• Home
  • Saurashtra
  • Bhavnagar District
  • Talaja
  • શ્રાવણ માસમાં મોટા ગોપનાથ તિર્થ હર હર મહાદેવનાં નાદથી ગુંજી ઉઠશે

શ્રાવણ માસમાં મોટા ગોપનાથ તિર્થ હર હર મહાદેવનાં નાદથી ગુંજી ઉઠશે

સમુદ્રસ્નાન સાથે ભાદરવીનાં મેળામાં દુર દુરથી યાત્રિકો ઉમટી પડશે : ભાવિકો માટે સુવિધા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:26 AM
શ્રાવણ માસમાં મોટા ગોપનાથ તિર્થ હર હર મહાદેવનાં નાદથી ગુંજી ઉઠશે
તળાજા બ્યુરો ઃ ગોહિલવાડનાં અત્યંત શ્રધ્ધેય શિવતિર્થ મોટાગોપનાજી ધામમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ચોમેરથી શિવભકતો પુજન, દર્શન, થી પાવન થવા ઉમટી પડશે. પૂર્વમાં શિવ, સૂર્ય, અને સમુંદરનાં એકી સાથે દર્શન થાય તેવા આ અલોકિક સ્થાને શ્રાવણ માસ દરમિયાન પુજન-દર્શન, સમુદ્ર સ્થાનનું મહત્વ હોવાથી શ્રાવણ માસે શિવભકતો માટે શ્રધ્ધાનું કેન્દ્ર બની જાય છે.

મોટાગોપનાથ તિર્થમાં પરંપરાથી બે ટ્રષ્ટ યાત્રીકો સુવિધા માટે કાર્યરત હોય છે. જે મોટા ગોપનાથ મહત જગ્યા ટ્રસ્ટ, અને મોટા ગોપનાથ સાર્વજનિક (બ્રહ્મચારીની જગ્યા) દ્વારા દાદાનાં ધામમાં યાત્રીકો માટે ઉતારા, ભોજન પ્રસાદ, દર્શન, સહીત ધાર્મિક વિધિ-વિધાન માટે સુવિધા ઉભી કરવામાં આવે છે. બન્ને ટ્રસ્ટ દ્વારા ચોર્યાસી ભોજનનાં દાતાઓનાં સહકારથી શ્રાવણમાસ દરમિયાન તમામ ભાવિકોને મિષ્ટ પ્રસાદ ભોજનની સુવિધા ઉભી કરવામાં આવી છે. મહત જગ્યાનાં સેક્રેટરી તળાજા મામલતદાર એસ.જે.ચૌધરી તથા મેનેજર લાડુમોરભાઇ દ્વારા શ્રાવણમાસ દરમિયાન આવતા તમામ યાત્રીકો માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. તેમજ મોટા ગોપનાથ બ્રહ્મચારી ટ્રસ્ટનાં પ્રમુખ ઘનશ્યામસિંહ રાઠોડ અને ટ્રસ્ટીઓએ ઉતારા, દર્શન, પુજન, મહાપ્રસાદનો બહોળા પ્રમાણમાં શિવભકતોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

મોટાગોપનાથ મહાદેવ તિર્થનો ભાવનગરનાં પ્રજાવત્સલ રાજવી પરિવાર દ્વારા આધ્યાત્મિક અને પર્યટનીય વિકાસ કરી અનેકવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં દૂર દૂરથી હજારો યાત્રીકો સમુદ્રસ્નાન તથા મહાદેવનાં પુજન દર્શન માટે ઉમટી પડે છે. શ્રાવણી સોમવાર અને તહેવારોમાં અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ હોય છે. શ્રાવણમાસનાં છેલ્લા બે દિવસોમાં અહીં ભાદરવીનાં પરંપરાગત મેળો માણવા વિશાળ પ્રમાણમાં ભાવિક ભાઇ-બહેનો ઉમટી પડે છે.

X
શ્રાવણ માસમાં મોટા ગોપનાથ તિર્થ હર હર મહાદેવનાં નાદથી ગુંજી ઉઠશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App