા થાય. તેનું બેસણું તા.30/11ને ગુરૂવારે સાંજે 4થી 6, બોટાદ મુકામે તેમજ ઉત્તરક્રિયા તા.7/12ને ગુરૂવારે તેના નિવાસસ્થાન હરણકૂઇ શાળાની પાસે, બોટાદ રાખેલ છે.ભાવનગર| ચંપાબેન નટવરભાઇ બાવળીયા (ઉઉવ.80)તા.24/11નાં રામચરણ પામેલ છે. તે નટવરભાઇ પ્રભુદાસ બાવળીયાનાં પત્ની, સ્વ. પરમાણંદભાઇ પી., નરોત્તમભાઇ પી., જશવંતભાઇ પી. બાવળીયાનાં ભાભી, મુકેશભાઇ એન. બાવળીયા, માલતીબેન અનિલકુમાર પરમાર (ધંધુકાવાળા)નાં માતુશ્રી, સ્વ. સંજયભાઇ પી., અશોકભાઇ પી., હરેશભાઇ જે., મનિષભાઇ એન. બાવળીયાનાં ભાભુ, ભરતભાઇ કાળુભાઇ વાઘેલા (નારીવાળા)નાં વેવાણ, અશોકભાઇ શિવલાલભાઇ સોલંકી (સુરત), કિશોરભાઇ એસ., પ્રફુલભાઇ એસ., દિપકભાઇ એસ. સોલંકી (મોરબી)નાં ફઇબા થાય. તેની સાદડી તા.30/11ને ગુરૂવારે વાળંદ જ્ઞાતિની વાડી, ભરતનગર, સાંજે 4 થી 6 રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.2/12ને શનિવારે મુ.મં.અાવાસ યોજના, કલ્યાણનગર, ચિત્રા, બ્લોક નં. (એલ. 504)માં રાખેલ છે.ભુંભલી| કોરડીયા અંબાબેન ગફુલભાઈ (ઉં.વ.83)તા.28-11ને મંગળવારે રામચરણ પામેલ છે. તે સ્વ.ગફુલભાઈ મુળજીભાઈના પત્ની, સ્વ.ભવાનભાઈ મુળજીભાઈના નાનાભાઈના પત્ની, વાલજીભાઈ, નારણભાઈ, મનસુખભાઈના માતુશ્રી, જીણાભાઈ, િવઠલભાઈ, બાલાભાઈના કાકી, નાનજીભાઈ, મેઘજીભાઈ નરશીભાઈ, પાચાભાઈ મેઘજીભાઈ, સ્વ.ઘેલાભાઈ મેઘજીભાઈના ભાભી, જાદવભાઈ, હિંમતભાઈ, જગદીશભાઈ, રમેશભાઈના મોટાબા, દિપક, ઘનશ્યામ, સુરેશ, પરેશ, સંજય, અજયના દાદીમા, ભંડારિયા િનવાસી સેંતા છગનભાઈ આણંદભાઈ, કાનજીભાઈ પુનાભાઈ, વેલજીભાઈ આણંદભાઈના બેન થાય. તેનું ઉત્તરકારજ તા.9-12ને શનિવારે રાત્રે રાખેલ છે.પાલિતાણા| સ્વ.બાલાભાઈરણછોડભાઈ કામળીયાના પત્ની વસંતબેન(ઉં.વ.80)તા.27-11ને અવસાન થયેલ છે. હર્ષદભાઈ બાલુભાઈ, દિલીપભાઈ બાલાભાઈ કામળીયાના માતુશ્રી, જેસર િનવાસી વાજા બાબુભાઈ પરશોત્તમભાઈની દીકરી થાય. તેની સાદડી તા.1-12ને શુક્રવારે ધોબી જ્ઞાતિની વાડીમાં પાલિતાણા ખાતે સાંજે 4થી6 તેમજ ઉત્તરક્રીયા તા.7-12ને ગુરૂવારે ધોબી જ્ઞાતિની વાડીએ સવારે 9 કલાકે રાખેલ છે.મુ.સોસિયા, તા. તળાજા | સોસિયાનિવાસી દિહોરાદેવજીભાઇ ફાફાભાઇ (ઉ.વ.74)તા.26/11ને રવિવારે રામચરણ પામેલ છે. તે રાજુભાઇ, રમેશભાઇ, હરેશભાઇનાં પિતાશ્રી, રવજીભાઇ, નથુભાઇ, અંજુબેનનાં ભાઇ, તુળશીભાઇ, ધરમશીભાઇ, મધુબેન, આશાબેનનાં કાકા, વિનોદભાઇ, જિજ્ઞેશભાઇ, સ્વ. મુક્તાબેન, રાજીબેન, સ્વ. ચકુબેન, મંજુબેન, ગીતાબેનનાં દાદા, મનજીભાઇ ખોડાભાઇનાં મામા થાય. તેની ઉત્તરક્રિયા તા.5/12ને મંગળવારે રાખેલ છે.

