ગારિયાધાર, દેવળીયા, સિહોર, મહુવામાંથી જુગારીઓ ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર . ભાવનગર .17 જૂન

ભીમઅગીયારસ નિમિત્તે જુગારની બાજી માંડીને મોડી રાત્રિના બેઠેલા સિહોર અને મહુવા તાલુકાના ગામડાઓમાંથી ત્રણેક ડઝન જેટલા જુગારીઓને રૂ.27, 470ની રોકડ રકમ સાથે ઉપરાંત શહેરના િનર્મળનગર, દેવળીયા, ગારિયાધાર પંથકમાંથી પણ અનેક જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા.

સિહોર તા.ના સોનગઢ ગામે પાંચવડા રોડ પર જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા િદલીપ ભીખાભાઇ પરમાર, હરેશ ધરમશીભાઇ પરમાર અને સહદેવસિંહ જુવાનસિંહ ગોહેલન રોકડ રૂ.2030 સાથે સિહોર પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ખારી ગામે રોડી રાત્રિના બે સ્થળે જુગાર રમતા સુરે.શ મનસુખભાઇ મકવાણા, તોગા ડાયાભાઇ મકવાણા, મુન્ના ભીમાભાઇ મકવાણા, િવકેશ ધીરૂભાઇ રાઠોડ, મહેશ લાલજીભાઇ વારીયા અને વશરામ નારણભાઇ જાદવને બસ સ્ટેશનમાંથી રોકડ રૂ.5210 સાથે તથા રમેશ જીવાભાઇ ઢીલા, િદનેશ સોમાભાઇ મકવાણા, ભોળા રામજીભાઇ રાઠોડ, િવપુલ જીવાભાઇ રાઠોડ, રૂપશંગ માવશંગભાઇ પરમાર, હિંમત નારાયણભાઇ મકવાણાને બાપા સીતારામની મઢુલી પાસેથી રોકડ રૂ.4570 સાથે સિહોર પોલીસે ઝડપી લીધા હતા.

જ્યારે મહુવા પોલીસે વાંગર ગામે કાના ખેતા પરમાર, ભૂપત માધા જેઠવા, ભાવેશ ચકુ ઢાપા, જાહા નારણ ઢોડીયા, નાથા મેપા ગમારાને રૂ.2250 સાથે તેમજ અમૃતબેલ ગામે ભાવેશ તથા ચૌહાણ, ભરત રામજી ચાવડા, નાનજી ભગવાન પરમાર, ઓધા નાથા વાળા, હનીફ સતાર મેમણને રૂ.10,490 સાથે તથા િબલંડી ગામે ભાવેશ ખાતા ધુધળવા, રાજુ મોહન ચુડાસમા, હિંમત જોધા સાંખટ, ડાહ્યા જીવા ચુડાસમા, રમેશ માવજી ચુડાસમા, જયસુખ છગન ચુડાસમા, રાજુ અરજણ ધુધળવા, લક્ષ્મણ નાથા ચુડાસમા, કાળુ રમુ ચુડાસમાને રૂ.10,390 સાથે અને મહુવાના વીટી નગર ખાતેથી કાળુ ભાણા ભીલ, રાજુ પ્રેમજી ભીલ, લાખા સામજી મકવાણા, શિવા ભાણા ભીલને રૂ.4,340 સાથે જુગાર રમતા મહુવા પોલીસે ઝડપી પાડ્યા હતા.

તળાજાના દેવળીયા ગામે જુગાર રમતા જેન્તી પરમાર અને િવશાલ પ્રવીણ કોળીને રૂ.1,42,000ના મુદ્દામાલ સાથે તળાજા પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય શખ્સો નાસી છૂટ્યા હતા. તેમજ ગારિયાધારના સાંઠ ખાખરા ગામે રહેતા ઓધા રવજી નાવડીયા, ગગજી જેડા કાછેલા, ગોિવંદ જીવરાજ મકવાણા, મધુ રવજી નાવડીયા, લાલા કાળ ધોળકીયા, બુધા કાનજી ગોિહલ, િવનુ પોપટ ધોરી અને પ્રહલાદ િવક્રમ ગોહિલને રોકડ રૂ.35,910 સાથે ગારિયાધાર પોલીસે ઝડપી લીધા હતા. તેમજ પાળિયાદના તુરખા ગામે જુગાર રમતા 12 શખ્સોને રોકડ રૂ.21,650 સાથે પાળિયાદ પોલીસે ઝડપી લીધા હતા.

ઉપરાંત શહેરના ડિવિઝન પોલીસે ગત મોડી રાત્ર 2.30 કલાકે શહેરના િનર્મળનગર શેરી નં.4ના નાંકે જાહેરમાં જુગાર રમતા રાહુલ ભરતભાઇ બારૈયા, િવજય ધીરૂભાઇ, જીજ્ઞેશ ભરતભાઇ સરવૈયા, પ્રકાશ ધીરૂભાઇ પીપળીયા, મનીષ મોહનભાઇ સોલંકી, શૈલેષ વજુભાઇ ડાભી, સાગર કાન્તીભાઇ સરવૈયા, જગદીશ ખીમજીભાઇ પીપળીયા, પીયુષ ત્રીજીવનભાઇ સરવૈયા, હિતેષ જીવણભાઇ પ્રજાપતિ (રહે. તમામ વડવા)ને રૂ.34,120ની મતા સાથે ઝડપી લીધા હતા.

દેવળીયામાંથી રૂ.1.42, ગારિયાધારમાંથી 35,910, નિર્મળનગરમાંથી 34 હજારની મતા પોલીસે કબજે કરી

ક્રાઇમ વોચ| પોલીસ તંત્રએ ગેમ્બલરોની મોડી રાત્રે બાજી િવખેરી

અન્ય સમાચારો પણ છે...