• Gujarati News
  • તળાજાની આયુ. હોસ્પિ.માં સ્ટાફ નથી

તળાજાની આયુ. હોસ્પિ.માં સ્ટાફ નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર બ્યુરો . 13 જુલાઇ

તળાજાશહેરમાં હાઇવે ની નજીક આવેલ વિશાળ સરકારી આર્યુર્વેદીક હોસ્પીટલ અપૂરતા સ્ટાફ ને કારણે હોસ્પીટલની સેવા-સુશ્રુષા માં ઉણી ઉતરે છે. ચાર વિઘાની જમીન પર અંદાજીત સાડા ત્રણ કરોડ થી વધુ ખર્ચે હજુ બે વર્ષ પહેલા નિર્માણ પામેલ અઘતન આર્યુંવેદિક ચિકિત્સા કેન્દ્ર માં પંચકર્મ વિભાગ, સહીત શુધ્ધ આયુર્વેદિક પધ્ધતિની સારવાર માટે 20 બેડની સુવિધામાં મહિલા વોર્ડ, પુરૂષોનો વોર્ડ, ઓપીડી સુવિધા મળે તેવી વ્યવસ્થા ઉભી કરાવેલ છે. પરંતુ અપૂરતા સ્ટાફ ને કારણે હોસ્પીટલ ક્ષમતા મુજબની સેવા આમ જનતાને મળી શકતી નથી.

હોસ્પીટલ ની મુલાકાત લેતા જાણવા મળેલ છે કે અઘતન સુશ્રુષા મહાલય ને એપ્રીલ 2014 થી કાર્યરત કરાયાનાં સમયથી અહી સ્ટાફ નું મહેકમ વર્ગ 1 અને વર્ગ 3 ની કુલ આઠ જગ્યાઓ પૈકી હાલમાં ત્રણજ જગ્યા ભરાયેલ છે. જે મુજબ વર્ગ 1 માં વૈઘ પચંકર્મ, અને વર્ગ 3 માં સ્ટાફનર્સ, કંમ્પાઉન્ડર, ડ્રેસર, અને જુનિયર કલાર્કની જગ્યા વણ પુરાયેલ છે. ટેકનીકલ જગ્યા ખાલી હોવાનાં કારણે હાલ ફરજ પરનાં મેડીકલ ઓફીસરે જાતે કલાર્કની કામગીરી બજાવવી પડે છે. હોસ્પીટલ નો પ્રારંભ થયો ત્યારે \\\"\\\'પંચ કર્મની સઘન સારવાર પ્રાપ્ત થશે તેવી લોકોની આશા અપૂરતા સેટ અપનાં કારણે પૂર્ણ થતી નથી. ત્યારે તળાજા શહેર સહીત તાલુકાનાં 117 ગામડાઓ માટેની આર્યુંવેદ પધ્ધતિની સારવાર આપતી આધુનીક હોસ્પીટલ ની મહેકમ મુજબની તમામ જગ્યાઓ ની વહેલી તકે નિમણુંક થાય તો આમ પ્રજાને વધુ સારી સારવાર આપી શકાય તેવી સ્થિતિ છે.

તળાજા પંથકના ગામો માટે આયુર્વેદ પદ્ધતિની સારવાર આપતી હોસ્પિટલમાં ખાલી જગ્યા તાકીદે ભરવા માંગણી