તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Talaja
 • જળ બચત અને કૃષિ ઉત્પાદન માટે આશીર્વાદરૂપ બની ટપક ફુવારા પદ્ધતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળ બચત અને કૃષિ ઉત્પાદન માટે આશીર્વાદરૂપ બની ટપક ફુવારા પદ્ધતિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાણીનીકાયમી તંગી ભોગવતા તળાજા વિસ્તારના ખેડૂતો હવે સિંચાઇ માટે સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવી રહ્યાં છે. વરસદી ખેતી પર વર્ષોથી નિર્ભર અાપણા વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં અલ્પવૃષ્ટિ અને જમીનમાંથી પાણીના અમાપ સિંચનને કારણે ઉપલબ્ધ પાણીનો મહત્તમ ઉપયોગ કરવામાં હવે ખેતીમાં ટપક અને ફુવારા પદ્ધતિથી પીયત કરવામાં વધુ સમજદારી હોવાનું પ્રગતિશીલ ખેડૂતો માને છે. તળાજા વિસ્તારમાં સરેરાશ 20 થી 25 ઇંચ વરસાદી પાણીનો મોટો હીસ્સો દરિયામાં વહી જાય છે. જેથી ઉપલબ્ધ પાણીના કાર્યક્ષમ વ્યવસ્થાપન માટે હવે સુક્ષ્મ પિયત પદ્ધતિની અગત્યતા ખેડૂતો સમજી ગયા છે.

અનુકરણીય| તળાજા પંથકમાં ખેડૂતો કરી રહ્યાં છે સાહસ

ઇઝરાયેલમાં સુક્ષ્મ પિયતથી ક્રાંતિ

^ઇઝરાયેલનારણપ્રદેશમાં આપણાથી માત્ર ચોથા ભાગનો વરસાદ થાય છે. ત્યાંના ખેડૂતોએ ડ્રોપ અને સ્પ્રીંકલર પદ્ધતિના વ્યાપક ઉપયોગથી ઉચ્ચ ગુણવત્તાસભર શ્રેષ્ઠ અને અધિક ખેત ઉત્પાદન મેળવી ક્રાંતિ સર્જી છે. >વલ્લભભાઇદેસાઇ, બી.એસ.સી.એગ્રો,કિસાન માર્ગદર્શક કેન્દ્ર-તળાજા

શિયાળુ ઉનાળુ ખેતી માટે વધુ ઉપયોગી

^ચોમાસાપછી શિયાળુ અને ખાસ કરીને ઉનાળુ ખેતીમાં અને બાગાયતી પાકોમાં પરંપરાગત ચાસ અને ખામણા પદ્ધતિથી થતા પિયત કરતા સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવાય તો ઉપલબ્ધ પાણીના જથ્થાના કાર્યક્ષમ ઉપયોગથી ત્રણ ગણી સિંચાઇ થાય છે અને તેમાં નિંદામણનું પ્રમાણ પણ ઓછું થાય છે. પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને સરકાર દ્વારા સબસીડી અને અન્ય પ્રોત્સાહન મળે છે. >સોંડાભાઇડી.ટાઢા, પ્રગતિશીલખેડૂત-ઠળીયા

ઓછા પાણીએ વધુ પોષણક્ષમ ઉત્પાદન લઇ શકાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો