તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થળાંતર થવાનું મુખ્ય કારણ રોજગારી- વેપારનો અભાવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરમાંદિન પ્રતિદિન સ્થળાંતરની વધી રહેલી સમસ્યાનું મુખ્ય કારણ જો કોઇ હોય તો તે છે રોજગારી અને મોટા ઉદ્યોગ-ધંધાનો અભાવ,સમગ્ર ગુજરાતમાં જો સૌથી વધુ વિકાસની તકો હોય તો ભાવનગરમાં છે.

ભાવનગર પાસે સૌથી લાંબો દરિયાકિનારો છે, વિશ્વમાં જાણીતું એવું અલંગ શિપયાર્ડ છે. તેમછતાં ભાવનગરના લોકો અહિંથી સ્થળાંતર કરીને બીજે જઇ રહ્યા હોય તે ગંભીર પ્રશ્ને હવે સૌઅે વિચારવુ અને કંઇક કરવું પડશે.

અત્યારની મોંઘવારીના યુગમાં એક નાના પરિવારને પણ સારી એવી આવક હોવી જરૂરી છે અને આવક માટે સારા ઉદ્યોગ-ધંધા નોકરી હોવી જોઇએ જે ભાવનગરમાં નહિવત પ્રમાણમાં છે.

ભાવનગરમાંથી થઇ રહેલું સ્થળાંતર જો આપણે સૌએ અટકાવવું હશે તો રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ ભાવનગરના દરેક નાગરિકોએ પોતાનો ફાળો આપવો પડશે. ભાવનગરનો અવાજ ઉપર સુધી પહોંચાડવો પડશે. ભાવનગરમાં પ્રવાસ પર્યટનના સ્થળોનો વિકાસ કરવો પડશે અને વિકાસ એટલે રોજગારી આમ થશે તો ભાવનગરનો વિકાસ વધશે તો સ્થળાંતર અટકશે. -અજય નટવરલાલ જોષી, મ. શિક્ષક, મ્યુ. શાળા નં.12, ભાવનગર, મો. 9725577319.

સ્થળાંતર અટકાવવા કંઇક કરવુ પડશે

હવે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને નાગરિકોએ પોતાનો ફાળો આપવો પડશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો