તળાજાના મેઇન રોડ પર ટ્રાફીક જામની સમસ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજામાં બહારગામથી દાખલ થવા માટેનો વાડીભાઇ મહેતા મેઇન રોડ પરનું કેન્દ્ર ગાંધીજીના બાવલા આસપાસ બગીચાથી વાવચોક તથા બજરંગદાસબાપા ચોક તરફ આવવા જવા માટેનો ટ્રાફીક તમામ પ્રકારના નાના મોટા વાહનોની ભરચક રહે છે. તેમાંયે સવાર સાંજ આ રસ્તાઓ પર રાહદારીઓ, વિદ્યાર્થીઓ તથા હરવા ફરવા નીકળેલ પરિવારોને અહીંના ટ્રાફીકના ગુંચવાડામાંથી હેમખેમ પસાર થવામાં જોખમ રહેલુ છે. અહીં ભારે વ્યસ્ત કલાકોમાં ટ્રાફીકનુ અસરકારક નિયમન કરવા માટે તંત્ર ધ્યાન આપે તે આવશ્યક છે. તસવીર - બી.કે. રાવળ

અન્ય સમાચારો પણ છે...