• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • સિહોર, ગારિયાધાર અને તળાજા નગર પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની તાજપોશી

સિહોર, ગારિયાધાર અને તળાજા નગર પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની તાજપોશી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર િજલ્લામાં સિહોર, તળાજા અને ગારિયાધાર નગર પાલિકામાં પ્રમુખ પદની વરણી કરણી કરવામાં આવી હતી, જેમાં આ વર્ષે મહિલા અનામત હોવાથી ત્રણેય પાલિકામાં મહિલા પ્રમુખની પસંદગી કરવામાં આવી હતી, તેમજ ગારિયાધારમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને સમાન સીટ મળવાથી ચિઠ્ઠી દ્વારા ભાજપના પ્રમુખની તક મળી છે, જેથી ત્રણેય નગર પાલિકાઓમાં ભાજપનંુ શાસન રહેશે. ચંૂટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચર્ચાઓના અંતે આજે વરણી જતા વિવિધ અટકળોનો અંત આવ્યો હતો.

તળાજા નગર પાલિકા, છેલ્લી ઘડીએ વ્યૂહ બદવાયો
તળાજા નગર પાલીકા માસામાન્ય સભામાં પ્રમુખ તરીકે ભા.જ.પ નાં દક્ષાબા સુરેન્દ્રસિંહ સરવૈયા તથા ઉપપુમખ ભા.જ.પ નાં દિનેશભાઇ છગનભાઇ પરમારની બહુમત સરસાઇથી ચુંટાઇ આવ્યા હતા. અસંતુષ્ટના બળવાનાં ઐધાણ પારખી જઇને છેલ્લી ધડીએ ઉપપ્રમુખ પદનાં ઉમેદવાર બદલાવીને અસંતોષ શાંતિ કરવો પડયોહતો.

શંુ ફેરવાયો વ્યૂહ? : પ્રમુખ, ઉપપ્રમુખ માટે છેલ્લા દિવસોમાં જીલ્લા સંગઠન દ્રારા સભ્યોનો સેન્સ લેવાયો હતો. જેમાં સંભવીત નામો અંગે કેટલાક વગદાર સભ્યોમાં ભારે અસંતોષ જોવા માળ્યો હતો. પાર્ટીનાં સીનીયર હરેશભાઇ બારૈયા એ અલગ ચોકો રચીને બળવો પોકાયો હતો. રીસામણા મનામણાનાં હાઇ ડ્રામા વચ્ચે છેલ્લી ઘડીએ ઉપપ્રમુખ માટે નકકી થયેલ ડોકટર અરવિંદભાઇ.પી.મારડીયા એ પોતાની ઉમેદવારી સાથે બળવાખોર જુથનાં દિનેશભાઇ પરમારે પણ ફોર્મ ભરતા અંતે ડો. મારડિયાએ ત્યાગ વૃત્તિ દાખવી હતી. દિનેશને ઉપપ્રમુખ પદ અપાયંુ હતંુ.

ગારિયાધાર ચિઠ્ઠી નાખી, સત્તા સ્થાને ભાજપ...
ગારિયાધાર નગર પાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 14-14 બેઠક મળી હતી, અંતે આજે ચિઠ્ઠી નાખવામાં આવી હતી, જેથી છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અટકળોનો અંત આવ્યો હતો, ચિઠ્ઠીમાં ભાજપ આવતા પ્રમુખ પદ તરીકે ગીતાબેન શાંતિભાઇ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે વલભભાઇ અને જાદવની વરણી કરવામાં આવી હતી. અગાઉ પણ ભાજપનંુ જ શાસન હતંુ. નોંધનિય છે કે, ભાવનગર િજલ્લાની ત્રણ નગર પાલિકાઓની ચંૂટણી હતી, જેમાં અગાઉ ભાજપનું જ શાસન હતંુ, ચંૂટણી બાદ પણ ભાજપે જ તેની સત્તા જાળવી રાખી છે, સંભવત જો ગારિયાધારની ચિઠ્ઠી કોંગ્રેસના ભાગે ગઇ હોત તો ભાજપની સત્તા છીનવાઇ જાય તેમ હતી, પરંતુ આજે ઘીના ઠામમાં ઘી પડી ગયંુ છે.

ગઢડામાં આજે નિર્ણય : ગઢડા (સ્વા.)માં આવતી કાલ સોમવારે નગર પાલિકાના પ્રમુખ પદની વરણી થશે. જ્યા ભાજપને 28 અને કોંગ્રેસને 20 બેઠક મળી છે, ભાજપ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાશે.

સિહોર પાલિકા કોણ બન્યુ સત્તાધિશ?
સિહોર નગરપાલિકામાં ભાજપને 23, કોંગ્રેસને 11, અપક્ષ 2 તેમ પરિણામ આવેલ. ત્યારબાદ સિહોર નગરપાલિકાના પ્રમુખ તરીકે સિહોર વોર્ડ નંબર-7ના ભાજપના વિજેતા ઉમેદવાર દિપ્તિબેન વિશાલભાઇ ત્રિવેદી અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર -2 ભાજપના વિજેતા ઉમેદવાર ચતુરભાઇ જસમતભાઇ રાઠોડના નામ જાહેર કરાયંુ છે.

શંુ હશે પડકાર ?
નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા બાદ દીપ્તિબેન ત્રિવેદી માટે સિહોર ગૌતમેશ્વર તળાવ છેલ્લા બે વરસથી ખાલીખમ્મ રહેતું હોય આગામી ઉનાળામાં પાણીનો પ્રશ્ન એ સૌથી વિકટ પ્રશ્ન બની રહેશે. સિહોરનો ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા ઘણા વરસોથી શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. સિહોરની આન,બાન અને શાન સમાન ગૌતમી નદીની ગંદકી અને શહેરમાં ‌ઊભરાતી ગટરોની સમસ્યા પડકારજનક રહેશે. જેમાં તેઓ કેવા સફળ રહેશે તે સમય જ કહેશે.

અન્ય સમાચારો પણ છે...