તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Talaja
 • પેકિંગમાં ગફલત જણાતા 5 પેઢી સામે આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેકિંગમાં ગફલત જણાતા 5 પેઢી સામે આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |20 માર્ચ

ખાદ્યચીજ વસ્તુઓના વેચાણ કરતી વેપારી પેઢીઓ દ્વારા પોતાની પ્રોડક્ટ ઉપર ભાવ, સરનામા, વજન સહિતની તમામ વિગતો દર્શાવવાના નિયમો નેવે મુકવામાં અાવતા આરોગ્ય તંત્ર દ્વારા પાંચ ઉત્પાદકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે ખાદ્ય ચીજ વસ્તુઓની તપાસ હાથ ધરાઇ હતી, જેમાં શ્રીજી માવા ટોસ્ટ-ચિત્રા, તથા કાળિયાબીડ ખાતે મારૂતિ ગૃહ ઉદ્યોગના ગાઠિયા તથા વડોદરા િજલ્લાની રૂષભ ફલોર મિલ્સ પ્રા.લિ.ની રોયલ કલાસીક પ્રિમીયમ બેકરી સ્પે. મેંદા નામની વસ્તુના પેકિંગમાં ગફતલ જણાઇ હતી.

ઉપરાંત અમૃત બ્રાન્ડ સુપર ફાઇનલ બેસન શ્રી ક્રિષ્ના રોલર ફ્લોર મિલ્સ પ્રા.લિ. અમદાવાદ તેમજ કનૈયા ફરસાણ એન્ડ નમકિન, તળાજા રોડ, ભાવનગરના નમૂના મિસબ્રાન્ડેડ હોવાનંુ બહાર આવ્યંુ હતંુ.આ પાંચ પેઢી, ઉત્પાદનકર્તાઓ સામે આરોગ્ય વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખાદ્ય ચીજ વસ્તુના લીધેલા નમૂનાઓમાં મિસબ્રાન્ડેડના કેસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો