આગોતરા મેળવનાર શખ્સના દિવસના રીમાન્ડ મંજુર થયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાનાંભાલર ગામની સરકારી પડતર જમીન હડપ કરવા માટે ગેરરીતી આચરી ખોટા રેકોર્ડ ઉભા કરીને તેને સાચા હોવાની રજુઆત કરીને આચરાયેલા ચકચારી કોૈંભાંડની આઠેક માસ પહેલા થયેલી ફરિયાદ બાદ ધરપકડોનો દોર શરૂ થયો હતો.

ગુનામાં સંડોવાયા હોવાનુ મનાતા ત્રણ વ્યકીતઓએ મહુવા કોર્ટમાં શરતી આગોતરા જામીન મેળવ્યા હતા.જે પૈકી તળાજાનાં ઇકબાલ લાખાણી પણ મહુવા કોર્ટમાં શરતી આગોતરા મેળવ્યા હતા.જેની ગુનામાં જરૂર જણાતાં તળાજા પોલીસ અધીકારી એસ.વી.આચાર્યએ તેને બોલાવી તા.27 નાં રોજ તળાજા કોર્ટમાં તપાસ માટે થતાં નામદાર કોર્ટ સમક્ષ ગુનાની તપાસ માટે 14 દિવસનાં રીમાન્ડ માંગ્યા હતા.જેની સામે તળાજા કોર્ટે તા.2 ઓગષ્ટ સુધીનાં 6 દિવસનાં રીમાન્ડ મંજુર કર્યા છે.આ કાર્યવાહી દરમિયાન સુસુપ્ત થયેલ જમીન કોૈભાંડમાં વધુ પ્રકાશ પડશે.તેમ જણાય રહ્યુ છે.

ભાલરનુ ચકચારી જમીન કોૈભાંડ

તળાજાના ભાલર ગામની સરકારી પડતર

જમીન હડપ કરવા ખોટા રેકર્ડ ઉભા કરાયા

અન્ય સમાચારો પણ છે...