તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોડ પ્રશ્ને તળાજા-મહુવા હાઇવે પર કરાયો ચક્કાજામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાપંથકના હાજીપર ગામથી ઠળીયા સુધીનો 11 કિમી જેટલો માર્ગ અનેક ગામોને જોડતો હોય ખુબ ઉપયોગી છે. રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ બની ગયો હોવા છતાં તંત્ર દ્વારા નવો રોડ બનાવવા કોઇ કાર્યવાહી નહિ થતા આખરે સાતથી વધુ ગામનો લોકોએ રોષે ભરાઇ તળાજા મહુવા હાઇવે પર ઉતરી આવી વાહન વ્યવહાર ખોરવી નાખ્યો હતો બનાવને પગલે પોલીસે સ્થળ પર દોડી જઇ સમજાવટથી મામલો થાળે પાડયો હતો. તળાજા-મહુવા હાઇવે પર તળાજાથી સાત કિ.મી. દુર હાજીપરના પાટીયા પાસે આજે સવારના 10 વાગ્યા આસપાસ હાજીપર ઠળીયાના ટુંકા અગત્યના માર્ગ મારામત પ્રશ્ને રસ્તા પર બેસી જઇ ધરણા કરી દેતા હાઇવે પરનો બન્ને તરફનો હાઇવે થોડો સમય અવરોધાતા બન્ને તરફ વાહનોની કતાર લાગી ગઇ હતી.

હાજીપરથી ઠળીયાનો રસ્તો બિસ્માર હોવાથી વિસ્તારમાં આવતા ગામોના લોકોએ અવાર નવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા મરામત નહિ થતા આજરોજ પાંચથી સાત ગામોના લોકો રસ્તા રોકોનો રાહ અપનાવેલ.

હાજીપરથી ઠળીયાના 11 કિમીના ખખડધજ માર્ગ નવો બનાવવાની માંગ

ગ્રામજનોની રજૂઆત ધ્યાન પર નહિ લેવાતા રોષ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો