અલંગમાંથી બોથડ પદાર્થ મારી હત્યા કરેલ શ્રમીકની લાશ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર પાસેના અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ નાં પ્લોટ નંબર 24 બી ની પાસે આવેલ જાહેર શોૈચાલય ની સામે આજે વહેલી સવારે માથાના ભાગે લોહીલુહાણ ઇજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.આ બનાવ અંગે પોલીસને જાણ થતા સ્થળ પંચનામુ કરીને મૃતદેહને તળાજા સરકારી હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરેલ છે.મૃત આધેડની પ્રાથમીક �ઓળખ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે મરણ જનાર પ્લોટ નંબર 76 માં બતીનુ કામ કરતો વિનોદ યાદવ (ઉ.વ.55) (રહે.મુળ લોસી,યુ.પી.નો) છે.

ગત મોડી રાત્રી બાદ બનેલી ઘટનાની વિગતો મુજબ અલંગ શીપયાર્ડથી મથાવડા તરફ જવાના રસ્તે રામગુફા વિસ્તાર નજીક પ્લોટ નંબર-24 બી પાસે બનેલી હત્યાની ઘટનામાં મૃતકના માથાના ભાગે બોથડ પદાર્થ વડે હત્યા કરાઇ હોવાનુ પ્રાથમીક તપાસમા જાણવા મળી રહયુ છે. હત્યા કરાયા બાદ લોહીલુહાણ ઇજા પર કાળા રંગ જેવુ પ્રવાહી નાખીને તેની �ઓળખ છુપાવવા પ્રયાસ થયો હોય તેવી આશંકા સાથે આ ગુના અંગે અલંગ પોલીસ મથકમાં અલંગ પ્લોટ નંબર 24 સામે રહેતા ડો.સુદામા રમાશંકર શર્મા એ કોઇ અજાણ્યા શખ્સએ અગમ્ય કારણસર મરનાર વિનોદ રામચંદ્ર યાદવ ને માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર થી ગંભીર ઇજા કરી મોતને ઘાટ ઉતારવારમાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અલંગ પોલીસ મથકના પી.આઇ.વી. પટેલીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...