માળવાવ| જડીબેન ખાટાભાઇ ડોડીયા (ઉ.વ.65)તે પોપટભાઇ, લાલજીભાઇનાં માતુશ્રી તા.27/11ને સોમવારે રામચરણ પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.5/12ને મંગળવારે માળવાવ વાડી વિસ્તાર કેનાળ કાઠે રાખવામાં આવેલ છે.

ફુલસર,ભાવનગર | બારૈયાજેન્તીભાઇ પ્રાગજીભાઇનાં પત્ની વાસંતીબેન(ઉ.વ.75)તા.28/11ને મંગળવારે સ્વર્ગવાસ પામેલ છે. તે પ્રવિણભાઇ, અનિલભાઇ, સુનિલભાઇનાં માતુશ્રી, જુગલ, પ્રિયાંકનાં માં, ખોડાભાઇ, મુકેશભાઇનાં કાકી, શાંતિભાઇનાં ભાભુ, મંજુલાબેન જેન્તીલાલનાં બેન, વિપુલભાઇનાં માસી, મુન્નાભાઇ રમણીકભાઇ કામ્બડ, ભરતભાઇ મુળજીભાઇનાં ફઇ થાય. તેના સુંવાળા તા.30/11ને ગુરૂવારે સાંજે 4 થી 6, બારૈયાનાં મઢે, ફુલસર મુકામે રાખલ છે.

પાલીતાણા| પાલીતાણાનિવાસી હરસુખભાઇમાધુભાઇ વરસડીયા (ઉ.વ.55)તા.27/11નાં રામચરણ પામેલ છે. તે શામજીભાઇ, બાબુભાઇનાં મોટાભાઇ, દેવુબેન (સોનગઢ), સ્વ. હંસાબેન (સણોસરા), જયાબેન (મહુવા), ગીતાબેન (આદપુર)નાં ભાઇ, ભાનુબેન વાલજીભાઇ ગોહેલ (ઢસા)નાં ભત્રીજા થાય. તેના સુંવાળા તા1/12ને શુક્રવારે તેમજ ઉત્તરકારજ તા.5/12ને મંગળવારે તેના નિવાસસ્થાને હનુમાનવાળી શેરી, પાલીતાણા રાખેલ છે.

બગદાણા| મોહનભાઇ સોંડાભાઇ રાઠોડ (ઉ.વ.85)તે મથુરભાઇ, આતુભાઇ, રમેશભાઇ, ભરતભાઇનાં પિતાશ્રી, શામજીભાઇ, રણછોડભાઇ, ભવાનભાઇ, ભીખાભાઇ, પરશોત્તમભાઇ, પોપટભાઇનાં મોટાભાઇ, અયાવેજવાળા કરમશીભાઇ દિહોરાનાં સાળા, પાવઠીવાળા વલ્લભભાઇ ઉકાભાઇ ચુડાસમાનાં સસરા, મોટી જાગધારવાળા ગોવિંદભાઇ મુળિયા, વેજોદરીવાળા કરશનભાઇ હમીરભાઇ બાંભણિયાનાં જમાઇ તા.28/11ને મંગળવારે અવસાન પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.9/11ને શનિવારે બગદાણા મુકામે રાખેલ છે.

ભાવનગર| સ્વ.ભગવાનભાઇ સાદુડભાઇ બારૈયાનાં પુત્ર ડાયાભાઇ ભગવાનભાઇ (જી.એમ.બી., નિવૃત્ત કર્મચારી)નાં પત્ની હીરાબેનડાયાભાઇ (ઉ.વ.56)તા.27/11 રામચરણ પામેલ છે. તે અશ્વિનભાઇ (બી.એમ.સી. કર્મચારી), રસીકભાઇનાં માતુશ્રી, હિંમતભાઇ ભગવાનભાઇ બારૈયા, જયાબેન હિંમતભાઇનાં ભાભી, અલ્પેશભાઇ, કેતનભાઇ, ધર્મેશભાઇનાં ભાભુ, સ્વ.લક્ષ્મીબેન કલ્યાણભાઇ દિહોરા, ગં.સ્વ. વિજુબેન ભીખાભાઇ સોલંકી, સમજુબેન જીવરાજભાઇ ગોહેલ, મંજુબેન ચીથરભાઇ ચુડાસમા, પાસુબેન તુલસીભાઇ સોલંકી, લીલાબેન વલ્લભભાઇ જાંબુચાનાં ભાભી, લલીતાબેન જીતેન્દ્રકુમાર સોલંકી, રૂપલબેન અનિલકુમાર ચૌહાણનાં માતુશ્રી, સ્વ. શામજીભાઇ દેવજીભાઇ લાઠીયા, ધીરૂભાઇ દેવજીભાઇ લાઠીયાનાં બહેન થાય. તેના સુંવાળા તા.30/11ને ગુરૂવારે સવારે 10 કલાકે તથા બંને પક્ષનું બેસણું તા.30/11ને સાંજે 4 થી 6, પ્લોટ નં.1371, શ્રમજીવી અખાડા પાસે, ઘોઘાસર્કલ પાછળ, ભાવનગર રાખેલ છે.

દેવળીયા| દેવળીયાનિવાસી ભીમજીભાઇજીવાભાઇ ચૌહાણ (ઉ.વ.98)તા.27/11નાં રામચરણ પામેલ છે. તે સ્વ. નાગજીભાઇ, વશરામભાઇ, મેઘજીભાઇનાં પિતાશ્રી, કિશોર, ગણેશ, લાલજીનાં દાદા, સ્વ. જેઠવા ટપુભાઇ રાહાભાઇ, બોઘાભાઇ રાહાભાઇ (સખવદરવાળા)નાં બનેવી થાય. તેનું ઉત્તરકારજ તા.8/12ને શુક્રવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.

બિલડી| મોંઘીબેન રામભાઇ કવાડ (ઉ.વ.95)તે બકુભાઇ, કરશનભાઇ, લખમણભાઇના માતુશ્રી, કાળુભાઇ ખોડાભાઇ, જોધાભાઇ, માધાભાઇના કાકી, વિનુભાઇ શામજીભાઇ, જેઠાભાઇ, પરશોત્તમભાઇના મોટામાં, મનુભાઇ, જીણાભાઇ, રમેશભાઇ, અશોકભાઇ, શીવજીભાઇ, સુરેશભાઇ, સંજયભાઇ, નરેશભાઇના ગઢામાં તા.28/11ને મંગળવારે રામચરણ પામેલ છે. તેનુ ઉત્તરકારજ તા.8/12ને શુક્રવારે તેના નિવાસસ્થાને મહુવા રોડ વાડીએ રાખેલ છે.

