તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચ શખ્સોની ધાડપાડુ ગેંગ રિવોલ્વર-પિસ્ટલ સાથે જબ્બે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | ભાવનગર |20 માર્ચ

શહેરનાતળાજા જકાતનાકા રોડ પરથી ગત મોડી રાત્રે ધાડપાડુ ગેંગને ભાવનગર એસઓજી પોલીસે પાંચ શખ્સોને રિવોલ્વર, પિસ્ટલ સહિતના હથિયારો અને મોટરસાયકલ સાથે દબોચી લીધા હતા.

ગત રાત્રિના 1.30 કલાક આસપાસના સુમારે તળાજા રોડ, કામિનીયાનગરના નાકેથી બાતમીના આધારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ધાડપાડવાની તૈયારી કરતા ભીખુશા સત્તારશા શેખ (રહે. ત્રાપજ), જગદીશ ઘુઘાભાઇ ઠાકોર (રહે.ગાંધીધામ), બળવંત ધનજીભાઇ ઓળકીયા (રહે. કુંડળી, ઉમરાળા રોડ, તા.રાણપુર), વિજય જેમાભાઇ રાઠોડ (રહે.કુંડળી, ઉમરાળા), મુકેશ ચંદુભાઇ કોપારણીયા (રહે. સુરેન્દ્રનગર)ને એક રિવોલ્વર, એક પિસ્ટલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

ઉપરોક્ત ઝડપાયેલા પાંચેય આરોપીઓની પૂછતાછમાં તેઓ પાંચેય સાથે મળી તળાજા જકાતનાકા પાસે હાઇવે પર ધાડ પાડવાના હોવાની કબૂલાત આપી હતી. પાંચેય આરોપીઓમાં ત્રાપજનો ભીખુશા અગાઉ ચોરીઓ, લૂંટ જેવા ગુનાઓમાં ભાવનગર જિલ્લામાં પકડાઇ ચૂક્યો છે. જ્યારે ગાંધીધામનો જગદીશ દુષ્કર્મના ગુનામાં સજા પડતા રાજકોટ જેલમાં હતો અને પેરોલ જંપ કરી જેલમાં હાજર થયેલ નહીં અને વોન્ટેડ છે.

...અનુસંધાનપાના નં.11

ત્રીજોઆરોપી કુંડળી ઉમરાળાનો બળવંત લૂંટના ગેરકાયદેસર હથિયાર રાખવાના અને ફાયરિંગ કરવાના તેમજ વાહન ચોરી અને મારામારીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. જ્યારે આજ ગામના વિજય દારૂના ગુનામાં પકડાઇ ચુક્યો છે. જ્યારે સુરેન્દ્રનગરનો મુકેશ વાહન ચોરીના ગુનાઓ પકડાઇ ચૂક્યો છે. આમ પાંચેય શખ્સો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને તેઓ ભેગા મળીને ધાડને અંજામ આપે તે પહેલા ભાવનગર એસઓજીના હાથે ઝડપી લેવાયા છે. ભાવનગર એસઓજીએ આરોપીઓ પાસેથી રિવોલ્વર, પિસ્ટલ અને મોટરસાયકલ કે જે ચોરીનું હોવાનું કબૂલતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે. પાંચેય આરોપીઓ વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ કરી તમામ સામે ભરતનગર પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવી આગળની તપાસ ભાવનગર એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે.

તળાજા રોડ, કામિનીયાનગરના નાકેથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો