તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િશક્ષક દંપતિનાં બંધ મકાનમાંથી રોકડ-ઘરેણા મળી 3 લાખની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | તળાજા બ્યુરો ¿ 29 સપ્ટેમ્બર

તળાજામાં છેલ્લા થોડા સમયથી પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સપેક્ટરની જગ્યાઓ ખાલી પડી છે. અને કેટલાક સમયથી ઘરફોડી સહિતનાં ગુનાઓ વધી રહ્યા છે. હજુ પાંચ દિવસ પૂર્વે ઘરફોડીની ઘટના બની હતી. ત્યાં ફરી આજરોજ ધોળા દિવસે તસ્કરોએ િશક્ષક દંપતિનાં બંધ મકાનમાં ત્રાટકી રૂા.3 લાખની મત્તાની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા.

સનસનાટીપૂર્ણ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઝાંઝમેરનાં અને તળાજા તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા ધ્રુવભાઈ એમ. ભટ્ટ અને તેમનાં પત્ની કે જેઓ પણ શિક્ષક છે. દંપતિ તળાજાનાં અતિ વ્યસ્ત એવા યાકુબભાઈની વાડી રામપરા રોડ પરનાં પોતાનાં બંગલાને તાળુ મારી સવારે 8-00 વાગ્યે બહાર ગયા હતા અને 11-00 વાગ્યે પરત ફર્યા હતા.

ઉપરોક્ત સમયગાળા દરમ્યાન અજાણ્યા શખ્સોએ તેમના બંધ મકાનનાં તાળા તોડી ઘરમાં પ્રવેશી, ફર્નિચર સહિતનો સામાન વેર-વિખેર કરી રૂા.70 હજાર રોકડા તેમજ સોનાની બંગડીઓ અને ચેઈન સહિત 7 તોલાનાં વજનનાં ઘરેણા મળી કુલ અંદાજિત રૂા.3 લાખની કિંમતની મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

અંગે તળાજા પોલીસમાં જાણ કરાતાં કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભાવનગરથી પણ ડોગ સ્કવોર્ડ અને ફીગર પ્રિન્ટ િનષ્ણાંતની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

ગણતરીનાં સમયમાં અંજામ આપી તસ્કરો ફરાર

ક્રાઈમ વોચ| તળાજામાં ધોળા દિવસે તસ્કરોનો તરખાટ

તસ્કરો ચોઈસેબલ માલ ઉઠાવી ગયા

તળાજામાંશિક્ષક દંપતિનાં ઘરને નિશાન બનાવનાર તસ્કરોએ ચોઈસેબલ માલની ચોરી કરી હતી. તસ્કરોએ શોધખોળ દરમ્યાન નકલી ઘરેણા, ઈમીટેશન જ્વલરીને ફેંકી દીધી હતી તેમજ લેપટોપ મોબાઈલને પણ હાથ લગાવ્યો હતો. અને માત્ર રોકડ અને અસલી સોનાના દાગીના ઉઠાવી નાસી છૂટ્યા હતા. તેઓ પાન-માવાનાં શોખીન હોય તેમ ચોરીને અંજામ આપતી વખતે ઘરમાં પાન-માવાની પિચકારીઓ પણ મારતા ગયા હોવાનું ઘરનાં સભ્યોએ જણાવ્યું હતું.

તળાજા પોલીસ મથકમાં PI, PSIની જગ્યા ખાલી

તળાજાપોલીસ મથકમાં કેટલાક સમયથી પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી છે. જેથી અધિકારી વગરનાં પોલીસ મથકનો લાભ આવારા તત્વો બરાબર લઈ રહ્યા છે અને ઘરફોડ સહિતનાં ગુનાઓ દિન-પ્રતિદિન વધી રહ્યાં છે.

પાંચ દિવસમાં બીજો બનાવ...

તળાજાવાવ ચોકની બે દુકાનોની પછીત તોડીને તસ્કરો તાજેતરમાં મધરાત્રે ત્રાટક્યા હતા અને રોકડ તેમજ મોબાઈલ સહિતની માલમતા ઉઠાવી નાસી છૂટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...