ભાવનગર| રમેશભાઈમોહનભાઈ ડોડીયા રીટાયર્ડ મ્યુ.કોર્પોરેશન, ટાઉનહોલ બુક બેન્કવાળાના પત્ની ભારતીબેન(ઉં.વ.60)નુંતા.27-11ને સોમવારે અવસાન થયેલ છે. તે સ્વ.નટુભાઈ અમુભાઈ ડોડીયા, સ્વ.બટુકભાઈ અમુભાઈ ડોડીયાના નાનાભાઈના પત્ની, મનહરભાઈ અમુભાઈ ડોડીયા, મહેશભાઈ અમુભાઈ ડોડીયાના ભાભી, અજયભાઈ નટુભાઈ ડોડીયાના કાકી, પ્રશાંતભાઈ મનહરભાઈ ડોડીયાના ભાભુ, દિપ્તીબેન, સ્વાતીબેન, શ્વેતાબેનના માતુશ્રી, રાજુભાઈ બાબુભાઈ વેગડ (જીઈબીવાળા) અનીલભાઈ બાબુભાઈ વેગડ પ્રિન્સ ઓટો પાનવાડી, ગીતાબેન રમેશભાઈ મકવાણા (માજીરાજ ગર્લ્સ હાઈસ્કુલ, નીલુબેન જયેશભાઈ ડોડીયાના બહેન, રાજેશકુમાર ગઢડાવાળા (એગ્રો), મહેન્દ્રકુમાર જુનાગઢવાળા, સુનીલકુમાર (એસ.ટી. િચત્રા સ્ટોર્સ)ના સાસુ થાય. તેનું બેસણું તા.30-11ને ગુરૂવારના બપોરે 3.30 થી 5.30 સુધી તેમજ ઉત્તરક્રીયા તા.5-12ને મંગળવારે તેમના િનવાસે કાળુભા રોડ, ડો.માલતીબેનના દવાખાના સામે, ધરમ એપાર્ટમેન્ટમાં રાખેલ છે.

કંટાસર| બાંભણીયા મલુબેન ગણેશભાઇ (ઉ.90)તા 28/11ને મંગળવારે સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ. ભુપતભાઇ ગણેશભાઇ, વાઘજીભાઈ, કાનજીભાઈના માતા, તા. સદસ્ય સંજયભાઈ બી. બાંભણીયાના દાદીમાં, હમીરભાઇ રૈયાભાઇ વાઘેલા (બેંલડાં)ના બેન થાય. તેનુ બેસણું 11ને ગુરૂવારે તા.30/11ને દિવસે રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા શુક્રવારે તા 8/12નાં દિવસે વાઘજીભાઈ ગણેશભાઇના નિવાસસ્થાને સાપરી રોડ, BPL પ્લોટ વિસ્તાર રાખેલ છે.તળાજા| પ્રવિણભાઇ રવજીભાઇ પરમાર (ઉ.વ.32)તા.27/11ને સોમવારે રામચરણ પામેલ છે. તે સ્વ. રવજીભાઇ જસમતભાઇ પરમારનાં પુત્ર, સ્વ. નારણભાઇ જસમતભાઇનાં ભાઇનાં દિકરા, ભુપતભાઇ નારણભાઇ, રાજુભાઇ મુળજીભાઇ, ભરતભાઇ નાનુભાઇ, દિનેશભાઇ રવજીભાઇનાં મોટાભાઇ, ગોવિંદભાઇ ડાયાભાઇ રાનેરા (નાના સુરકા)નાં સાળા થાય. તેની ઉત્તરક્રિયા તા.1/12ને શુક્રવારે રાખેલ છે.કમળેજ| સ્વ.ધનજીભાઇ ભાયાભાઇનાં પુત્ર પ્રવિણભાઇધનજીભાઇ મારૂ (ઉ.વ.45,SRPપોલીસ)તા.28/11ને મંગળવરે અવસાન પામેલ છે. તે શાંતુબેન, ચંપાબેન, બળવંતભાઇ, મનજીભાઇનાં નાનાભાઇ, રાજુબેન, શારદાબેનનાં દિયર, ભુમિકા, વાસુદેવ, સહદેવનાં પિતાશ્રી, જયદિપ, નવદિપ, સાગર, ગૌવંતમનાં કાકા, કાનજીભાઇ વશરામભાઇ મકવાણા (તોતણિયાળા)નાં ભાણેજ, ગીગાભાઇ બેચરભાઇ સોલંકી (ટાણા)નાં જમાઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.1/12ને શુક્રવારે સવારે 9 કલાે તેના નિવાસસ્થાને કમળેજ રાખેલ છે.

ભાવનગર| સ્વ.ધુડાભાઈઉકાભાઈ કણબીના પત્ની પલુબેનધુડાભાઈ કણબી (ઉં.વ.85)તા.28-11ને મંગળવારે અવસાન પામેલ છે. તે સ્વ.માવજીભાઈ ઉકાભાઈ, હરજીભાઈ ઉકાભાઈ, ખીમજીભાઈ ખોડાભાઈ, ચીથરભાઈ માણરભાઈ, જીવરાજભાઈ ભીખાભાઈના ભાભી, બચુભાઈ ધુડાભાઈ, બેચરભાઈ ધુડાભાઈ, સ્વ.કાંતિભાઈ ધુડાભાઈ, ધનજીભાઈ ધુડાભાઈ, સ્વ.નાનજીભાઈ ધુડાભાઈના માતુશ્રી, મનુભાઈ, મોહનભાઈ, પ્રવિણભાઈ, કલ્યાણભાઈ, પ્રેમજીભાઈ, મુકેશભાઈ કાનજીભાઈ (મોર્ડન), જીવરાજભાઈ, હરીભાઈ (તળાજાવાળા)ના મોટીબા, મંગુબેન મનસુખભાઈ ભોજ, ચંપાબેન િહંમતભાઈ જોગદીયા, દેવુબેન બાબુભાઈ સુમરા માતુશ્રી, ગોવિંદભાઈ કરશનભાઈ પડાયાના બેન થાય. તેનું બારમું તા.1-12ને શુક્રવારે દિવસે દિપકહોલ વણકર જ્ઞાિતની વાડી, દીપક ચોક, ભાવનગર ખાતે રાખેલ છે.કોબડી| સ્વ.ખીમજીભાઈકાળાભાઈ કારેલીયાના દિકરા િનલેશભાઈખીમજીભાઈ તા.26-11નેરામચરણ પામેલ છે. તે રમેશભાઈ, નરશીભાઈ, દલપતભાઈના ભાઈ, ભીમાભાઈ, વેલાભાઈ, ભુપતભાઈ, માધાભાઈ, નારણભાઈના ભત્રીજા, સવજીભાઈ કરશનભાઈના સાળા થાય. તેની ઉત્તરક્રીયા (બારમું) તા.1-12ને શુક્રવારે િદવસે કોબડી મુકામે રાખેલ છે.વાવડી| તળાજાવાવડી િનવાસી નથુભાઈકરશનભાઈ સરવૈયા (ઉં.વ.80)તા.26-11ને રવિવારે રામચરણ પામ્યા છે. તે મુળજીભાઈ નથુભાઈ સરવૈયા, જગદીશભાઈ નથુભાઈ સરવૈયા, સ્વ.કાનાભાઈ નથુભાઈ સરવૈયા, જેહાભાઈ નથુભાઈ સરવૈયા, કુંવરબેન, નંદુબેન, મોંઘીબેનના પિતાશ્રી, સ્વ.માયાભાઈ ઉગાભાઈ સરવૈયા, સ્વ.ધુડાભાઈ કમાભાઈ સરવૈયાના ભાઈ, લખમણભાઈ માવજીભાઈ સરવૈયા, રત્નાભાઈ દેવજીભાઈ સરવૈયાના ભત્રીજા, મનુભાઈ ગળસર (ભાવનગર), મનુભાઈ બથવાર (ભાવનગર), પ્રવિણભાઈ સાગઠીયા (પાલિતાણા)ના સસરા થાય. તેનું બારમું ઉત્તરક્રીયા તા.1-12ને શુક્રવારે તેમના િનવાસે મુ.વાવડી ગામે રાખેલ છે.

જૈનમરણઘોઘા(હાલ ભાવનગર) | ઘોઘાનિવાસી હાલ ભાવનગર સ્વ. સવાઇલાલ ગીરધરલાલ શાહનાં પુત્ર મહેન્દ્રભાઇ(ઉ.વ.70)તા.27/11નાં નવકારમંત્રનું સ્મરણ કરતાં સ્વર્ગવાસ પામલ છે. તે ઝરણાબેનનાં પતિ, કિશોરભાઇ (પારસ ઇલે.)નાં મોટાભાઇ, જ્યોતિબેનનાં જેઠ, તુષારભાઇ, રવિભાઇ (સનરાઇઝ ઇલે.), નિશાબેન (સેંટ મેરી સ્કુલ)નાં પિતાશ્રી, રાજીવભાઇ ઝવેરી (નાગરીક બેંક), કલ્પનાબેન, અંકિતાબેનનાં સસરા, સ્વ.ભોગીલાલ હેમચંદ શાહનાં જમાઇ, કિશોરભાઇ, વિરેન્દ્રભાઇ, કલ્પનાબેન બી. શાહ (હાલ હુબલી)નાં બનેવી, બીના, કુંજલ, હેતલ, જુલી, મિલાપ, પ્રિયલ, નેહાંગ, હિતાર્થ, ધ્યાનિ, વંશનાં દાદા, મોસાળ પક્ષે સ્વ. પ્રવિણચંદ્ર વેણીલાલ પારેખ, વેવાઇ પક્ષે સ્વ. ચંદ્રકાંતભાઇ બી. ઝવેરી, સ્વ. પ્રવિણચંદ્ર એસ. દોશી, પ્રવિણચંદ્ર રતિલાલ શાહ (કમળેજવાળા) તમામની સંયુક્ત સાદડી તા.29/11ને બુધવારે સવારે 9 થી 11, શ્રી સાંકળીબાઇ હોલ, કૃષ્ણનગર ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર| સણોસરાનિવાસી હાલ બોરીવલી (મુંબઇ) શાહડાયાલાલ નારણદાસ (ઉ.વ.90)તા.27/11નાં નવકારમંત્રનું સ્મરણકરતાં અવસાન પામેલ છે. તે લક્ષ્મીચંદભાઇ મુળચંદભાઇ, રમણીકભાઇનાં ભાઇ, રતીભાઇ, હર્ષદભાઇનાં કાકા થાય. તેની સાદડી શાહ હર્ષદરાય લક્ષ્મીચંદ, મયણા ફ્લેટ, કૃષ્ણનગર જૈન દેરાસરની બાજુમાં, દેરી રોડ ભાવનગર તેની સાદડી તા.29/11ને બુધવારે સવારે 9 થી 11 રાખેલ છે.બોટાદ|બોટાદનિવાસી શિરીષચંદ્રમગનલાલ વસાણી (લાતીવાળા)ઉ.વ.77 તા.28-11-17 મંગળવારે અરીહંત શરણ પામેલ છે. જેઓનું બેસણુ તા.30-11-17ને ગુરૂવારે સવારે 9-00 થી 11-00 સ્થાનકવાસી જૈન સંઘની વાડી, વખારીયા ચોક, બોટાદ મુકામે રાખેલ છે.

મુસ્લિમમરણભાવનગર| નજીરભાઇ ભીખુભાઇ મધરા (ઉ.વ.47,બુધેલ) તે મધરા ભીખુભાઇ ચાંદભાઇનાં દિકરા, મધરા અબ્દુલભાઇ ચાંદભાઇ, રજુભાઇ, રસુલભાઇ, દાદુભાઇનાં ભત્રીજા, મધરા ગફારભાઇ, તાલીબભાઇ, મહિદભાઇનાં ભાઇ, થોરડી નિવાસી મ. જમાલભાઇ હોથીભાઇનાં ભાણેજ થાય. તેની જીયારત તા.30/11ને ગુરૂવારે સવારે 9 કલાકે બુધેલ મસ્જીદે ઝેતુનમાં ભાઇઓની તેમજ ઔરતોની તેના નિવાસસ્થાને રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...