તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાજાના એસિડ એટેકના બનાવમાં 1 સગીર ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | ભાવનગર | 7 સપ્ટેમ્બર

તળાજાગામે ત્રણેક િદવસ પૂર્વે બે બાઇક સવારોએ કામ કરતી ત્રણ દીકરીઓ પર એસિડ છાંટતા ત્રણેય દાઝી ગયેલ. બનાવમાં બાજુમાં રમતી એક બાળા ઉપર પણ એસિડના છાંટા ઉડતા તેણીને પ્રાથમિક સારવાર માટે તળાજા અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. ઘટના બાદ એક શખ્સે તળાવમાં પડી આપઘાત કરી લીધેલ. જ્યારે અન્ય શખ્સ નાસી છૂટેલ જે અંગે પોલીસે તપાસ કરી એક સગીરને ઝડપી લીધો હતો.

ઘટનાની િવગતો મુજબ ગત તા. 5-9-2016ના તળાજામાં સરતાનપર રોડ ઉપર મજુર સોસાયટીમાં રહેતા દાદમીયા સૈયદના મકાન પાસે સુનિલ ધીરૂભાઇ સરવૈયા સાથે એક અજાણ્યા શખ્સે મોટરસાયકલ ઉપર આવી દાદમીયાની ત્રણ દીકરીઓ ઉપર સુનિલે એસિડ એટેક કરેલ અને એસિડ છાંટ્યા બાદ સુનિલ ધીરૂભાઇ સરવૈયાએ ખંઢેરા ગામે આવેલ તળાવમાં પડી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળેલ અને તે મૃત્યુ પામેલ.

અંગે પોલીસે અન્ય મોટરસાયકલ સવારની તપાસ કરતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચે ગુન્હામાં મદદગારી કરનાર ઇસમ સગીરવયનો હોવાનું જાણવા મળેલ. જેથી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ગુન્હાની કબૂલાત કરતા તળાજા પોલીસે તેની ધોરણસરની અટકાયત કરેલ છે.

ત્રણ િદવસ પૂર્વે બનેલી ઘટના

એક આરોપીએ એસિડ છાંટ્યા પછી તળાવમાં પડી આત્મહત્યા કરી લીધેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો