હિન્દુ મરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણ


મહુવા | છબીલદાસ નાથાલાલ પારેખના પત્ની હસુમતિબેન (ઉ.વ.63) તે પિયુષભાઇ, રશ્બીબેન, વિશાલાબેનના માતુશ્રી, અંકિતાબેન, રાજેશકુમાર ભુપતરાય સંઘવી, મેહુલકુમાર ચંન્દ્રકાન્ત મહેતાના સાસું, શૈલેષભાઇ, જયેશભાઇના કાકી, કમલેશભાઇના ભાભુ તા.24/2ને શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા.26/2ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે વલ્લભબાગ કંસારા બજાર ખાતે રાખેલ છે.ભાવનગર | તળાજાવાળા પંકજભાઇ ધીરજલાલ શાહ (ઉ.વ.76, ગોદરેજવાળા) તા.24ના શ્રીજી ચરણ પામેલ છે. તે ચારૂબેનના પતિ, વિણાબેન, રંજનબેન, અશ્વીનભાઇ, સ્વ.વિપીનભાઇના ભાઇ, સ્વ.ધીરજલાલ નરશીદાસ શાહના પુત્ર, સ્વ.સલીલભાઇ, સ્વ.િડમ્પલબેન પિતા, મીરાના નાના (અમેરિકા), પથીક, ડોલી ઓસ્ટ્રેલીયા, વરૂણ, તનુજાના મોટા કાકા થાય. લૌિકક વ્યવહાર બંધ રાખેલ છે.ભાવનગર | સુધાબેન રમેશભાઇ વશી (એકસલ ઇન્ડસ્ટ્રીઝ, મુંબઇ નિવૃત્ત) તે સ્વ.રમેશભાઇ મોહનલાલ વશી (તલંગપુર, સુરત હાલ અમેિરકા)ના પત્ની, સ્વ.નર્મદાબેન, સ્વ.રામનારાયણ ના. પાઠકના પુત્રી, ડો.ઉષાબેન રા. પાઠક (પ્રાધ્યાપક ગાંધી મહિલા કોલેજ, ભાવનગર નિવૃત્ત), સ્વ.ભારતીબેન કનુભાઇ દેવલુક (દક્ષિણામૂર્તિ, નિવૃત્ત શિક્ષિકા), ડો.સતીશભાઇ રા. પાઠક (એકસલ ઇન્ડસ્ટ્રીઝ, ભાવનગર નિવૃત્ત)ના બેન, ઉર્મિલાબેન સતીશભાઇ પાઠકના નણંદ, મેહુલભાઇ, મિહીરભાઇ (અમેરિકા)ના માતુશ્રી, મેઘાના સાસુ, આયનનાં દાદીમા, ડો.કવિતા પૂષનભાઇ શાહ (ઓસ્ટ્રેલિયા), તોરલ અમોલભાઇ દેશમાને (અમેરિકા) ડો.રાજલ અમીતભાઇ મેંદીરત્તા (અમદાવાદ)ના ફઇબાનું તા.16ના રોજ અમેરિકા ખાતે અવસાન થયેલ છે. તેની પ્રાર્થનાસભા તા.26ના રોજ 1959-બી, િસન્ધી હાઇસ્કૂલ પાસે, સરદારનગર, ભાવનગર મુકામે રાખેલ છે. મોસાળ પક્ષની પ્રાર્થના સભા પણ સાથે રાખેલ છે.સાંગાવદર | ધીરજલાલ રવિશંકર દવે (ઉ.વ.78)નું દેહાવસાન તા.25ના થયેલ છે. તે હિતેશભાઇ દવે (નાગરિક બેંક), સંજયભાઇ દવે (પ્રોફેસર, અમરેલી), તુષારભાઇ દવે (સેન્ટ મેરી સ્કૂલ, ભાવનગર), જાગૃતિબેન જનકરાય રાવલના પિતાશ્રી, જનકભાઇ દવે, રાજુભાઇ દવે, પુષ્પાબેન ડી. વ્યાસ (બોટાદ), હંસાબેન વિનોદરાય રાવલ, સરલાબેન રાજેશકુમાર મહેતાના મોટા ભાઇ, લાભશંકર શિવશંકર આચાર્યના જમાઇ, દર્શ દવે, તીર્થ દવે, ધૈર્ય દવેના દાદાની પ્રાર્થના સભા તા.26ના ઓમ પ્લાઝા હોલ, ડોન ચોક, ભાવનગર ખાતે સાંજે 3 થી 6 રાખેલ છે. શ્વસુર પક્ષની પ્રાર્થના સભા સાથે રાખેલ છે. સાંગાવદર મુકામે બેસણું તા.1/3ને ગુરૂવારે બપોરે 2 થી 6 રાખેલ છે.બાબરા, િજ.અમરેલી | રવિન્દ્રભાઇ (કાળુભાઇ) ચિમનલાલ જોષી (ઉ.વ.62) તા.25/2ના રોજ કૈલાસવાસ થયેલ છે. તે પ્રવિણભાઇ ચિમનલાલ જોષી, સ્વ.ભરતભાઇ ચિમનલાલ જોષી, રાજુભાઇ ચિમનલાલ જોષીનાં નાનાભાઇનું બેસણું બાબરા મુકામે તેના નિવાસસ્થાન જોષી નિવાસ, જોષી શેરી, બાબરા ખાતે તા.26/2ને સોમવારના રોજ સાંજે 4 થી 5 રાખેલ છે.ભાવનગર | ગં.સ્વ.શાંતાબેન જેઠાલાલ દવે (ઉ.વ.98, નિવૃત્ત શિક્ષક, હીપાવડલીવાળા) તા.24ને શનિવારે અવસાન પામેલ છે. તે સ્વ.જયેન્દ્રભાઇ શાંતિલાલ ભટ્ટના માતુશ્રી, પારૂલ દર્શન ઉપાધ્યાય, સોનલ મનીષ િત્રવેદી, અવની ઋષીકેશ પુરોહિતના દાદીમા, બટુકભાઇ દલપતભાઇ દવે, મનુભાઇ નંદલાલ દવેના ફઇબાની સાદડી તા.26ને સોમવારે િસંધુ પંચાયત હોલ, રાજાઇ હોલ, સંત કંવરરામ સ્કૂલ પાછળ, સરદારનગર ખાતે સાંજે 4-30 થી 6-30 રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.અમરગઢ | લક્ષ્મણભાઇ ગોવિંદભાઇ લાઠિયા (ઉ.વ.71) તા.25/2ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તે હરેશભાઇના પિતાશ્રી, સ્વ.બાબુભાઇ જીવરાજભાઇ, નાનુભાઇ, લલ્લુભાઇ, તુલશીભાઇ, ભગવાનભાઇ, ભરતભાઇ, પ્રવિણભાઇના મોટા ભાઇ, મોહનભાઇ માધાભાઇના ભત્રીજા, પોપટભાઇ, સ્વ.રાઘવભાઇ, બાબુભાઇના મામાના દીકરા થાય. તેનું બેસણું તા.26ના અમરગઢ મુકામે અને તા.27/2ના રોજ સુરત તેના ભાઇ લલ્લુભાઇના નિવાસસ્થાને રાખેલ છે. ઉત્તરક્રિયા તા.3/3ને શનિવરે અમરગઢ મુકામે રાખેલ છે.બાઢડા | સાવરકુંડલા તાલુકાના બાઢડા નિવાસી ઠાકરશીભાઈ નાથાભાઈ વિરાણી (ઉ.વ.100)નું તા.23ને શુક્રવારે અવસાન થયેલ છે. તે હિમતભાઈ (સરપંચ બાઢડા), અન્તુભાઈ, ગોકળભાઈ, ચતુરભાઈ, સ્વ.અશોકભાઈ વિરાણી પિતાશ્રી થાય છે. તેનું બેસણું તા.26ને સોમવારે નિવાસસ્થાને બાઢડા મુકામે રાખેલ છે.ભાવનગર | સ્વ.રમેશચંદ્ર વ્રજલાલ પટેલના પત્ની વિણાબેન રમેશચંદ્ર પટેલ (ઉ.વ.65) શ્રીજી ચરણ પામેલ છે. તે મિતેષ, જાનહવીના માતુશ્રી, શ્રિપા, કમલકુમારના સાસુ, સ્વ.રમણીકભાઇ, સ્વ.પ્રવિણભાઇ, વિનોદભાઇ, મહેશભાઇ, રશીલાબેન, સુશીલબેનના ભાભી, પિયર પક્ષે સ્વ.રજનીકાન્ત મનસુખલાલ પટેલ (ધડુશ)ના દીકરી, અતુલભાઇ, નરેશભાઇ, નિલાબેનના મોટા બેન થાય. તેનું બેસણું તા.26ને સોમવારે સાંજે 4-30 થી 6 ઉમીયાધામ, ઠાકરદ્વારા મંદિર, કણબીવાડ, ભાવનગર ખાતે રાખેલ છે. લૌિકક વ્યવહાર બંધ રાખેલ છે. બન્ને પક્ષની સાદડી સાથે રાખેલ છે.ભાવનગર | ઉમરાળાવાળા સોની જગદીશભાઇ મણીલાલ ઉંડવીયાના પત્ની ઇન્દુમતીબેન (ઉ.વ.62) તા.24ને શનિવારે શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ.મણીલાલ રામજીભાઇ ઉંડવીયાના પુત્રવધૂ, હર્ષદભાઇ, બીપીનભાઇ (ઉમરાળા), જયેશભાઇ (બોટાદ)ના ભાભી, દેવાંગ, ઘનશ્યામ, આશિષ, અમીના મમ્મી, સ્નેહા જીગરકુમાર, જાગેશ, હેમંત, શિવાની, ભાવીન, કૃણાલ, યોગીતા, અાર્ચિના ભાભુ, સ્વ.રમણીકલાલ પ્રભુદાસ કુકડીયા (વડવાવાળા)ના દીકરી, અનિલભાઇ (સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક), નીતીનભાઇ (યોગા શિક્ષક), જીગ્નેશભાઇ, છાયાબેનના બેન થાય. તેની બન્ને પક્ષની સંયુકત સાદડી તા.26ને સોમવારે સાંજે 4 થી 6 હલુરિયા ચોક, સોની જ્ઞાતિની વાડી, ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર | અભેસિંહ નારસિંહ ચૌહાણ (ઉ.વ.69) તા.24ના રામચરણ પામેલ છે. તે જગદીશસિંહ ચૌહાણ, પ્રદિપસિંહ ચૌહાણના પિતાશ્રી, તખ્તસિંહ નારસિંહ ચૌહાણ (ગાંધીનગર)ના નાના ભાઇ, બહાદુરસિંહ (રેલવે) ચૌહાણ, મહોબતસિંહ (એસટી) ચૌહાણના કાકા, મજબુતસિંહ માનસિંહ, પ્રહલાદસિંહ પ્રતાપસિંહના ભત્રીજા, જયસિંહ રૂપસિંહ, સ્વ.જીલુભા રૂપસિંહ, કરણસિંહ, પ્રવિણસિંહના ભાઇ, ગંભીરસિંહ જીવાભાઇ ધોલેતરના સાળા, સ્વ.રામસંગ ગોવિંદભાઇ પરમાર, ભુપતભાઇ, ધીરૂભાઇ ગોવિંદભાઇ પરમારના બનેવી, સુરશંગભાઇ બચુભાઇ પરમારના સસરા થાય. તેનું બેસણું તા.26ને સોમવારે સાંજે 4 થી 6ના રાખેલ છે. લૌિકક વ્યવહાર તા.26ને સોમવારે તથા તા.1/3ને ગુરૂવારે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.4/3ને રવિવારે પ્લોટ નં.486, શેરી નં.14, અક્ષર પાર્ક સોસાયટી, ભાવનગર પરા ખાતે રાખેલ છે.ભાવનગર | ચિમનભાઇ તલકચંદભાઇ ગણાત્રા (ઉ.વ.76) તે ઇન્દુબેન ગણાત્રાના પતિ, મનોજ ગણાત્રા (સંઘવી એન્ડ કાું.), કેતન ગણાત્રા (અમદાવાદ), િબન્દુ ગણાત્રા (ગાંધીનગર)ના પિતાશ્રી, અારૂષી ગણાત્રાના સસરા તા.25ને રવિવારે કૈલાસવાસી થયેલ છે. તેની પ્રાર્થના સભા તા.26ને સોમવારે દીપક હોલ, સંસ્કાર મંડળ ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે. લૌિકક વ્યવહાર બંધ રાખેલ છે.ભાવનગર | સ્વ.છગનભાઇ ટીંબાભાઇ િસદ્ધપુરાના જમાઇ બાબુલાલ નારણભાઇ મકવાણા (ઉ.વ.84) હાલ સુરતવાળા તા.17ને શનિવારે રામચરણ પામેલ છે. તે હરજીવનભાઇ છગનભાઇ િસદ્ધપુરા, જગજીવનભાઇ છગનભાઇ િસદ્ધપુરા, ચંદુભાઇ છગનભાઇ િસદ્ધપુરાના બનેવી, દિલીપભાઇ જગજીવનભાઇ, રમેશભાઇ જગજીવનભાઇ, શૈલેષભાઇ હરજીવનભાઇ, રોહિતભાઇ હરજીવનભાઇ, ગૌતમભાઇ ચંદુભાઇ, પ્રકાશ ચંદુભાઇ, બળવંતભાઇ અમૃતલાલ, હરેશભાઇ અમૃતલાલ, ભરતભાઇ ભીખાભાઇના ફુવા થાય. તેનું બેસણું તા.26ને સોમવારે સાંજે 4 થી 6 લુહાર જ્ઞાતિની વાડી, અલકા સિનેમાન પાસે, સ્ટેશન રોડ, ભાવનગર ખાતે રાખેલ છે.જામનગર | જામના ડેરા નિવાસી હાલ મોટા કાલાવડ, તા.ભાણવડના ડો.ચંદ્રકાંતભાઇ દલપતરામ િનમાવત (ઉ.વ.73)નું તા.25ના અવસાન થયેલ છે. તે ડો.મનીષભાઇ (રાજકોટ), ડો.આશીષભાઇ (જામનગર)ના પિતાશ્રી, સ્વ.જેન્તીલાલ, સ્વ.કિશનભાઇ, જગદીશભાઇના લઘુબંધુ થાય. તેનું બેસણું તા.3/3ને શનિવારે મોટા કાલાવડ ખાતે આખો િદવસ રાખેલ છે.ભાવનગર | સ્વ.અગ્રાવત જમનાદાસ ચેતનદાસના દીકરા જુગલદાસ (ઉ.વ.85) તા.25ને રવિવારે રામચરણ પામેલ છે. તે સ્વ.પરશોતમદાસ જમનાદાસ, અરવિંદભાઇ જમનાદાસ (હાલ વાળુકડ)ના મોટા ભાઇ, પ્રવિણભાઇ પરશોતમદાસ, રાજેશભાઇ, મુકેશભાઇ પરશોતમદાસ, કલ્પેશભાઇ અરવિંદભાઇ, સંજયભાઇના મોટા બાપુ, ભક્તિરામ હરિરામ, સ્વ.રઘુરામ હરિરામ દેવમોરારી વાવડીવાળા હાલ ભાવનગરના બનેવી થાય. તેનું બન્ને પક્ષનું બેસણું તા.1/3ને ગુરૂવારે અમારા નિવાસસ્થાને કોટવાળવાડી, ભાવનગર મુકામે 4 થી 6 રાખેલ છે.ભાવનગર | સ્વ.લાલજીભાઇ રામજીભાઇ યાદવ ભાદ્રોડવાળા હાલ ભાવનગરના પત્ની શાન્તાબેન લાલજીભાઇ યાદવ (ઉ.વ.96) તા.23ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે આનંદનગર ટોપેક્ષ ટેઇલરવાળા અશોકભાઇ લાલજીભાઇ યાદવ, દિલીપભાઇ લાલજીભાઇ યાદવ, (સા.કું.) પ્રભાબેન રમેશભાઇ ગોહેલ, (ભાવનગર) જશીબેન વ્રજલાલ ચાવડા, સ્વ.કુંદનબેન કિશોરભાઇ પરમાર ભાવનગર, રમાબેન પ્રવિણભાઇ વાઘેલા મુંબઇ, કૈલાસબેન જયેશકુમાર ગોહેલ અમેરિકાવાળાના માતુશ્રી, સ્વ.રતિભાઇ નરશીભાઇ યાદવ, સ્વ.જવેરભાઇ નરશીભાઇ યાદવ, મનજીભાઇ નરશીભાઇ યાદવના ભાભી, સાજણાવાવવાળા હાલ મહુવા સ્વ.છગનભાઇ ધનજીભાઇ સોલંકી, દિયાળભાઇ ધનજીભાઇ સોલંકીના બેન, હાર્દિક, ઉર્વીશ, પાર્થ, સાર્થક, વિરાજના દાદીમા થાય. તેની સાદડી તા.26ને સોમવારે 4 થી 6 ભાવનગર આનંદનગર જલારામ હોલ ખાતે રાખેલ છે.ભાવનગર | ભંડારીયા નિવાસી હાલ ભાવનગર ચિત્રા (રાજનગર) સમાદીયા રામજીભાઇ નારણભાઇ (ઉ.વ.85)નો સ્વર્ગવાસ તા.24/2નાં થયેલ છે. તે સમાદીયા રઘુભાઇ, લક્ષ્મણભાઇ, મુન્નાભાઇનાં પિતાશ્રી, ભંડારીયા કાળુભાઇ ભોપાભાઇ, બીમાભાઇ ભુપાભાઇ, અજાભાઇ ભોપાભાઇનાં કાકા, બોરડીગેટ મુકેશભાઇ ભોપાભાઇ, દિગુભાઇ ભોપાભાઇ, બુધાભાઇ ભોપાભાઇનાં દાદા, કાનાભાઇ પોપટભાઇ, કલ્પેશભાઇ ભરતભાઇનાં દાદા, દેગવાણાવાળા પરમાર નાથાભાઇ શીવાભાઇ, મનસુખભાઇ શીવાભાઇ, રાજુભાઇ શીવાભાઇનાં મામા, પરમાર જેસીંગભાઇ ગભાભાઇ, જેરામભાઇ ગભાભાઇ, નાથાભાઇ વિહાભાઇ, દિપકભાઇ નટુભાઇ (સુરત)નાં બનેવી, કામરોળ રામજીભાઇ ટપુભાઇ, શામજીભાઇ ટપુભાઇ, મેર પરિવારનાં ભાણેજ, દેવગાણા કડવીબેનનાં ભાઇ, સાગર, રાહુલ, મિલન, ગોપાલ, સરીતાનાં દાદા થાય. તેનાં સુંવાળા તા.26/2ને સોમવારે રાખેલ છે. પાટપુજન તા.7/3ને બુધવારે તેના નિવાસસ્થાન ભાવનગર, ચિત્રા, રાજનગર દિવસનાં રાખેલ છે.માંડવધાર (ગઢડા) | જયાબેન ભીખાભાઇ સચાણીયા (ઉ.વ.80) તા.25ના શ્રીજી ચરણ પામેલ છે. તે ઘનશ્યામભાઇ, રમેશભાઇ (માંડવધાર), ઇન્દુબેન (અડતાળા), મધુબેન, ગીતાબેન (ભાવનગર)ના માતુશ્રી થાય. તેનું બેસણું તા.26ને સોમવારે માંડવધાર અમારા નિવાસસ્થાને માકાસણ શેરી મુકામે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.8/3ને ગુરૂવારે માંડવધાર રાખેલ છે.મહુવા | હરજીવનભાઇ શામજીભાઇ ગેડીયા (ઉ.વ.80) તે મોહનભાઇના મોટાભાઇ, ગોરધનભાઇ, દિનેશભાઇના પિતાશ્રી, ધીરૂભાઇ, દિનેશભાઇ સોલંકી, ભરતભાઇ, વિજયભાઇના સસરા, મલ્હારભાઇ, દક્ષભાઇના દાદા તા.24/2ને શનિવારે રામચરણ પામેલ છે. તેમની સાદડી તા.26/2ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે કડીયા કુંભાર જ્ઞાતિની વાડી, વાસીતળાવ તથા ઉત્તરક્રિયા તા.7/3ને બુધવારે રાખેલ છે.ટાણા | ધોળીબેન જેઠાભાઇ ઉલવા (ઉ.વ.90) તા.25/2ને રવિવારે રામચરણ પામેલ છે. તે વિહાભાઇ જેઠાભાઇ ઉલવા, વજાભાઇ જેઠાભાઇ ઉલવાના માતૃશ્રી, ભગવાનભાઇ (ગ્રામ સેવક ખેતી), સુરાભાઇ, સુખાભાઇના ભાભુમા, સ્વ.નગાભાઇ, સોંડાભાઇ, ગોવિંદભાઇના કાકી,અણહિલ, ભરત, હરેશ, સગરામ, પરેશ, ગોપાલ, ભોલો, જગદીશના દાદીમા, અમરગઢ નિવાસી વાઘાભાઇ તેજાભાઇ શેલાણા, સાદુળભાઇ તેજાભાઇના મોટાબેન, બુધાભાઇ વશરામભાઇના ફુઇ, સ્વ. મેહુરભાઇ ગભાભાઇ ખાંભલીયા (સાંકડાસર -1)ના સાસુ થાય. તેમનું ઉત્તરકારજ તા.5/3ને સોમવારના રોજ તેમના નિવાસ સ્થાન, ટાણા મુકામે રાખેલ છે.દાંત્રડ, તા. તળાજા | ચોહલા નોંઘાભાઇ સગરામભાઇ (ઉ.વ.81) તા.25/2ને રવિવારે રામચરણ પામેલ છે. તે કમાભાઇ, પાંચાભાઇ, હરિભાઇ, રેવાભાઇનાં પિતાશ્રી, મેરાભાઇ સગરામભાઇ, નાજાભાઇ જીવાભાઇનાં નાનાભાઇ, આણંદ, હરિભાઇ, નાનુભાઇ, અરજણભાઇ, દેવાભાઇ, નાનુભાઇ, વાલાભાઇ, રાણાભાઇ, બચુભાઇ, કરશનભાઇ, રઘાભાઇ, ધારાભાઇ ભીખાભાઇ, વાલાાઇ, બીજલભાઇ, બોઘાભાઇ, ભીમાભાઇ, વાલાભાઇ, ભકાભાઇ, ભગવાનભાઇ, વાલાભાઇ ભુરાભાઇ, ચોથાભાનાં કાકા થાય. જમરાણા નિવાસી બોળીયા રામભાઇ, લાખાભાઇનાં બનેવી થાય. તેનું ઉત્તરકારજ તા.9/3ને શુક્રવારે રાત્રીનાં તેના નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર | દેવરાજભાઇ નેમજીભાઇ વાઘેલા (ઉ.વ.66) તા.24ના રામચરણ પામેલ છે. તે રવજીભાઇ (રેલવે)ના મોટા ભાઇ, જયસુખભાઇ (પોલીસ ઇન્સપેકટર, એ.સી.બી.), નરેશભાઇ, સંજયભાઇ, જાગૃતિબેનના પિતા, સુરેશ (રેલવે), કમલેશભાઇ (પોલીસ), વિપુલભાઇ (ફોરેસ્ટ), શારદાબેનના દાદા થાય. તેનું બેસણું તા.26ના સાંજે 4 થી 6 કલાકે પ્લોટ નં.7/સી, માતૃકૃપા, આનંદ વિહાર અખાડા પાછળ, પ્રભુદાસ તળાવ, રામકૃષ્ણ શેરી, ભાવનગર ખાતે રાખેલ છે.

ભુંભલી | કાળીબેન ધનાભાઇ બારૈયા (ઉ.વ.75) તા.24ને શનિવારે રામચરણ પામેલ છે. તે ધનાભાઇ રૂપાભાઇ બારૈયાના પત્ની, ભુપતભાઇ, મથુરભાઇના માતુશ્રી, સ્વ.સડુભાઇ, સ્વ.હરદાસભાઇ, બચુભાઇના બેન થાય. તેની ઉત્તરક્રિયા (કારજ) તા.2/3ને શુક્રવારે રાખેલ છે.

તળાજા | મગનભાઇ હકાભાઇ સરવૈયા (ઉ.વ.60) તા.25નાં તળાજા મુકામે કૈલાસવાસી થયેલ છે. તે વિજયભાઇ (એ.બી.ઇલેક્ટ્રીક), મુકેશભાઇ (જય ભવાની ગેરેજ), લાલજીભાઇ (તળાજા નગરપાલિકા)નાં પિતાશ્રી, વિનુભાઇ, અરવિંદભાઇ, ભરતભાઇ, અશોકભાઇ, શાંતુબેન મોહનભાઇ બારૈયા (ભાવનગર)નાં મોટાભાઇ, છગનભાઇ શામજીભાઇનાં નાનાભાઇ, ધીરૂભાઇ, ભુપતભાઇનાં મોટાભાઇ, કેશાભાઇ (લીલાપીર બાપુ), ભરતભાઇ સોમાતભાઇનાં ભત્રીજા થાય. તેની સાદડી તા.26/2નાં બપોરે 4 થી 6, દશાશ્રીમાળી જ્ઞાતિની વાડી, (દેવડી ચોક) રાખેલ છે.

પાંચપીપળા, તા. તળાજા | દેવુબેન (ઉ.વ.60) તા.24/2ને શનિવારે રામચરણ પામેલ છે. તે ચૌહાણ લઘરાભાઇ કરશનભાઇનાં પત્ની, શિવાભાઇ કરશનભાઇનાં ભાભી, રમેશભાઇ, દિનેશભાઇ, વસંતબેન માનસંગભાઇ (તળાજા), મધુબેન ભીમજીભાઇ (નાગધણીબા)નાં માતુશ્રી, પાર્થ, હિતેન, રવિ, પ્રતિક, સોનાલી, દિપાલીનાં દાદીમાં, સીતુબેન ભરતભાઇ, ભાવુબેન રણજીતભાઇ, જાગુબેન જયસુખભાઇ, દક્ષાબેન વિપુલભાઇ, શોભાબેન ગીગરાજભાઇ, સુનિતાબેન વિજયભાઇ, નયનાબેન, કાજલબેનનાં મોટાબા, લીંબાભાઇ ગોપાભાઇ, મોહનભાઇ ગોપાભાઇ, દેવાભાઇ ગોપાભાઇ (ગોરખી)નાં બેન થાય. તેની ઉત્તરક્રિયા તા.4/3ને રવિવારે પાંચપીપળા મુકામે રાખેલ છે.

સોસિયા (હાલ મણાર) | રણછોડભાઇ ઉકાભાઇ ગોહિલ (ધાણાવાળા) (ઉ.વ.65) તા.25/2ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. બચુભાઇ ઉકાભાઇ, શામજીભાઇ ઉકાભાઇ, નાગજીભાઇ ઉકાભાઇનાં નાનાભાઇ, સત્યવાન (મુનાભાઇ)નાં પિતાશ્રી, ભુપતભાઇ બચુભાઇ, ભરતભાઇ શામજીભાઇ, રમેશભાઇ નાગજીભાઇનાં કાકા, દિહોરા સવજીભાઇ જીવણભાઇ, ખાટાભાઇ જીવણભાઇનાં બનેવી થાય. તેની ઉત્તરક્રયા તા.4/3ને રવિવારે તેના નિવાસસ્થાને (મણાર) રાખેલ છે. (માટલી પ્રથા બંધ રાખેલ છે.)

અમરગઢ (જીંથરી) | ભૂપતભાઇ ભવાનભાઇ ડાભી (ઉ.વ.60) તા.23/2ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે ભરતભાઇ, ધર્મેશભાઇ, લાલજીભાઇના પિતાશ્રી, ગોપાલભાઇ સવજીભાઇના કાકા, રાઘવભાઇ બચુભાઇ, ખીમજીભાઇ જાદવભાઇ, ધીરુભાઇ છગનભાઇ, મોહનભાઇ જીવાભાઇ, મગનભાઇ હીરજીભાઇ, નાનજીભાઇ જીવાભાઇ, ડાયાભાઇ કરશનભાઇ,કરમશીભાઇ કરશનભાઇના ભાઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.3/3ને શનિવારે અમરગઢ (જીંથરી) મુકામે રાખેલ છે.ભાવનગર | સ્વ. મેઘાભાઇ મુળાભાઇ મારૂનાં પુત્ર વિનોદ મેઘાભાઇ મારૂ (ઉ.વ.40) તા.23/2નાં રામચરણ પામેલ છે. તે પ્રેમજીભાઇ મુળાભાઇ મારૂ, દેહાભાઇ મારૂ, માલાભાઇ મુળાભાઇ મારૂનાં ભત્રીજા થાય. તેની ઉત્તરક્રિયા તા.28/2ને બુધવારે સવારે દિવસનાં તેના નિવાસસ્થાને સથરા રાખેલ છે.

જૈન મરણ


ભાવનગર | અગીયાળીવાળા પારેખ ગોિવંદજી કેશવજીના પુત્ર અમૃતલાલ ગોવિંદજીના પુત્ર મહિપતભાઇ (ઉ.વ.72) નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા રવિવારે અવસાન પામેલ છે. તે વસંતભાઇ, વિનુભાઇ, ગુણુભાઇ, કિશોરભાઇ, બીપીનભાઇ સંજયભાઇના ભાઇ, દર્શના, અર્ચીતના પિતાશ્રી, જય, કેતન, મેઘ, મલય, વિશ્વના કાકા, દર્શનકુમાર છોટાલાલ શાહના સસરા, શાહ રજનીકાન્ત પ્રતાપરાયના બનેવી થાય. તેના આત્મ શ્રેયાર્થે તા.1/3ને ગુરૂવારે ઓમ પ્લાઝા હોલમાં પ્રાર્થના 9-30 થી 11-30 રાખેલ છે.ભાવનગર | ઘોઘા નિવાસી સ્વ. શાહ મોહનલાલ જીવરાજનાં પુત્ર ભુપતભાઇ (ઉ.વ.65) તે દક્ષાબેનનાં પતિ, સ્વ. નવિનભાઇ, ચંદ્રકાન્તભાઇ, સ્વ. ઇન્દુબેન વિનોદરાયનાં નાનાભાઇ, દર્શન, શ્રેણિકનાં પિતાશ્રી, સારંગી, પુજાનાં સસરા તા.25/2ને રવિવારે નવકાર મંત્રનું સ્મરણ કરતાં અવસાન પામેલ છે. વેવાઇ પક્ષે જગદીપભાઇ જાદવ, અતુલભાઇ મહેતા (વલ્લભીપુર), સ્વ. નગીનદાસ જાદવજી શાહ (બાબરાવાળા)નાં જમાઇ, શાહ પ્રેમચંદ છગનલાલ ખદરપરવાળાનાં ભાણેજ થાય. તેની સંયુક્ત સાદડી તા.26/2ને સોમવારે સવારે 9 થી 11 રાખેલ છે. સ્થળ : ઓમ પ્લાઝા, ડોન ચોક, ભાવનગર.

ભાવનગર | ઘોઘા નિવાસી સ્વ. શાહ મોહનલાલ જીવરાજનાં પુત્ર ભુપતભાઇ (ઉ.વ.65) તા.25/2ને રવિવારે અવસાન પામેલ છે. તેની શોકસભા તા.26/2ને સોમવારે શેઠ કાળામીઠા પેઢી, ઘોઘા જૈન યાત્રિક ભુવન, સમય સાંજે 4.30 થી 5.30 રાખેલ છે.

મુસ્લિમ મરણ


ભાવનગર | વરતેજ નિવાસી મ. ગફુલભાઇ દાઉદભાઇ બિલખીયાનાં દિકરા વલ્લીભાઇ ગફુલભાઇ બિલખીયા (ઉ.વ.80, રેલ્વે રિટાયર્ડ) તા.25/2ને રવિવારના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે અલારખભાઇ ગફુલભાઇ બિલખીયા, સુલેમાનભાઇ ગફુલભાઇ, મ. હાજીભાઇ ગફુલભાઇ બિલખીયા, ગનીભાઇ ગફુલભાઇ બિલખીયાનાં મોટાભાઇ, આમદભાઇ ઇસુફભાઇ સોલંકી સાણોદરવાળાનાં ભાણેજ, આસીફભાઇનાં વાલીદેન, મહંમદભાઇ અલારખભાઇ, રજાકભાઇ સુલેમાનભાઇ બિલખીયા, ઉસ્માનભાઇ મ. હાજીભાઇ બિલખીયાનાં મોટાબાપુ, અબ્દુલભાઇ અલારખભા અગરીયાનાં સસરા, અલારખભાઇ અભરામભાઇનાં વેવાઇ, ઇસાભાઇ યાકુબભાઇ સૈયદ (ઉમરાળાવાળા)નાં વેવાઇ, નુરમહંમદભાઇ અલારખભાઇ આગરીયાનાં મામા, સલીમભાઇ, ઇરફાનનાં નાનાબાપુ થાય. તેની જીયારત તા.27/2ને મંગળવારના રોજ સવારે 10 કલાકે મર્દો માટે મદની મસ્જીદ તથા ઔરતો માટે તેના નિવાસસ્થાને આખલોલ, ઇન્દીરાનગર મુકામે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...